ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સોથી વધુ ફિલ્મોમાં ચાર સોથી વધુ ગીતો લખનાર ફારૂક કૈસરની યાદ નવી પેઢીને આપવી હોય તો એમ કહેવાય કે મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ ડિસ્કો ડાંસર ‘ નું ધૂમ ચાલેલું ગીત ‘ ઔવા ઔવા કોઈ યહાં ઓહો નાચે નાચે ‘ એમણે લખેલું ! કેવી વિડંબના ?
ફારૂક કૈસરની કારકિર્દી શરુ થઈ છેક ૧૯૫૦ થી પણ એમને ખ્યાતિ મળી ફિલ્મ અજી બસ શુક્રિયાના ગીત ‘ સારી સારી રાત
તેરી યાદ સતાએ ‘ થી. એ પછી પણ ‘ દિલ લૂટને વાલે જાદૂગર ‘ ( મદારી ), ‘ સાઝે દિલ છેડ દે ક્યા હંસી રાત હૈ ‘ ( પાસપોર્ટ ), ‘ તુમ કો પિયા દિલ દિયા કિતને નાઝ સે અને ચમન કે ફૂલ ભી તુજકો ગુલાબ કહતે હૈં ‘ ( શિકારી ) , ‘ હંસતા હુઆ નૂરાની ચેહરા ‘ (પારસમણિ), ‘ બાત જરા હૈ આપસ કી ‘ ( જહાં પ્યાર મિલે) , ‘ તુજ પે કુરબાન મેરી જાન ‘ (કુરબાની) અને ‘ નઝર મેં બિજલી અદા મેં શોલે ‘ ( પ્રિંસ ) ખાસ્સા લોકપ્રિય થયા. ૭૦ અને ૮૦ ના દાયકામાં મિથુન ચક્રવર્તી અને દિગ્દર્શક રાકેશ રોશનના એ માનીતા ગીતકાર હતા .
એમણે ગઝલો લખી પણ નહીંવત. જે હાથ લાગી તે દુર્લભ છે અને બહુ જ ઓછી સંભળાતી પણ. અહીં આપી છે એ પહેલી ગઝલ તો સુલોચના કદમ નામની ગાયિકાએ અદ્ભૂત ગાઈ છે ! પેશ છે :
વો આએ હૈં દિલ કો કરાર આ ગયા હૈ
મુહોબત સે દિલ પે નિખાર આ ગયા હૈ
હુએ પૂરે અરમાં ખિલી દિલ કી કલિયાં
મેરા આજ રશ્કે બહાર આ ગયા હૈ
ટપકને લગી હૈ અદાઓં સે મસ્તી
નિગાહોં મેં દિલ પે ખુમાર આ ગયા હૈ
મૈં અપની વફાઓં કે કુરબાન જાઉં
મેરા ચૈન મેરા કરાર આ ગયા હૈ ..
– ફિલ્મ : મલ્લિકા સલોમી ૧૯૫૩
– સુલોચના કદમ
– કૃષ્ણ દયાલ
( નવા ગીતોના શોખીનોને ‘ બહોત પ્યાર કરતે હૈં તુમકો સનમ ‘ યાદ ન આવે તો જ નવાઈ ! )
તુમ સે કરતે ન અગર પ્યાર તો અચ્છા હોતા
દિલ કો લગતા ન યે આઝાર તો અચ્છા હોતા
દિલ કી ઝિદ ને હમેં બદનામ ઝમાને મેં કિયા
પહલે હી માનતે ગર હાર તો અચ્છા હોતા
સુખ કી દો ચાર ઘડી હાએ બિતાતે હમ ભી
ગૈર બનતે ન જો દીવાર તો અચ્છા હોતા
મૌત સે પહલે હૈ અબ એક તમન્ના દિલ કી
દેખ લેતે તુમ્હેં એક બાર તો અચ્છા હોતા..
– ફિલ્મ : સખી લુટેરા ૧૯૫૫
– આશા ભોંસલે
– ઈકબાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
