ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે એ નિર્વિવાદ જ છે.એટલું જ નહિ પણ આ ભવ્ય સંસ્કૃતિ પાસે ઉત્તમ માનવજીવનમાટેની બધી શ્રેષ્ઠ ચાવીઓ પણ છે.જીવન વ્યવહાર માટેના, મન અને શરીર સ્વસ્થ રાખવાના,પુરુષ માંથી પુરષોત્તમ -શ્રેષ્ઠ માનવ બનવાના અનેકવિધ વિચારો અને પ્રયોગો આપણા શાસ્ત્રો પાસે છે.

વિજ્ઞાનની સિદ્ધિઓની પણ એવી જ વાત હોય તે સમજી-સ્વીકારવી જ જોઈએ. Science  શબ્દ મૂળ લેટિન શબ્દ  Scirntia    શબ્દ પરથી બન્યો છે..જેનો અર્થ ફક્ત ‘જ્ઞાન’ જ થાય છે. સંસ્કૃત સિવાયની અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં આ શબ્દને આપણે ‘વિજ્ઞાન’ના અર્થમાં લઈને આપણે જ  મૂળ ‘વિજ્ઞાન ‘ શબ્દનો અર્થસંકોચ કરી નાખ્યો છે.સરળભાષામાં વિશેષ જ્ઞાન એટલે વિજ્ઞાન છે.તો તેને થોડા ઘણા નક્કી કરેલાં વિભાગોમાં જ બાંધી દેવાનો શો અર્થ ?  એટલું જ નહિ પણ દરેક વિભાગમાં પણ જ્ઞાન માહિતી  ખુબ જ મર્યાદિત.કમનસીબ ગણો કે જે ગણો તે આપણે એ અર્થ સ્વીકારી લીધો અને ચલાવ્યે રાખ્યો.વિશેષ કમનસીબી પણ એ કે વિજ્ઞાનના જે કેટલાક  વિભાગો પાડીને તેમાં વર્તમાન વિજ્ઞાનીઓ ( મોટા ભાગના વિદેશી ) એ કરેલાં સંશોધનો પણ સ્વીકારી લીધાં. આપણા બચી ગયેલાં પ્રાચીનતમ શાસ્ત્રો-ગ્રંથોને ફંફોસવાની તસ્દી પણ સાવ  નહિવત લેવાઈ.

હકીકતમાંતો પ્રાચીન ભારત પાસે તો વિશેષ જ્ઞાન -વિજ્ઞાનનો ભંડાર હતો અને છે.અગ્ન્યાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર એ કલ્પના નહિ પણ હકીકત હતી.અયોધ્યા જવા શ્રીરામે ઉપયોગમાં લીધેલ ‘પુષ્કર ‘ વિમાન પણ સાચું જ હતું.  થોડું ખખોળાય તો વિપુલ ખજાનો અને નવી દૃષ્ટિ ચોક્કસ મળે તેમ છે જ. અલબત્ત તેની ગહન અને ગુઢાર્થ ભાષા ઉકેલી ને સિદ્ધાંત તારવવો પડે સ્વામી દયાનંદ સરસ્વતીએ આ વિષય પર વૈદિક ભાષ્યો અને ઋગ્વેદાદિ ભાષ્ય ભુમિકામાં (૧૮૭૬) મંત્રોનું વિવરણ કર્યું છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાના (Indian Institute of Science –IISc) વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવ્યાં છે કે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સૂચિત કરાયેલી વિમાનની ક્રિયાવિધિ વ્યવહાર્ય છે. સ્વામી દયાનંદસરસ્વતીના મૃત્યુના ૨૦ વર્ષ બાદ પહેલું વિમાન બનાવવામાં આવ્યું.

વિખ્યાત વિજ્ઞાની આલબર્ટ આઈન્સ્ટાઈનએ સાપેક્ષવાદની થિયરી રજુ કરી ત્યારે વિશ્વના અન્ય અનેક વિજ્ઞાનીઓ એ વિષે પોતાના વિરોધી અને સમર્થનના મત રજુ કરેલા. At this critical juncture, they discovered that their notion, that the world we see is not reality itself but a projection onto our consciousness, wasn’t completely new. In the ancient Indian texts known as the Upanishads, they found echoes of their theories, and a philosophical foundation to ensure they would no longer be cast adrift by the implications of quantum mechanics.  પણ સહુનું એક તારણતો ચોક્કસ હતું જ કે આ સિદ્ધાંતનો મૂળ સ્ત્રોત તો ઉપનિષદમાં જ છે.

પ્રસિદ્ધ વિજ્ઞાની વિનીતરાય તો કહે છે,’ઉપનિષદો આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનું મિશ્રણ છે તેમને વિજ્ઞાનના મૂળભૂત ગ્રંથો(  Fundamental Science ) માં સમાવવા જોઈએ.’ કુરુક્ષેત્રમાં એક શિક્ષણ સંસ્થાના સંસ્કૃત વિભાગ  દ્વારા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમાં પો.વિજય રાનીએ પોતાના વક્તવ્યમાં વેદ, ઉપનિષદને વિજ્ઞાનના વિશાળ ભંડાર તરીકે દર્શાવીને,જણાવ્યું હતું કે, ’મહર્ષિ ભારદ્વાજ રચિત વિમાનશાસ્ત્ર ,નાગાર્જુન રસાયણશાસ્ત્ર,આર્યભટ્ટ ,ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત રચિત ગણિત ભૌતિકી વગેરે તેના પ્રમાણ છે.’

છાંદોગ્ય ઉપનિષદમાં विज्ञानं वाव ध्यानाद्भूयः ‘ વિજ્ઞાનને ધ્યાનથી શ્રેષ્ઠ ‘  બતાવીને સનતકુમારો  નારદજીને જણાવે છે કે તમામ વેદ ,શાત્ર ,વિદ્યા,વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે વિજ્ઞાનની ઉપાસના કરો. च विज्ञानेनैव विजानाति विज्ञानमुपास्स्वेति ॥  તૈત્તરીય ઉપનિષદ પણ તમામ કર્મ અને કાર્ય માટે વિજ્ઞાનને જ પ્રાધાન્ય આપે છે. विज्ञानं यज्ञं तनुते। कर्माणि तनुतेऽपि च ।विज्ञानं देवाः सर्वे । એ જ ઉપનિષદની ભૃગુવલ્લીમાં તો પ્રાણીમાત્રના જીવનનું કારણ પણ વિજ્ઞાન જ છે એમ કહે છે.विज्ञानं ब्रह्मेति व्यजानात् । विज्ञानाद्ध्येव खल्विमानिभूतानि जायन्ते । विज्ञानेन जातानि जीवन्ति ।विज्ञानं प्रयन्त्यभिसंविशन्तीति ।

બૃહદારણ્યક ઉપનિષદ કહે છે,માણસની અંદર રહેલાં ચેતના તત્ત્વને વિજ્ઞાન સાથે સીધું જોડાણ છે.’यो विज्ञाने तिष्ठन्विज्ञानादन्तरो यꣳविज्ञानंनवेदयस्य विज्ञानꣳशरीरंयो विज्ञानमन्तरो यमयत्येष तआत्माऽन्तर्याम्यमृतः ॥ મુદ્દગલોપનિષદમાં તો પૂર્ણ પુરુષ બનવા માટેની ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે થોડા જ મંત્રોમાં ઘણી સમજ આપી છે.तद्ब्रह्म तापत्रयातीतं षट्कोशविनिर्मुक्तं षडूर्मिवर्जितंपञ्चकोशातीतं षड्भावविकारशून्यमेवमादि-सर्वविलक्षणं भवति ।

ઉપનિષદોમાં અનેક સ્થળે અદભુત વિજ્ઞાન અભિવ્યક્ત છે ખગોળ વિજ્ઞાન,.યોગવિજ્ઞાન ,શરીર વિજ્ઞાન ,પદાર્થ વિજ્ઞાન ,રસાયણ વિજ્ઞાન,મનોવિજ્ઞાન ,જીવ વિજ્ઞાન વગેરેનો ચોક્કસ ઉલ્લેખ છે.અલબત્ત તેના મંત્રો ખુબ પ્રાચીન હોઈ તેનું અર્થઘટન કરવાની ક્ષમતા પણ પડકાર રૂપ છે.છતાં યથાર્થ પ્રયત્નો પણ થતા રહે એ અવશ્ય આવશ્યક છે જ. પ્રત્યેક ઉપનિષદનો પ્રત્યેક મંત્ર વિજ્ઞાન જ છે. પ્રમાણભૂતતાને દર્શાવવા કેટલાંક ઉદાહરણ લઈને થોડો અછડતો પ્રયાસ કરી લઈએ.

        ખગોળ વિજ્ઞાન–વેદ ઉપનિષદે જેની પ્રત્યક્ષ દૃષ્ટિ અનુભૂતિ થાય છે,જે જીવન ચલાવે છે.;તેને -સૂર્ય,આકાશ ,પૃથ્વી ,જળ,વાયુને જ સર્જક-દેવ માન્યા છે. અને તેની જ ઉપાસના કરવાનું કહ્યું છે સૂર્ય તો સમગ્ર બ્રહ્માંડનું ચક્ષુ છે એમ કહીને આગળ જણાવે છે કે સૂર્ય,ચંદ્ર ,તારા ,અગ્નિ અને વિદ્યુતથી જગત પ્રકાશિત છે. એ ન હોય તો કશું જ નથી. न तत्र सूर्यो भाति न चन्द्रतारकं  नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।तमेव भान्तमनुभाति सर्वं

तस्य भासा सर्वमिदं विभाति ॥. સૂર્યોપાસના તો પ્રત્યક્ષ દેવ ગણી ને જ થતી. ઊંડાણ એટલું કે સૂર્યના પ્રત્યેક કિરણની અસરો પણ અલગ રીતે વર્ણવવામાં આવી છે અને એનું સીધું શરીરના તંત્રો સાથે જોડાણ છે. જેમ કે,’હવે આદિત્યના દક્ષિણ દિશાના જે કિરણો છે દક્ષિણની નાડીયો છે.’अथ येऽस्य दक्षिणा रश्मयस्ता एवास्य दक्षिणामधुनाड्यो यजूꣳष्येवमधुकृतोयजुर्वेदएवपुष्पंता अमृत आपः॥

સૃષ્ટિની ઉત્પત્તિ વિષે વર્તમાન વિજ્ઞાન જે સંશોધન કે કલ્પના દોડાવે પણ હજારો વર્ષ પહેલાં જે લખાયું છે તે ઐતરેય ઉપનિષદ કહે છે,  ॐ आत्मा वा इदमेक एवाग्र आसीन्नान्यत्किंचन मिषत् । स ईक्षतलोकान्नु सृजा इति ॥ ‘સૃષ્ટિના પ્રારંભમાં એક માત્ર પરમાત્મા જ હતા. એમણે વિચાર્યું કે ‘હું લોકોનું સર્જન કરું’ અને પછીના મંત્રો અનુસાર તેમને ત્રણ લોક ઉત્પન્ન  કર્યા.અને વિરાટપુરુષને મૂર્ત સ્વરૂપ આપ્યું.અને પછી આદિત્ય ,અગ્નિ વનસ્પતિ વગેરેનું સર્જન થયું. સુષ્ટિક્રમ સમજાવતાં પ્રાણીમાત્રના પ્રકાર પણ ઉપનિષદ જણાવે છે. અંડજ,જરાયુજ અને ઉદ્ભિજ भवन्त्याण्डजं जीवजमुद्भिज्जमिति ॥

અવકાશનું મૂલ્ય બતાવતાં ઉપનિષદ કહે છે, आकाशो वाव तेजसो તેજથી શ્રેષ્ઠ આકાશ જ આપણી બધી ક્રિયાનું નિમિત્ત છે. હજારો વર્ષ પહેલાં જ મુહૂર્ત, માસ, અર્ધમાસ ,ઋતુઓ,સંવત્સર વગેરેનું ચોક્કસ ગણિત પણ છે જ. निमेषा मुहूर्ता अहोरात्राण्यर्धमासा मासा ऋतवः संवत्सरा इतिविधृतास्तिष्ठन्त्येतस्य वा अक्षरस्य प्रशासने|

          જીવ વિજ્ઞાન- આરોગ્ય વિજ્ઞાનજીવની ઉત્પત્તિથી માંડીને જીવન,,દીર્ઘાયુ ,ને પછી પુનર્જન્મનો સમગ્ર ક્રમ ઉપનિષદમાં છે. જીવ શરીરમાં સહુ પ્રથમ ક્યાં પ્રવેશે અને પછી તેની ગતિશીલતાનું વર્ણન પણ ઉપનિષદ પાસે છે .ॐ पुरुषे ह वा अयमादितो गर्भो भवति यदेतद्रेतः।तदेतत्सर्वेभ्योऽङ्गेभ्यस्तेजः संभूतमात्मन्येवऽऽत्मानं बिभर्तितद्यदा स्त्रियां सिञ्चत्यथैनज्जनयति तदस्य प्रथमं जन्म ॥

સ્વાનુભવ કરતાં ઋષિ વામદેવે, સંપૂર્ણ જનીન વિજ્ઞાન વિસ્તૃત રીતે સમજાવ્યું છે..गर्भ एवैतच्छयानो वामदेव एवमुवाच ॥ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એ વિષે વૈજ્ઞાનિક રીતે વિસ્તૃત સમજણ આપી છે. आदधामीति गर्भिण्येवभवति ॥ એટલું જ નહિ, પણ કેવા પ્રકારના પુત્ર કે પુત્રીની અપેક્ષા છે તે અનુસારની વિધિનો પણ અહીં ઉલ્લેખ છે.अथ य इच्छेद् दुहिता मे पण्डिता जायेत सर्वमायुरियादिति तिलौदनंपाचयित्वासर्पिष्मन्तमश्नीयातामीश्वरौ जनयितवै ॥

મનુષ્યનું સર્જન કર્યું એટલે તેના પોષણની જવાબદારી પરમાત્મા પર જ હોય ને ? सोऽपोऽभ्यतपत्ताभ्योऽभितप्ताभ्यो मूर्तिरजायत ।या वै सा मूर्तिरजायतान्नं वै तत् ॥ ‘ પછી પરમાત્માએ એ અપ પ્રવાહને તપાવ્યો એ તપાવેલાથી જે મૂર્ત સ્વરૂપ બન્યું તે અન્ન છે.’

ઉપનિષદના કેટલાક મંત્ર તો જીવવિજ્ઞાનની શાખાને સંશોધન માટે પડકાર ફેકે તેવા છે.વિભિન્ન ઇન્દ્રિયોમાં રહેલા પ્રાણનો વચ્ચે, પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા પરસ્પર વિવાદ થયો.સાથે મળી પ્રજાપતિને સવાલ કર્યો.પ્રજાપતિએ સરળ ઉત્તર બતાવ્યો,’ તમારામાંથી, જે તત્ત્વ નીકળી ગયા બાદ શરીર અત્યંત પાપિષ્ઠ ( જીવિત છતાં પણ પ્રાણહીન ) જણાય તે તત્ત્વ શ્રેષ્ઠ.’ते ह प्राणाः प्रजापतिं पितरमेत्योचुर्भगवन्को नःश्रेष्ठ इति तान्होवाच यस्मिन्व उत्क्रान्ते शरीरंपापिष्ठतरमिव दृश्येत स वः श्रेष्ठ इति ॥  વિશેષ વાત એ છે કે પછીના મંત્રોમાં દરેક ઇન્દ્રિય વારાફરતી શરીરની બહાર પ્રસ્થાન કરીં આવીને પોતાનો અનુભવ વર્ણવે છે!

વનસ્પતિની સજીવતા તો એ વખતે જ પ્રતિપાદિત હતી જ.સત્યકામ જાબાલા પ્રાણોપાસનાનું મહત્ત્વ બતાવતાં પોતાના શિષ્ય ગોશ્રુતિને કહે છે,  तद्धैतत्सत्यकामो जाबालो गोश्रुतये वैयाघ्रपद्यायोक्त्वोवाचयद्यप्येनच्छुष्काय स्थाणवे ब्रूयाज्जायेरन्नेवास्मिञ्छाखाःप्ररोहेयुः पलाशानीति ॥,’ કોઈ આ પ્રાણોપાસનાને સુકાયેલાં ઠૂંઠાંને પણ કહે  તો એમાં પણ શાખાઓ ઉત્પન્ન થઇ જશે.અનેપર્ણ ફૂટી નીકળશે.’

અન્ન પાચન અને તેની ફલશ્રુતિવર્ણવતાં ઉપનિષદ જણાવે છે કે,’જે અન્ન ભોજનના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે તે ત્રણ ભાગમાં વહેંચાય છે .જે મનની પુષ્ટિ ,,શરીર વૃદ્ધિ  અને છેવટે બાકી રહે તે ઉત્સર્ગ વહન કરે.’ अन्नमशितं त्रेधा विधीयते तस्य यः स्थविष्ठोधातुस्तत्पुरीषं भवति यो मध्यमस्तन्माꣳसंयोऽणिष्ठस्तन्मनः॥ એ જ રીતે જળ વિભાજન પણ બતાવ્યું છે.સૂક્ષ્મ તે પ્રાણ,મધ્ય તે રક્ત અને બાકી મૂત્ર સ્વરૂપે થાય.  मध्यमस्तल्लोहितं योऽणिष्ठःस प्राणः॥

બ્રહ્મચર્યનું મહત્ત્વ બતાવતાં ઉપનિષદએટલે સુધી કહે છે કે, ‘ બ્રહ્મચર્યથી બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકાય .तद्य एवैतं ब्रह्मलोकं ब्रह्मचर्येणानुविन्दन्ति |

જયારે સૂર્ય,ચંદ્ર ,અગ્નિ અને વાણી પણ શાંત થઇ જાય ત્યારે પુરુષ જે આત્મજ્યોતિથી સંપન્ન છે તેને ઉપનિષદ વિજ્ઞાનમય જ્યોતિ તરીકે ઓળખે છે કારણકે એ જ ચૈતન્ય રૂપ છે. योऽयं विज्ञानमयः प्राणेषु हृद्यन्तर्ज्योतिःविज्ञानमयः प्राणेषु हृद्यन्तर्ज्योतिः पुरुषः બૃહદારણ્યક ઉપનિષદમાં અમરત્વ મેળવવાનો યાજ્ઞવલ્કય અને મૈત્રેયી વચ્ચેનો ગૂઢાર્થયુક્ત સંવાદ પણ ખુબ રસપ્રદ છે.

યજ્ઞનો વિશેષ અર્થ બતાવીને માનવજીવનના ચોક્કસ વર્ષો અનુસાર યોગ્ય જીવન શૈલી અને યાજ્ઞિય કાર્યોથી 116 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરવાનું ઉપનિષદ સૂચવે છે . एतद्ध स्म वै तद्विद्वानाह महिदास ऐतरेयःस किं म एतदुपतपसि योऽहमनेन न प्रेष्यामीतिस ह षोडशं वर्षशतमजीवत्प्र ह षोडशंवर्षशतं जीवति य एवं वेद  ॥ ઉપનિષદ સ્પષ્ટ રીતે જણાવે છે કે આયુષ્ય પૂર્ણ કરીને -પોતાના કર્તવ્યો પૂર્ણ કરીને મનુષ્ય આ લોકમાંથી પ્રસ્થાન કરે છે ત્યારબાદ તેનો પુનર્જન્મ થાય છે. सोऽस्यायमात्मा पुण्येभ्यः कर्मभ्यः प्रतिधीयते । अथास्यायामितर आत्माकृतकृत्यो वयोगतः प्रैति ।स इतः प्रयन्नेव पुनर्जायते तदस्य तृतीयं जन्म ॥

        યોગ વિજ્ઞાન -આપણા સહુમાં યોગની સાદી અને સરળ સમાજ છે કે પ્રાણાયામ ,થોડાં આસાન અને કેટલીક વિશેષ પ્રક્રિયાએટલે યોગ.પણ ઉપનિષદ યોગની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે. प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।तर्कश्चैव समाधिश्च षडङ्गो योग उच्यते ॥ ‘પ્રત્યાહાર,ધ્યાન,પ્રાણાયામ,ધારણા,તર્ક તથા સમાધિ આ છ અંગોથી યુક્ત સાધનાને યોગ કહેવામાં આવે છે.’આગળના મંત્રોમાં તો દરેક પ્રક્રિયાને નિયમપાલન અને તેનાથી થતા સીધા લાભની વિગતો પણ વ્યક્ત છે.

         મનોવિજ્ઞાન -વર્તમાન સમયમાં તાણ,વ્યથા વગેરેનો અનુભવ કરતો માણસ, જો ઉપનિષદની સમજણને  સમજે તો અડધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય.શરીરરૂપી રથમાં, ઇન્દ્રિય રૂપી અશ્વ છે  .इन्द्रियाणि हयानाहुर्विषयाँ स्तेषु गोचरान् ।आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥  ઘોડો અંકુશથી ચાલે તો ચોક્કસ નિર્દિષ્ઠ સ્થાને પહોંચાડે ને નહીંતર જેવું તમારું નસીબ! આગળના મંત્રોમાં વિવેક અને સમજણપૂર્વકના નિર્ણયોકરવાથી શ્રેષ્ઠ શાંતિપૂર્ણ અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકાય. તે બતાવ્યું છે.

          ભૌતિકરસાયણવિજ્ઞાન – અમૃતનાદ ઉપનિષદના પ્રારંભમાં જ ૐ કારના રથ પર આરૂઢ થઈને વિષ્ણુને સારથી બનાવી પરમપદ સુધી પહોંચવાની વાત પ્રગટ થઇ છે ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् ।…….. रुद्राराधनतत्परः ॥ એનો અર્થ કે ઘ્વનિતરંગો અનેગતિશક્તિની પુરી સમજ એ સમયે હતી.જ. અને પછી એક તબક્કે રથ છોડીને જાતે સ્વપ્રયાણतावद्रथेन गन्तव्यं……… रथमुत्सृज्य गच्छति ॥ વિષે લખીને વિજ્ઞાનનો ચોક્કસ સિદ્ધાંત બતાવે છે.

કઠોપનિષદમાં યમરાજાએ નચિકેતાને આપેલી અગ્નિવિદ્યા એ સ્વર્ગ પ્રદાયિની છે એમ ઉપનિષદ જણાવે છેप्र ते ब्रवीमि तदु मे निबोधस्वर्ग्यमग्निं नचिकेतः प्रजानन् ।अनन्तलोकाप्तिमथो प्रतिष्ठांविद्धि त्वमेतं निहितं गुहायाम् ॥ બે ચાર મિનિટ વીજળી ડૂલ થાય કે પેટ્રોલ પંમ્પની એક દિવસ હડતાળ હોય તો આપણી હાલત શું થાય તેનો વિચાર કરી જુઓ.ઉર્જા વગરના ભૌતિક જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.ધાતુ -ખનીજ હોવાં અને તે પરની પ્રક્રિયાનો ઉલ્લેખ પણ ઉપનિષદ બતાવે છે.तद्यथा लवणेन सुवर्णꣳसंदध्यात्सुवर्णेन रजतꣳ

रजतेन त्रपु त्रपुणा सीसꣳसीसेनलोहंलोहेनदारुदारु चर्मणा ॥ ‘ જેમ ક્ષારથી સોનાને ,સોનાને ચાંદીથી ,ચાંદીથી રાગાને જોડવા આવે ,રાગાથી સીસાને સીસાથી લોખંડને ,લોંખડથી લાકડાંને અને ચામડાથી લાકડાને જોડવામાં આવે છે.’પ્રકાશ અને રંગોની અસર વિષે ઉપનિષદે અનેક જગ્યાએ વર્ણન કર્યું છે.દા ત.यदग्ने रोहितꣳरूपंतेजसस्तद्रूपं|

પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી, નિએલ બોહરે એક વખત કહ્યું હતું કે, “અમે અસ્તિત્વના મહાન નાટકમાં દર્શકો અને કલાકારો બન્ને છે. તેથી “માનવ શક્યતાઓ વિજ્ઞાન” તરીકે ઓળખવામાં આવે છે તે વિકસાવવાનું મહત્વ,મનુષ્યના રહસ્યને ગૂંચ કાઢવાના પ્રયાસરૂપે ઉપનિષદોમાં ભારતની શોધ અને શોધી કાઢવામાં આવતું એવું વિજ્ઞાન હતું.

           સામાજિક વિજ્ઞાનઆજે જયારે સામાજિક વિસંવાદો વધતા જાય છે, પારિવારિક,ગુરુ શિષ્ય સંબંધ ,સ્વાર્થ પરાયણતા જેવા પરિબળો સમાજમાં ફુલતાં ફાલતા જાય છે ત્યારે પ્રત્યેક ઉપનિષદના શાંતિપાઠમાં  જ તેના ઉત્તમ ઉકેલો છે .’ અતિથિ દેવો ભવઃ ‘ની ઉચ્ચ ભાવના દર્શાવતાં ઉપનિષદે અતિથિનો અનાદર કરનાર ને મંદબુદ્ધિ કહ્યો છે..आशाप्रतीक्षे संगतँ सूनृताचेष्टापूर्ते पुत्रपशूँश्च सर्वान् ।एतद्वृङ्क्ते पुरुषस्याल्पमेधसोयस्यानश्नन्वसति ब्राह्मणो गृहे ॥ તો  ઈશાવાસ્ય ઉપનિષદમાં तेन त्यक्तेन भुञ्जीथा -ત્યાગીને ભોગવવાનો વિશેષ સંદેશ કેટલો મહાન છે ને કેટલી બધી સમસ્યાઓનો ઉકેલ એમાં છે!

પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થા તેની સામાજિક જવાબદારીઓ અનુસાર હતી. વર્ણ વ્યવસ્થા કાર્ય અનુસાર કેવી રીતે સ્થાપિત થઇ તે  બૃહદારણ્યક  ઉપનિષદબતાવે છે.तदेतद्ब्रह्म क्षत्रं विट् शूद्रस्तदग्निनैव देवेषु ब्रह्माभवद्ब्राह्मणो मनुष्येषु क्षत्रियेण क्षत्रियो वैश्येन वैश्यः शूद्रेणशूद्रस्तस्मादग्नावेव देवेषु लोकमिच्छन्ते ब्राह्मणे मनुष्येष्वेताभ्याꣳहि रूपाभ्यां ब्रह्माभवदथ यो ह वा अस्माल्लोकात्स्वंलोकमदृष्ट्वा प्रैति स एनमविदितो न भुनक्ति यथा वेदोवाऽननूक्तोऽन्यद्वा कर्माकृतम् ।સમાજમાં વૈદિક  વિચાર પ્રસાર કરે તે બ્રાહ્મણ ,રક્ષા કરે તે ક્ષત્રિય ,સમાજની આવશ્યકતા પુરી પાડે તે વૈશ્ય અને પરિચાયક વ્યવસ્થા સાંભળે તે શુદ્ર .

           ભાષા વિજ્ઞાન:વેદગાન પર ભાષા,અર્થ સમજનું અગાધ વૈજ્ઞાનિક જ્ઞાન કદાચ ભારતમાં જ હશે.ઉચ્ચારણમાં આરોહ ,અવરોહ, વિસર્ગ વિવિધ અનુસ્વાર વગેરે અનેક સૂક્ષ્મ પ્રયુક્તિઓથી ચોક્કસ અને અર્થસભર અભિવ્યક્તિ તો માત્ર અને માત્ર સંસ્કૃતમાંજ થાય.જયારે વિશેષ ઉચ્ચારણની વાત હોય ત્યારે નિયમ પાલન અનિવાર્ય બની જાય.सर्वे स्वरा घोषवन्तो बलवन्तो वक्तव्या इन्द्रे बलंददानीति सर्व ऊष्माणोऽग्रस्ता अनिरस्ता विवृतावक्तव्याः  प्रजापतेरात्मानं परिददानीति सर्वे स्पर्शालेशेनानभिनिहिता वक्तव्या मृत्योरात्मानंपरिहराणीति  ॥ ‘ બધા જ સ્વરો ઘોષપૂર્વક અને બળપૂર્વક ઉચ્ચારવા જોઈએ. એનું  ઉચ્ચારણ કરતી વખત કહો ,’અમો ઈંદ્રદેવમાં પરાક્રમની સ્થાપના કરીએ છીએ.’

વાક્શક્તિને વિજ્ઞાન બતાવીને ઉપનિષદ જણાવે છે કે विज्ञातं विजिज्ञास्यमविज्ञातमेत एव यत्किञ्च विज्ञातंवाचस्तद्रूपं वाग्घि विज्ञाता वागेनं तद्भूत्वाऽवति ॥ ‘વાણી જ જ્ઞાન સ્વરૂપ થઇ જ્ઞાતાની રક્ષા કરે છે.કઠિનમાં કઠિન સિદ્ધાંત સમજાવવા માટે પ્રયોજાયેલાં ઉદાહરણો અને દૃષ્ટાંતોનો ઉપનિષદમાં ભંડાર જ છે. એવું જ અલંકારોનું છે.પૂર્ણ યોગ્યતા સાથે થયેલ  સામગાન પરમપદની પ્રાપ્તિ કરાવે છે.

           અગમ વિજ્ઞાન – વર્તમાન સમયમાં કદાચ જેનું નહિવત વૈજ્ઞાનિક સંશોધન છે તે અગમ વિજ્ઞાન આપણી પ્રાચીનવિદ્યાનો ભાગ હતો.પ્રાણીની ભાષા  સમજવીએ પણ વિજ્ઞાનનો જ ભાગ છે.છાંદોગ્ય ઉપનિષદના એક બે પ્રસંગો વિશેષ ધ્યાન દોરે છે  રાજા જનશ્રુતિ, બે હંસો વચ્ચેનો સંવાદ સાંભળે છે. तदु ह जानश्रुतिः पौत्रायण उपशुश्रावस ह संजिहान एव क्षत्तारमुवाचाङ्गारे ह सयुग्वानमिवरैक्वमात्थेति यो नु कथꣳसयुग्वारैक्वइति॥ અને રૈક્વની ભાળ મેળવવા મથે છે. .અને એ રૈક્વની સંવર્ગ વિદ્યા-બીજાની સિદ્ધિનું ફળ પોતે પ્રાપ્ત કરી લેવાની  પણ અદભુત છે..રાજાને સંવર્ગ વિદ્યા સમજાવી. જાબાલા પુત્ર સત્યકામને ચતુષ્પાદ વિદ્યા પણ વૃષભ ,અગ્નિ,હંસ

અને જળ પક્ષીએ આપી છે આલોક અને પરલોકની વચ્ચે રહેલા સ્વપ્નલોકનું અલગ જ વિજ્ઞાન છે અને તે બૃહદારણ્યકમાં અનેક મંત્રોમાં વર્ણવેલ છે. तस्य वा एतस्य पुरुषस्य द्वे एव स्थाने भवत इदं च परलोकस्थानं

च सन्ध्यं तृतीयꣳस्वप्नस्थानं!

         તમામ ઉપનિષદ શ્રેષ્ઠત્તમ માનવજીવન તરફ લઇ જવાનું દિશા દર્શન કરે છે એટલે પ્રત્યેક મંત્ર વિજ્ઞાન તરફ જ  દોરી જાય છે  છતાં શ્રદ્ધા અને સંશોધનની દિશામાં આંગળી ચીંધવાનો ખુબ નાનો પ્રયાસ અહીં કર્યો છે. અને સાથે સાથે આવતીકાલની પેઢીને એક પડકાર કરવાનું મન થાય કે પંડની પેટીમાં પડેલા પારસમણિને ખોળવા મનબુદ્ધિને કામે લગાડીને માતા ભારતીનો મુગટ વિશેષ રત્નજડિત બનાવે.


શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com