નિરંજન મહેતા

આ વિષય પરના ગીતો અગાઉ બે ભાગમાં, તા. ૨૨.૦૭.૨૦૨૩ અને ૨૬.૦૮.૨૦૨૩ના મુકાયા હતા. આ ત્રીજા અને અંતિમ ભાગમાં ત્યાર પછીના ગીતો રજુ કરૂ છું.

સૌ પ્રથમ ૧૯૭૧ની ફિલ્મ ‘પરાયા ધન’નુ ગીત જે ખેતરમાં નવા પાકને લણતા ગવાય છે.

आओ जुमे गाये मिल के धूम मचाये
चुनले गम के कांटे  खुशियों के फुल खिलाये

બલરાજ સહાની અને હેમા માલિની આ સમૂહગીતના મુખ્ય કલાકાર છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. ગાયક કલાકારો છે આશા ભોસલે અને કિશોરકુમાર.

૧૯૭૧ની ફિલ્મ ‘શર્મીલી’નુ આ ગીત એક હળવા પ્રકારનું ગીત છે જેમાં શશીકપૂર રાખીને સંબોધીને પોતાના વિરહને વ્યક્ત કરે છે. .

ओ मेरी ओ मेरी ओ मेरी शर्मीली
आओ ना तरसा ओ ना

નીરજના શબ્દો અને સચિન દેવ બર્મનનુ સંગીત. સ્વર છે  કિશોરકુમારનો..

૧૯૭૧ની ફિલ્મ ‘કારવાં’નુ આ ગીત એક કેબ્રે નૃત્યગીત છે જે હેલન પર રચાયું છે.

पिया तू अब तो आजा
शोला सा मन दहके
आ के बूजा जा

પિયાની રાહ જોતી વિરહણીનાં મનોભાવ આ ગીતમાં દર્શાવાયા છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે આશા પારેખ અને જીતેન્દ્ર. શબ્દ રચના મજરૂહ સુલતાનપુરીની અને સંગીત આર.ડી. બર્મનનુ. આશા ભોસલેને ગાવામાં સાથ આપ્યો છે આર.ડી. બર્મને.

૧૯૭૧ની ફિલ્મ ‘ઉપાસના’નુ આ ગીત બે પ્રેમીઓની નોકઝોક દેખાડે છે

आओ तुमे मै प्यार सिखा दू, सिखला दो ना
प्रेम नगर की डगर दिखा दू , दिखला दो ना

સંજયખાન મુમતાઝને પ્રેમના પાઠ શીખવાડવાનું આ ગીતમાં કહે છે. રાજીન્દર કૃષ્ણના શબ્દોને કલ્યાણજી આણંદજીનુ સંગીત સાંપડ્યું છે  લતાજી અને રફીસાહેબ ગાયક કલાકારો.

૧૯૭૨ની ફિલ્મ ‘મેરે જીવનસાથી’નુ આ ગીત અંધ રાજેશ ખન્નાને ફસાવતી હેલન પર રચાયું છે.

आओ ना गले लगा दो ना
लगी बूजा दो ना ओ जाने जा

ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર આર.ડી. બર્મન. આશા ભોસલેનો સ્વર.

૧૯૭૨ની ફિલ્મ ‘યે ગુલીસ્તા હમારા’નુ આ ગીત પણ એક નોક્ઝોક્વાળું ગીત છે.

मेरे पास आओ हो मेरे पास आओ
हो तो मेरा नाम जाओ, समजा

નશામાં ધૂત જોની વોકર કાનન કૌશલને પોતાની પાસે બોલાવે છે જે તે જુદા જુદા કારણસર કબૂલ નથી કરતી. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. લતાજી સાથે ગાનાર કલાકાર છે ડેની ડેન્ઝોગપા.

૧૯૭૫ની ફિલ્મ ‘ઝખ્મી’નુ ગીત છે એક બાળગીત.

जिंगल बेल जिंगल बेल जिंगल ओल ध वे
…………….
आओ तुमहे चाँद पे ले जाए
प्यार भरे सपने सजाये

આશા પારેખ બેબી પિંકીને સ્વપ્નની દુનિયા લઇ જાય છે ત્યારે આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે ગૌહર કાનપુરીના અને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. સ્વર છે સુષ્મા શ્રેષ્ઠા અને લતાજીના.

૧૯૭૬ની ફિલ્મ ‘ચરસ’નુ આ ગીત શરૂમાં એક વિરહગીત છે અને પછી મિલનગીત બને છે.

दिल इंसाफ का एक तराजू
……………
के आजा तेरी याद आई
ओ बालम हरजाई

ધર્મેન્દ્ર અને હેમા માલિની  પર રચાયેલ આ ગીતના સંગીતકાર છે.લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગીતકાર આનંદ બક્ષી ગીતની શરૂઆતમાં પહેલી કંડિકા ગાય છે અને ત્યારબાદના સ્વર છે લતાજી અને રફીસાહેબનાં.

૧૯૭૯ની ફિલ્મ ‘નૂરી’નુ આ ગીત પણ એક વિરહગીત છે.

ओ नूरी ओ नूरी
आजा दिलबर आजा
दिल की प्यास बूजा जा

ફારૂક શેખ અને પૂનમ ધિલ્લોન ગીતના કલાકારો છે જેને શબ્દો સાંપડ્યા છે જાનીસાર અખ્તર પાસેથી. સંગીત આપ્યું છે ખૈયામે અને સ્વર છે નીતિન મુકેશ અને લતાજીનાં.

આ ગીત ફિલ્મમાં બીજીવાર પણ આવે છે જે મિલનની વેળાએ ગવાયું છે.

दूर नहीं मै तुज से साथी
मै तो सदा से तेरी

૧૯૭૯ની ફિલ્મ ‘ખાનદાન’નુ આ ગીત કોલેજીયનોની મનોવૃત્તિને ઉજાગર કરે છે.

यारो आओ ख़ुशी मनाओ
आज से कोलेज बंध है

કોલેજમાં હડતાલ પછી જીતેન્દ્ર પોતાના સાથીઓને કોલેજ બંધ થયાની ખુશી વ્યક્ત કરવા આમંત્રે છે જેના શબ્દો છે નક્શ લાલપુરીના અને સંગીત આપ્યું છે ખય્યામેં. સ્વર છે કિશોરકુમારનો.

૧૯૭૯ની ફિલ્મ ‘સરગમ’નુ આ ગીત પોતાની ભાવના વ્યક્ત કરતી અંધ જયા પ્રદા પર રચાયું છે.

डफलिवाले डफली बजा
मेरे घुंघरू बुलाते है
मै नाचू तू नचा

રિશીકપૂરને આવીને ડફલી વગાડવાનું આમંત્રણ જયા પ્રદા આપે છે. આનદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. લતાજી અને રફીસાહેબ ગાયક કલાકાર.

૧૯૮૧ની ફિલ્મ ‘પ્રેમગીત’નુ આ ગીત બે પ્રેમીઓની એક થવાની ભાવનાને વ્યક્ત કરે છે.

आओ मिल जाए हम सुगंध और सुमन की तरह
एक हो जाये चलो जान और बदन की तरह

રાજ બબ્બર અને અનીતા સિંહ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ઇન્દીવર અને સંગીતકાર છે જગજીત સિંહ. જગજીત સિંહને ગાવામાં સાથ આપ્યો છે ચિત્રા સિંહે.

૧૯૮૧ની ફિલ્મ ‘લવ સ્ટોરી’નુ આ ગીત ભવિષ્યનું સ્વપ્ન જોતા બે પ્રેમીઓનું છે

देखो मैंने देखा है यह एक सपना
फूलो के शहर में है घर अपना
………….
क्या समा है तू कहा है
मै आई आई आई आ जा

કલાકારો છે કુમાર ગૌરવ અને વિજયેતા પંડિત. આનંદ બક્ષીના શબ્દો અને આર.ડી. બર્મનનુ સંગીત જેને સ્વર મળ્યો છે અમિત કુમાર અને લતાજીના.

૧૯૮૩ની ફિલ્મ ‘કૌન કૈસે’નુ આ ગીત એકબીજાને જાળમાં ફસાવવાના પેતરા રચતા  યુગલ પર એક પાર્શ્વગીત છે.

आओ मेरे पास और आओ
ना घबराओ ना शरमाओ

દિપક પરાશર અને અન્ય કલાકાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગુલશન બાવરા અને સંગીતકાર છે આર.ડી. બર્મન જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.

૧૯૮૯ની ફિલ્મ ‘તાકતવર’નુ આ ગીત એક પાર્ટીનું કેબ્રે ગીત છે.

आइए आप का इंतज़ार था
आइए कब से दिल बेकरार था

કેબ્રે નૃત્યાંગના છે અનીતા રાજ જે સંજય દત્તને લલચાવવા આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે સમીરના અને સંગીત આપ્યું છે અનુ મલિકે. સ્વર અલીશા ચિનાઈ અને અનુ મલિકના,

૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ નુ આ ગીત એક જુદાઈ અનુભવતા પ્રેમીનું છે

आजा शाम होने आई
मौसम ने ली अंगडाई

સલમાન ખાન ભાગ્યશ્રીને ઉદ્દેશીને આ ગીત ગાય છે. અસદ ભોપાલીનાં શબ્દો અને રામ લક્ષ્મણનુ સંગીત. ગાનાર કલાકરો એસ.પી.બાલાસુબ્રમણીયમ અને લતાજી.

૧૯૯૪ની ફિલ્મ ‘વિજયપથ’નુ આ સમૂહ નૃત્યગીત અજય દેવગણની રાહ જોતી તબુ પર રચાયું છે.

आईऐ आप का आईऐ आप का
देर लगी आने में तुम को
शुक्र है फिर भी आये तो

અજય દેવગણ ન આવતા જે વ્યથા તબુએ અનુભવી હતી તે આ ગીતમાં વ્યક્ત કરાઈ છે જેના શબ્દો છે ફૈઆઝ અનવરનાં અને સંગીત આપ્યું છે અનુ મલિકે. ગાયિકા અલકા યાજ્ઞિક.

આ જ ગીત કુમાર સાનુના સ્વરમાં પણ મુકાયું છે.

પ્રયત્ન તો કર્યો છે પણ કદાચ કોઈ ગીતની નોંધ ન લેવાઈ હોય તો ક્ષમસ્વ.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com