સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

અલગ અલગ પ્રકારના વિરોધાભાસોની વિગતે વાત માંડતાં પહેલાં તાર્કિક વિરોધાભાસ, કોયડા અને કૂટપ્રશ્નો જેવા સમાનાર્થી જણાતા શબ્દપ્રયોગોના અર્થનાં અંતરને જાણી સમજી લેવું આવશ્યક છે.

તાર્કિક વિરોધાભાસને તાર્કિક વિસંગતિ, અર્થહીનતા, ગૂઢપ્રશ્ન કે પછી દેખીતા વિરોધાભાસ તરીકે પણ ઘણીવાર ઓળખવામાં આવે છે. હૅમ્લેટ કહે છે ને કે, “એક સમયે જે વિરોધાભાસ હતો તેનો હવે સમયે પુરાવો પણ આપી દીધો છે.” (હૅમ્લેટ 3.1.114–115). કેટલાંક વળી તાર્કિક વિરોધાભસને એક અનોખી જ વિચારપ્રક્રિયા કહે છે  જે, “ગત્યાત્મક અને દ્વિધ્રુવી વિચારોમાંના વિરોધ તેમજ આદાનપ્રદાન વચેના માર્મિક તણાવને અગાઉથી જ નક્કી કરી મૂકે છે” (Slaatte, p. 132). તો બીજા કેટલાંક  તાર્કિક વિરોધાભાસને, “માનવ સમજ સાથેનો ખેલ લાગે છે,” જે “પ્રાથમિક રીતે વિચારોનું એવું ભાષાલંકાર સ્વરૂપ છે જેમાં સંબંધિત ભાષાલંકારો પર અસર થવી અનિવાર્ય છે.” (Colie, pp. 7, 22). તો વળી, કિર્કગાર્ડ સામે પક્ષે ભારપૂર્વક દાવો કરે છે કે તાર્કિક વિરોધાભાસ “વર્તમાન જ્ઞાનાત્મક ભાવના અને શાશ્વત સત્ય વચેનો સંબંધ છે … સત્તત્વ મીંમાંસા (મૂળભૂત સાર)ની વ્યાખ્યામાં કોઈ છૂટ નહીં પણ તેનો એક પ્રકાર છે.” (ed. Bretall, p. 153). [1]

પ્લેટો અને એરિસ્ટોટલ બંનેનું માનવું હતું કે ફિલસૂફી આશ્ચર્યથી શરૂ થાય છે. એ લોકો ‘આશ્ચર્ય’નો અર્થ ગૂંચવણ અથવા મૂંઝવણ કરે છે, અને તેમના પછીના ઘણા ફિલસૂફો આ વિશે સંમત થયા છે. લુડવિગ વિટજેનસ્ટીને “માખીને શીશીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવો”ને  ફિલસૂફીનો ઉદ્દેશ્ય ગણ્યો. એટલે કે,  ભાષા વિશેની આપણી પોતાની ગેરસમજમાંથી પેદા થતા કોયડાઓ અને વિરોધાભાસોમાંથી પોતાને મુક્ત કરવાં. તેમના શિક્ષક, બર્ટ્રાન્ડ રસેલે મજાકના મૂડમાં ટિપ્પણી કરી હતી કે “ફિલસૂફીનો મુદ્દો એ છે કે કહેવા યોગ્ય ન લાગે એવી સરળ વસ્તુથી શરૂ કરવું, જે કંઈક એવા  વિરોધાભાસ સાથે સમાપ્ત થાય કે કોઈ તેના પર વિશ્વાસ ન કરે.”

વિરોધાભાસ એ ફિલસૂફીની શરૂઆત હોય કે અંત હોય, તે ચોક્કસપણે ફિલોસોફિકલ વિચારસરણીને ઉત્તેજિત કરે છે, અને ઘણા વિરોધાભાસોએ મહત્વપૂર્ણ દાર્શનિક સમસ્યાઓને સમાવિષ્ટ કરવા માટે સેવા આપી છે (અન્ય ઘણા વિરધાભાસોને ભ્રામકતા તરીકે ખુલ્લા પાડવામાં આવ્યા છે). [2]

કોયડો એ એક રમત અથવા પ્રશ્ન છે જે વ્યક્તિના જ્ઞાન, કૌશલ્ય અથવા ચાતુર્યની કસોટી કરે છે. તેમાં સામાન્ય રીતે છુટા ટુકડાઓની ગોઠવણી વડે સમગ્ર ચિત્ર પર,અથવા ઉકેલ, પર પહોંચવા માટે કડીઓ ઉકેલવાનો સમાવેશ થાય છે. કોયડાની વ્યાખ્યાત્મક લાક્ષણિકતાઓમાંની એક એ છે કે તેમાં સ્પષ્ટ ધ્યેય અથવા ઉદ્દેશ્ય છે. તેનો હલ શોધનાર જાણે છે કે તે શું હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, અને ત્યાં કેવી રીતે પહોંચવું તે શોધવામાં શું પડકાર રહેલો છે.  અજમાયશ અને ભૂલોના અડસટ્ટા દ્વારા અથવા સમસ્યાનાં પદ્ધતિસરનાં વિશ્લેષણ દ્વારા, તર્ક અને તાર્કિકકૌશલનો ઉપયોગ કરીને, કોયડાઓ ઉકેલી શકાય છે.

ઘણા પડકારરૂપ પ્રશ્નોમાં સંખ્યાત્મક અથવા ભૌમિતિક વિચારણાઓનો સમાવેશ થતો નથી પરંતુ મુખ્યત્વે તાર્કિક સંબંધો પર આધારિત અનુમાનિત અનુમાનોની જરૂર રહે છે. આવા કોયડાઓને ઉખાણાં  સાથે ગૂંચવવા ન જોઇએ. ઉખાણાંઓ વારંવાર, ઇરાદાપૂર્વક ભ્રામક અથવા અસ્પષ્ટ નિવેદનો, શબ્દો પરની રમત વડે અજાણતાં પકડવાના હેતુથી અન્ય કોઈ ઉપકરણ પર આધાર રાખે છે. તાર્કિક કોયડાઓ તેમના ઉકેલ માટે પ્રમાણભૂત પ્રક્રિયા અથવા સામાન્યીકૃત ઢાંચાને સ્વીકારતા નથી, પરંતુ સામાન્ય રીતે તે કેટલીક ચોક્કસ અજમાયશ અને ભૂલ પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવે છે. આનો અર્થ એ નથી કે અજમાયશી અનુમાનો આડેધડ કરાય છે; પરંતુ તેનાથી ઊલટું, આપેલ તથ્યો (સામાન્ય રીતે ન્યૂનતમ) અનેક શકય પૂર્વધારણાઓ સૂચવે છે. અવેજી તરીકે ઉમેરણ કે નાબૂદી દ્વારા જે જે સૂચિત પૂર્વધારણા અસંગત જણાય  તેને આખરે ઉકેલ ન આવે ત્યાં સુધી ક્રમિક રીતે નકારતાં જઈ શકાય છે. તર્કશાસ્ત્રની વિવિધ તકનીકોનો ઉપયોગ ક્યારેક મદદરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ છેલ્લે તો વિશ્લેષણમાં, સફળતા મોટાભાગે ચાતુર્ય જેવી બુદ્ધિચાલકી ક્ષમતા પર આધારિત છે. [3]

ઉખાણું એ એક રહસ્યમય, ભ્રામક કૂટપ્રશ્ન છે જેને ઉકેલવા અથવા અનુમાનિત કરવાના પ્રશ્ન તરીકે રજુ કરવામાં આવે છે. ઉખાણાંની વ્યાખ્યાયિત લાક્ષણિકતાઓમાંની એક એ છે કે તેમાં ઘણી વાર ચાલાક અથવા અણધાર્યા જવાબ હોય છે. ઉખાણાંમાં ઘણી વાર દ્વિઅર્થ કે છુપાયેલ અર્થ પણ હોય છે, જે હેતુપૂર્વક ગેરમાર્ગે દોરે છે. સાચા ઉકેલ પર પહોંચવા માટે ઉખાણું હલ કરનારે પરંપરાગત પદ્ધતિઓથી હટકે  વિચારવાની કે પછી પ્રશ્નના બહુવિધ અર્થઘટનને ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે. ઉખાણાંઓ મગજનો વ્યાયામ કરવા અને સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતાને ચકાસવાની એક મનોરંજક અને પડકારજનક રીત હોઈ શકે છે. ઉખાણું એ એક પ્રકારનું એવું નિવેદન, પ્રશ્ન અથવા વાક્ય છે, જેનો હેતુ વ્યક્તિને વિચાર કરતી કરવા માટેનો છે. કોયડાનો એક સાચો જવાબ હોય છે, જે વ્યક્તિએ તાર્કિક તર્ક અને વિચાર-વિમર્શ દ્વારા ખોળી કાઢવાનો રહે છે. (Schechter, 1891, પૃષ્ઠ. 354-356).

વૈદિક ભારતમાં,  રાજાના રાજ્યાભિષેક સમયે થતા રાજસૂય, કે ચોતરફ વિજય કરી આવેલ અશ્વના બલિદાન સમયે  થતા અશ્વમેધ યજ્ઞો જેવી ધાર્મિક વિધિઓના ભાગ રૂપે ઉખાણાંઓ પુછવાની પરંપરા હતી. સામ સામા પક્ષે પંડિતો  વચ્ચે પ્રશ્નો અને જવાબોની આપલે ખૂબ જ ચોક્કસ પ્રથાને અનુસરતી હતી, જેમ કે : “એવું શું છે જે એકલા ચાલે છે?”, “નિઃશંકપણે, પેલી પારનો સૂર્ય છે, તે એકલો ચાલે છે, અને તેની આધ્યાત્મિક આભા છે” (શતપથ બ્રાહ્મણ 8.2.6.9ff.). બ્રાહ્મણો જાતિવિદ્યા (ઉત્પત્તિનું જ્ઞાન) અને બ્રહ્મોજ્ઞ (બ્રાહ્‍-મન વિશે ધર્મશાસ્ત્રીય અથવા દાર્શનિક ચર્ચા) માં સ્પર્ધા કરતા હતા.  ઘણીવાર બ્રહ્માંડનું જ્ઞાન ઉખાણાઓનો વિષય રહેતો, જેમ કે રૂગ્વેદમાં પુછ્યું છે કે : “હું તમને પૃથ્વીની સૌથી દૂરની સીમા વિશે પૂછું છું. હું પૂછું છું, વિશ્વનું કેન્દ્ર ક્યાં છે? હું તમને અશ્વનાં ફળદ્રુપ બીજ વિશે પૂછું છું;  જ્યાં શબ્દનું પાલન થાય છે એવાં ઉચ્ચ સ્વર્ગો, હું  તમને આ બધાં વિશે પૂછું છું. ” (1.164.34). આ સૂચવે છે કે ઉખાણાંઓ દ્વારા થતી તપાસ વડે તત્ત્વજ્ઞાનના વિકાસની ખોજ વિકસિત થઈ છે (જુઓ રૂગ્વેદ 1.164.46; 10.129; અથર્વવેદ 9.9–10; 10.7). અથર્વવેદમાં એક શ્લોક પૂછે છે: “પવન કેવી રીતે ફૂંકાવાનું બંધ કરતો નથી? મન કેવી રીતે આરામ લેતું નથી? સત્ય સુધી પહોંચવા માંગતું પાણી શા માટે ક્યારેય વહેતું અટકતું નથી?” (10.7.37; બ્લૂમફિલ્ડ, 1969માં, પૃષ્ઠ. 210-218; હુઇઝિંગ, 1949, પૃષ્ઠ. 105-107).

હિબ્રુ શાસ્ત્રોના લેખકો માટે, કોયડાઓ શાણપણ સાથે ગાઢ રીતે જોડાયેલા હતા, જેને પ્રભુએ આશીર્વાદ તરીકે આપ્યા હતા (ન્યાયાધીશો 14:13-18 માં સેમસનનો કોયડો જુઓઃ ભગવાને તેમના આશીર્વાદથી સોલોમનનું શાણપણ, જે “તેના હૃદયમાં મૂક્યું હતું” (1 Kgs. 10:24), શેબાની રાણી તેને “તીખા પ્રશ્નો” દ્વારા પડકારે છે (1 Kgs. 10:1-13; 2 Chr. 9:1– 12). મધ્યયુગીન મિદ્રશિમના લેખકોએ આવા પ્રશ્નોનું વિગતવાર વર્ણન કર્યું છે, ઉદાહરણ તરીકે: “પૃથ્વી પર ખાધું પીધું, છતાં નર અને માદાથી ન જન્મેલા ત્રણ કોણ હતા?” “ત્રણ દેવદૂતો જેમણે પોતાને આપણા સર્વના પિતા અબ્રાહમ સમક્ષ પ્રગટ કર્યા, તેમને શાંતિ પ્રાપ્ત થાઓ,” વગેરે

કેટલાંક ઉખાણાંઓ ચાપાણી કરતાં કરતાં ઉકેલી શકાય તેટલાં સરળ હોય છે, તો કેટલાંક તમને કલાકો સુધી ભુલભુલામણીમાં ગુંચવેલાં જેટલાં મુશ્કેલ હોય છે !

TED-Ed એ વ્યાવસાયિક એનિમેટર્સ દ્વારા જીવંત કોયડાઓ પણ બનાવેલ  છે.

વિરોધાભાસો  રેખીય વિચારસરણી માટે આશ્ચર્યજનક, ચિત્તગ્રાહી, ગૂંચવાડાભર્યા કે પછી અર્થહીન છે. પરંતુ તે એટલા જ મુક્ત, સર્જનાત્મક અને રમતિયાળ પણ છે. તે “વર્તુળાકાર વિચારસરણી”, આલોચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની ક્ષમતાને પ્રેરતું અભિવ્યક્તિનું એવું સ્વરૂપ છે જે મુક્તપણે “અંતિમો અને ચોક્કસ માનયતાઓ સીમાઓની પાર” વિસ્તરે છે અને સંકોચન કરે છે (કોલી, પૃષ્ઠ 7).

[1] Paradox and Riddles

[2] Brain Games: 8 Philosophical Puzzles and Paradoxes

[3] logic puzzle