નિરંજન મહેતા

૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’નુ આ અતિપ્રસિદ્ધ ગીત બહુ જ સુંદર રીતે જીવનની ફિલસુફી સમજાવે છે.

 

जीना यहाँ, मरना यहाँ
इसके सिवा जाना कहाँ
जीना यहाँ, मरना यहाँ
इसके सिवा जाना कहाँ

जी चाहे जब हमको आवाज़ दो
हम है वहीं, हम थे जहाँ
अपने यहीं दोनों जहाँ
इसके सिवा जाना कहाँ

ये मेरा गीत, जीवन संगीत कल भी कोई दोहराएगा
ये मेरा गीत, जीवन संगीत कल भी कोई दोहराएगा
जग को हँसाने बहरूपिया रूप बदल फिर आएगा

स्वर्ग यहीं, नर्क यहाँ
इसके सिवा जाना कहाँ

जी चाहे जब हमको आवाज़ दो
हम है वहीं, हम थे जहाँ
अपने यहीं दोनों जहाँ
इसके सिवा जाना कहाँ

कल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा
कल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा
भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा

https://youtu.be/VhfIebV8yQw

 

શૈલી શૈલેન્દ્રના શબ્દો છે જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે મુકેશનો.

એક કલાકારનુ જીવન ક્યા પ્રકારનું હોય છે તે અદાકાર રાજકપૂર આ ગીત દ્વારા જણાવે છે. ભલે તે કલાકારને લગતું હોય તો પણ તે આપણને સર્વેને પણ લાગુ પડે છે.

જેમ એક કલાકાર પોતાની જે કોઈ કારકિર્દી અપનાવે છે તેને અંત સુધી વળગી રહે છે તે જ રીતે આપણે પણ આપણા જીવનધ્યેયને વળગી રહેવું જોઈએ. કારણ આપણી પાસે કદાચ અન્ય કોઈ રાહ ન પણ હોય.

ગીતમાં આગળ જણાવ્યું છે કે તમે મને યાદ કરશો તો હું અહી જ છું. ભલે હું કાલે નહિ હોઉં તો પણ અન્ય કોઈ મારૂં સ્થાન લઇ લેશે. મારા ગીત સંગીતને તે અપનાવશે અને જુદા જ રૂપમાં જગતને હસાવવા માટે આવી જશે.

હું ભલે હયાત ન હોઉં અને કદાચ તમે મને ભૂલી જશો પણ હું તો સદાય તમારો છું અને તમારો રહીશ. આ જ વિધાન આપણને પણ નથી લાગુ પડતું?

કહેવાનો ભાવાર્થ એ જ કે સારા કર્મો કરશો તો લોકો તમને તમારી હયાતી બાદ પણ યાદ કરશે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com