ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
વીતેલા જમાનાના પંડિત કહેવાતા અનેક ગીતકારોમાંના એક હતા પંડિત ઈન્દ્ર. આખું નામ પંડિત ઇન્દ્ર ચંદ્ર દધિચ. ( એમને યાદ કરતા યાદ આવે ૧૯૩૨ ની ફિલ્મ ‘ ઇન્દ્ર સભા ‘ જેમાં ૭૨ ગીતો હતા ! જો કે એમાં પંડિત ઈન્દ્ર ક્યાંય નહોતા. હા, એમણે એ જ અરસામાં ફિલ્મ પ્રવેશ કર્યો ખરો ! )
૧૯૩૩ થી ૧૯૬૮ સુધી પંડિતજીએ ૧૨૮ ફિલ્મોમાં ૯૦૦ થી વધુ ગીતો લખ્યા. અમારી પેઢીના લોકોએ જ્યારે એમની ૧૯૬૦ ની ફિલ્મ ‘જમીન કે તારે ‘નું ગીત ‘ઓ મેરે પ્યારો ઝમીં કે તારો‘ સાંભળ્યું ત્યારે એમની કારકિર્દી લગભગ અસ્ત થઈ ચૂકી હતી.
કહેવાય છે, મુંબઈના અંધેરી વિસ્તારમાં ક્યાંક એમના નામનો કવિવર પંડિત ઈન્દ્ર માર્ગ પણ છે. બહરહાલ, એમની બે ખૂબસૂરત ફિલ્મી ગઝલો જોઈએ :
માના કે તુમ હસીન હો અહલે – શબાબ હો
ઇસકા તો કુછ જવાબ દો ક્યું લાજવાબ હો
તુમ મેરે વર્ક – એ – ઝિંદગી કે પહેલે હર્ફ હો
કિસ્મત લિખી હૈ જિસમેં તુમ્હી વો કિતાબ હો
પરવા નહીં ઝમાના કહે તુમકો સંગદિલ
મેરી નઝર મેં જાને – જહાં આફતાબ હો
બનકે ગઝલ કે શેર તુમ આઓ ખયાલ મેં
મૈં હું ખૈયામ ઓર મેરી તુમ શરાબ હો..
– ફિલ્મ : મૂર્તિ ૧૯૪૫
– મુકેશ
– બુલો સી રાની
( મુકેશ હજી ત્યારે કુંદનલાલ સાયગલની છાયામાં હતા. સાંભળી જુઓ ! )
જિસને જલાયા આશિયાં ઉસકો સલામ હો
જિસને ગિરાઈ બિજલીયાં ઉસકો સલામ હો
દર્દ બન કે આયે ક્યોં આહ બનકે જાએ ક્યોં
જો લે રહા હૈ ઇમતેહાં ઉસકો સલામ હો
બિછડા હૈ મુજસે બાગબાં અબ વો કહાં મૈં
કહાં લાયા બહાર મે ખિઝાં ઉસકો સલામ હો
બખ્શી હમેં બરબાદીયાં દે ગયે નામુરાદિયાં
જિસને મિટા દિયા નિશાં ઉસકો સલામ હો..
– ફિલ્મ : છીન લે આઝાદી – ૧૯૪૭
– શમશાદ બેગમ
– હંસરાજ બહલ
