ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ફિલ્મ સંગીત અને જુના ફિલ્મી ભજનોનો શોખીન ભાગ્યે જ કોઈ એવો હશે જેણે ફિલ્મ ‘ નરસી ભગત’ ૧૯૫૭ નું મન્નાડે, હેમંતકુમાર અને સુધા મલ્હોત્રાએ ગાયેલું ‘ દર્શન દો ઘનશ્યામ નાથ ‘ અને ‘ શિવ ભક્ત’ ૧૯૫૫ નું મોહમ્મદ રફી એ ગાયેલું ‘મુજે તો શિવ શંકર મિલ ગયે ‘ ન સાંભળ્યું હોય.

આ બંને ભજનોના કવિ હતા ગોપાલસિંહ નેપાલી. ફિલ્મ પ્રવેશ પહેલા જ તેઓ હિન્દી અને નેપાળી કવિતામાં ખાસી શોહરત હાંસલ કરી ચૂક્યા હતા. એમની આ પંક્તિઓ જુઓ :

બદનામ રહે બટમાર મગર,

ઘર તો રખવાલોં ને લૂટા

મેરી દુલ્હન સી રાતોં કો,

નૌ લાખ સિતારોં ને લૂટા..

નેપાલી સાહેબે 60 થી વધુ ફિલ્મોમાં 400 થી યે વધુ ગીતો લખ્યા. આમાંની મોટા ભાગની ફિલ્મો ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક હતી જેમાં ગઝલોના સમાવેશ માટે અવકાશ ઓછો હતો . એમણે ગીતો લખ્યા એવી કેટલીક ફિલ્મોના નામ તુલસીદાસ, નાગ પંચમી, અનોખા પ્યાર, ગજરે, વામન અવતાર, માયા બાઝાર, પવનપુત્ર હનુમાન, રાજ દરબાર, તિલોતમા, સુદર્શન ચક્ર વગેરે.

એમની ગઝલો શોધવી મુશ્કેલ હતી પણ ‘ જિન ખોજા તિન પાઈયાં ‘ અનુસાર બે ગઝલ મળી જ ગઈ.  પ્રસ્તુત છે :

રહ –  રહ કે તેરા ધ્યાન રૂલાતા હૈ – ક્યા કરું
હર સિમ્ત મુજકો તુ નઝર આતા હૈ – ક્યા કરું

તેરી સમજ મેં ભી નહીં આતા હે મેરા હાલ
મેરી ઝૂબાં પે ભી નહીં આતા હૈ –  ક્યા કરું

યે મુજકો ક્યા હુઆ હૈ મુજે ખુદ ખબર નહીં
હર વક્ત કોઈ યાદ હી આતા હૈ – ક્યા કરું

હૈરાં હું જબ ભી આંખ સે આંસુ ટપકતા હૈ
દિલ કી લગી કો ઔર બઢાતા હૈ – ક્યા કરું ..

 

– ફિલ્મ: ગજરે ૧૯૪૮

– સુરૈયા

– અનિલ વિશ્વાસ

વો પૂછતે રહે હમ હાલે દિલ સુના ના સકે
જો બાત દિલ મેં થી અફસોસ લબ પે લા ન સકે

મેરા શુમાર હૈ ઉન ઝખ્મિયોં મેં ઉલ્ફત કે
જો તીર ખાએ મગર ઝખ્મે દિલ દિખા ના સકે

અજબ ચિરાગ થા અરમાં કા આરઝૂ કા ચિરાગ
બુઝા તો ઐસે બૂઝા ફિર ઉસે જલા ન સકે..

 

–  ફિલ્મ:  આપબીતી ૧૯૪૮

– રાજકુમારી દુબે

– હરિ ભાઈ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.