ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
એવા સંગીતકારો બહુ ઓછા જે સંગીત ઉપરાંત ગીતલેખન પણ કરતાં હોય. સંગીતકાર રવિએ એકલદોકલ ગીત લખેલા, કેટલાક ગાયેલા પણ. મૂલત: ગીતકાર એવા પ્રેમ ધવને કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપેલું. આપણા ગુજરાતના અવિનાશ વ્યાસ ગુજરાતી ભાષાના ઉત્તમ ગીતકાર અને સંગીતકાર હતા. એમણે અનેક હિંદી ફિલ્મોમાં પણ સંગીત આપેલું.
રવીન્દ્ર જૈન એક અપવાદ હતા. જેટલા ગુણી સંગીતકાર એટલા જ ઉત્કૃષ્ટ કવિ પણ ! પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એમની આ બેવડી ક્ષમતા ( આમ તો ત્રેવડી, એ અચ્છા ગાયક પણ ખરા ! ) ચકિત કરનારી હતી. તારાચંદ બડજાત્યા ( રાજશ્રી પ્રોડક્શન ) ની અનેક ફિલ્મોમાં એમણે ઉત્તમ ગીત-સંગીત પીરસેલું. જોકે એમને સૌથી વધુ ખ્યાતિ મળી રાજકપૂરની ‘ રામ તેરી ગંગા મૈલી ‘ થી.
બહુધા જે ફિલ્મોમાં એમનું સંગીત હોય એમાં ગીતો પણ એ જ લખતા. એમની આ બેવડી ઉપલબ્ધિવાળી કેટલીક લોકપ્રિય ફિલ્મો એટલે સૌદાગર, ચોર મચાએ શોર, ગીત ગાતા ચલ, ચિત્તચોર, ફકીરા, તપસ્યા, અખિયોં કે ઝરોખે સે, સુનયના, નદિયા કે પાર, હિના વગેરે.
એમના લખેલા મોટા ભાગના ગીત શુદ્ધ હિંદીમાં પ્રાદેશિક ભાષાઓની છાંટવાળા રહેતા. આશ્ચર્યની વાત એ કે એક નીવડેલા ગઝલકારની જેમ એમણે આ બે ગઝલો પણ આપી :
અબ રંજ સે, ખુશી સે, બહારો – ખિઝાં સે ક્યા
મહ્વે – ખયાલે – યાર* હૈં, હમકો જહાં સે ક્યા
ઉનકા ખયાલ, ઉનકી તલબ, ઉનકી આરઝૂ
જિસ દિલ મેં વો હોં, માંગે કિસી મેહરબાં સે ક્યા
હમને ચિરાગ રખ દિયા તૂફાં કે સામને
પીછે હટેગા ઈશ્ક કિસી ઈમ્તેહાં સે ક્યા
કોઈ ચલે, ચલે ન ચલે, હમ તો ચલ પડે
મંઝિલ કી ધુન હો જિસકો ઉસે કારવાં સે ક્યા
યે બાત સોચને કી હૈ, વો હો કે મેહરબાં
પૂછેંગે હાલે દિલ તો કહેંગે ઝુબાં સે ક્યા..
( *પ્રેમીના વિચારોમાં મગ્ન )
– ફિલ્મ : દુલ્હન વોહી જો પિયા મન ભાએ ( ૧૯૭૭ )
– હેમલતા
– રવીન્દ્ર જૈન
ક્યા લિખું કૈસે લિખું લિખને કે ભી કાબિલ નહીં
યૂં સમજ લીજે કિ મૈં પથ્થર હું, મુજ મેં દિલ નહીં
હર કદમ પર આપને સમજા સહી, મૈને ગલત
અબ સફાઈ પેશ કર કે ભી કોઈ હાસિલ નહીં
ઈસ તરહ બઢતી ગઈં કુછ રાસ્તે કી ઉલઝનેં
સામને મંઝિલ થી, મૈં કહતી રહી – મંઝિલ નહીં
મૈં યે માનું યા ન માનું, દિલ મેરા કહને લગા
અબ મેરી નઝદીકિયોં મેં દૂરિયાં શામિલ નહીં..
– ફિલ્મ : માન અભિમાન ( ૧૯૮૦ )
– હેમલતા
– રવીન્દ્ર જૈન
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
