ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નક્શ લાયલપુરી સાહેબનું અસલી નામ હતું જસવંતરાય શર્મા. છએક વર્ષ પહેલાં ૮૮ વર્ષની ઉંમરે અવસાન પામ્યા. ૫૦ વર્ષની દીર્ઘ ફિલ્મ કારકિર્દીમાં પ્રમાણમાં બહુ ઓછા ગીતો લખ્યા. એમના લોકપ્રિય ગીતો ગણીએ તો ‘ મૈં તો હર મોડ પર તુજકો દૂંગા સદા ‘ ( ચેતના – ૧૯૭૦ ), ‘ તુમ્હેં હો ન હો મુજકો તો ‘ ( ઘરૌંદા – ૧૯૭૭ ), ‘ યે મુલાકાત એક બહાના હૈ ‘ ( ખાનદાન – ૧૯૭૯ ) , ‘ ઉલ્ફત મેં ઝમાને કી હર રસ્મ કો ઠુકરાએં ‘ ( કોલ ગર્લ – ૧૯૭૪ ) ગણાય પણ એમનું શ્રેષ્ઠ ગીત તો ‘ તુમ્હેં દેખતી હું તો લગતા હૈ ઐસે ‘ ( તુમ્હારે લિયે – ૧૯૭૮ ) !
મોહમ્મદ રફીએ ફિલ્મ ‘ ઈંસાફ કા મંદિર ‘ ( ૧૯૬૯ ) માટે ગાયેલા અને એમણે લખેલા એક ગીતનો ઉપાડ આમ છે :
શાયર તો નહીં હું લેકિન શાયર કી નઝર પાઈ હૈ
વો બાત કહે દેતા હું જો બાત નઝર આઈ હૈ..
હા, શાયરનું કામ જ એ છે. જે દેખાય તે લખવાનું.
અગત્યની હકીકત એ પણ કે એમણે લગભગ પચાસ હિંદી સિરિયલોના શીર્ષક ગીત પણ લખ્યા ! એ જમાનામાં દુરદર્શન પર આવતી ‘ દરાર ‘ સિરિયલનું જગજીત સિંહે ગાયેલું ‘ રિશ્તોં મેં દરાર આઈ ‘ બહુ લોકપ્રિય થયેલું.
એમની લખેલી બે ખૂબસુરત ફિલ્મી ગઝલો :
રસ્મે – ઉલ્ફત કો નિભાએં કો નિભાએં કૈસે
હર તરફ આગ હૈ દામન કો બચાએં કૈસે
દિલ કી રાહોં મેં ઉઠાતે હૈે જો દુનિયા વાલે
કોઈ કહ દે કે વો દીવાર ગિરાએં કૈસે
દર્દ મેં ડૂબે હુએ નગ્મે હઝારોં હૈં મગર
સાઝે – દિલ ટૂટ ગયા હો તો સુનાએં કૈસે
બોજ હોતા જો ગમોં કા તો ઊઠા ભી લેતે
ઝિંદગી બોજ બની હો તો ઉઠાએં કૈસે ..
– ફિલ્મ : દિલ કી રાહેં ( ૧૯૭૩ )
– લતા
– મદન મોહન
માના તેરી નઝર મેં તેરા પ્યાર હમ નહીં
કૈસે કહેં કે તેરે તલબગાર હમ નહીં
તન કો જલા કે રાખ બનાયા – બિછા દિયા
લો અબ તુમ્હારી રાહ મેં દીવાર હમ નહીં
જિસકો નિખારા હમને તમન્ના કે ખૂન સે
ગુલશન મેં ઉસ બહાર કે હકદાર હમ નહીં
ધોકા દિયા હૈ ખુદ કો મુહબ્બત કે નામ પર
<યે કિસ તરહ કહેં કે ગુનહગાર હમ નહીં …
– ફિલ્મ : આહિસ્તા – આહિસ્તા ( ૧૯૮૧ )
– સુલક્ષણા પંડિત
– ખૈયામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
