ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

નરેન્દ્ર શર્માને બરબસ પંડિત નરેન્દ્ર શર્મા તરીકે સંબોધવા પડે એવી એમની વિદ્વત્તા અને મરતબો હતો. એમની ગીતકાર તરીકેની ઓળખાણ માટે એમની એક કાલજયી રચના ‘ જ્યોતિ કલશ છલકે ‘ ( ભાભી કી ચૂડિયાં ) કાફી છે પણ એ ઘણા દ્રષ્ટિકોણથી ફિલ્મ સંગીતના જ નહીં, મનોરંજનની દુનિયાની ઊંચી શખ્સિયત હતા. એક રીતે પાયાના પથ્થર અને પથ – પ્રદર્શક .

મારા જેવા રેડિયો સાંભળવાના શોખીનો આજે પણ લાખોની તાદાદમાં છે અને એ જાણે છે કે લોકપ્રિય સંગીત ચેનલ વિવિધ ભારતીના સ્થાપક એટલે પંડિતજી. વિવિધ ભારતી નામ જ એમની દેન. આજે પણ ચાલતા એના અનેક કાર્યક્રમોનું નામકરણ પણ એમના થકી થયું.

લોકપ્રિય સિરીયલ ‘ મહાભારત ‘ ના પરામર્શદાતા, પટકથાકાર અને ગીતકાર એ પોતે. સોથી વધુ ફિલ્મોમાં ગીતો લખનારા નરેન્દ્ર શર્મા એમના વિશુદ્ધ સંસ્કૃત -પ્રચૂર હિંદી ગીતોના કારણે સુખ્યાત હતા. એમનો રચના – સંસાર જોતાં પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે એમણે ગઝલો નહીં લખી હોય. હા, બહુ ઓછી લખી છે. મહામહેનતે એમાંથી મળેલી બે, જે શ્રાવ્ય રીતે ગઝલ લાગે નહીં પણ છે ગઝલ જ. પ્રસ્તૂત છે :

સુની જો ઉનકે આનેકી આહટ, ગરીબખાના સજાયા હમને

કદમ મુબારક હમારે દર પે,  નસીબ અપના જગાયા હમને

 

હુઈ હૈ આમદ ખુશ – આમદીદા, યે કહના દિલકો સિખાયા હમને

ખિલે  હૈં  આશા  કે  ફૂલ  મન  મેં, યે  રાઝ ઉનસે છુપાયા હમને

 

વે અપને નેતા હમ ઉનકી જનતા, હંમેશા નાતા નિભાયા હમને

યે  તેરી  રહમત  હૈ  મેરે માલિક, ગુમાં નહીં થા વો પાયા હમને

 

ઉન્હેં જો દેખા ઝુકા લી આંખેં, અદબ સે અહેસાં ઉઠાયા હમને

સુની  જો  ઉનકે  આનેકી આહટ, ગરીબખાના સજાયા હમને..

 

– ફિલ્મ : સત્યમ શિવમ સુંદરમ – ૧૯૭૮

– લતા

– લક્ષ્મીકાંત પ્યારેલાલ

( ગઝલમાં બધા જ શેર મત્લા છે. આવી ગઝલને ‘ મત્લા ગઝલ ‘ કહે છે. )

ખિલે થે કલ જો ગુલાબ લાખોં, કહાં ગએ વો બતાએ કોઈ

નિખાર દે કે અપની આંખોં, કહાં ગએ વો બતાએ કોઈ

 

હૈ સૂની મહફિલ બિસાત ખાલી, ચિરાગ ઝિલમિલ નિઢાલ પ્યાલી

હૈ ફર્શ ખાકી ન કોઈ બાકી, કહાં ગએ વો બતાએ કોઈ

 

ખયાલ રીતે હૈં ખ્વાબ ઝૂઠે, ન કોઈ રીઝે ન કોઈ રૂઠે

વો મીત પહલે વો દિન સુનહલે, કહાં ગએ વો બતાએ કોઈ

 

હસીન રાતેં મહીન બાતેં, કહીં નહીં હૈં વો મીઠી ઘાતેં

ન ચૈન ચલતે ન નૈન છલતે, કહાં ગએ વો બતાએ કોઈ..

 

– ફિલ્મ: સુબહ – ૧૯૮૨

– લતા

– હૃદયનાથ મંગેશકર

( અહીં ‘ કહાં ગએ વો બતાએ કોઈ ‘ જેવો લાંબો રદીફ તો છે પણ કાફિયા સમગ્ર ગઝલમાં છે જ નહીં . )


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.