ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ઉદઘોષકથી શરૂ કરીને અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી સુધીની તેમની વૈવિધ્યપૂર્ણ કારકિર્દીઓ એકંદરે સફળ રહી. બલરાજ દત્ત નામના આ પંજાબી યુવાને ‘રેડિયો સિલોન’ પર ‘લિપ્ટન કી મેહફીલ’ નામના કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું અને વિવિધ સફળ કલાકારોના તેની અંતર્ગત ઈન્ટરવ્યૂ કર્યા. તેમના રણકદાર અવાજ અને સફાઈદાર ઉર્દૂ ઉચ્ચારોથી પ્રભાવિત થયેલા નિર્માતા-નિર્દેશક રમેશ સહગલે તેમને પોતાની એક ફિલ્મ માટે મુખ્ય ભૂમિકામાં કરારબદ્ધ કર્યા. બલરાજ દત્તનું રૂપેરી પડદે નામકરણ કરવામાં આવ્યું સુનિલ દત્ત, અને તેમની પહેલવહેલી ફિલ્મ હતી ‘સહગલ પ્રોડક્શન્સ’ નિર્મિત, રમેશ સહગલ નિર્દેશીત ‘રેલ્વે પ્લેટફોર્મ’ (૧૯૫૫).

આ ફિલ્મમાં સુનિલ દત્ત ઉપરાંત નલિની જયવંત, શીલા રામાણી, જહોની વૉકર, મનમોહન કૃષ્ણ, લીલા મિશ્રા જેવા કલાકારોની ભૂમિકા હતી. ફિલ્મનાં ગીતો સાહિર લુધિયાનવીએ લખ્યાં હતાં, જ્યારે સંગીત હતું મદનમોહનનું. આ ફિલ્મની કેન્દ્રીય કથાવસ્તુને રજૂ કરતું ગીત ‘બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બંજારા’ ખૂબ જ જાણીતું બન્યું અને સાહિરનાં ફિલ્મી ગીતોની ઓળખ સમાન બની રહ્યું એમ કહી શકાય. સાહિરનાં ફિલ્મી ગીતોના સંગ્રહનું નામ ‘ગાતા જાયે બંજારા’ સંભવત: આ જ ગીતની પંક્તિનો અંશ છે.

બાકીનાં ગીતોમાં ‘જિયા ખો ગયા, ઓ તેરા હો ગયા‘ (લતા), ‘સખી રી તોરી ડોલિયા ઉઠાયેંગે કહાર‘ (લતા), ‘અંધેર નગરી ચૌપટ રાજા‘ (રફી, એસ.ડી.બાતિશ, આશા, મનમોહન કૃષ્ણ અને સાથીઓ), ‘ભજો રામ, ભજો રામ, ભજો રામ, મોરી બાંહ પકડ લો રામ‘ (ભાગ 1 અને 2, આશા, એસ.ડી.બાતિશ અને સાથીઓ), અને ‘ચાંદ મદ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ‘ (લતા). આ ઉપરાંત ‘દેખ તેરે ભગવાન કી હાલત ક્યા હો ગઈ ઈન્સાન‘ (રફી, એસ.ડી.બાતિશ, મનમોહન કૃષ્ણ અને સાથીઓ) ગીત મૂળ પ્રદીપજીએ લખેલા ગીત ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન’ (નાસ્તિક, ૧૯૫૪) ની પેરડી છે.
આ ફિલ્મમાં ટાઈટલ સોન્ગ તરીકે મહમ્મદ રફીએ ગાયેલા ગીત ‘બસ્તી બસ્તી ગાતા જાયે બંજારા’નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટાઈટલ પછી પણ ફિલ્મમાં વિવિધ પરિસ્થિતિઓમાં થઈને કૂલ ત્રણ વખત સાંભળવા મળે છે. આ ગીતની વિશેષતા એ છે કે તેના મુખડાનું દરેક વખતે આવર્તન થાય છે. એટલે કે મુખડામાં સામાન્ય રીતે બે પંક્તિ હોય તેને બદલે એક જ પંક્તિ આવર્તિત થતી રહે છે.
ફિલ્મના ટાઈટલ દરમિયાન સંભળાતા ગીતના શબ્દો આ મુજબ છે.
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
पल दो पल का साथ हमारा
पल दो पल की यारी
आज रुके तो कल करनी है
चलने की तैयारी
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
कदम कदम पर होनी बैठि
अपना जाल बिछाए
कदम कदम पर होनी बैठि
अपना जाल बिछाए
इस जीवन की राह में जाने
कौन कहां रह जाए
कौन कहां रह जाए
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
ફિલ્મનાં ટાઈટલ્સ અહીં પૂરાં થાય છે, પણ ગીત આગળ વધે છે.
धन दौलत के पीछे क्यों है
ये दुनिया दीवानी
यहाँ की दौलत यहाँ रहेगी
साथ नहीं ये जनि
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
ગીતનો પ્રથમ ભાગ અહીં સમાપ્ત થાય છે. એ પછી ફિલ્મના મધ્યમાં આ ગીત સંભળાય છે, જેના શબ્દો આ મુજબ છે.
सोने-चाँदी में तुलता हो
जहाँ दिलों का प्यार
आँसू भी बेकार वहाँ पर,
आहें भी बेकार
बस्ती बस्ती पर्बत पर्बत
लेकर दिल का इकतारा
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
दुनिया के बाज़ार में आख़िर
चाहत भी व्यापार बनी
दुनिया के बाज़ार में आख़िर
चाहत भी व्यापार बनी
तेरे दिल से उनके दिल तक
चाँदी की दीवार बनी
चाँदी की दीवार बनी
बस्ती बस्ती पर्बत पर्बत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
बस्ती बस्ती पर्वत पर्वत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
हम जैसों के भाग में लिखा
चाहत का वरदान नहीं
हम जैसों के भाग में लिखा
चाहत का वरदान नहीं
जिसने हमको जनम दिया
वो पत्थर है भगवान नहीं
वो पत्थर है भगवान नहीं
वो पत्थर है भगवान नहीं
बस्ती बस्ती पर्वत पर्वत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
बस्ती बस्ती पर्वत पर्वत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
ફિલ્મનો આરંભ જેમ આ ગીતથી થાય છે, એમ ફિલ્મના અંતે પણ આ ગીત સંભળાય છે. અલબત્ત, અંતમાં ગવાતું ગીત મહમ્મદ રફીના નહીં, પણ મનમોહન કૃષ્ણના અવાજમાં છે, જેના શબ્દો આ મુજબ છે.
मूरख है जो धनदौलत की चिंता करते रहते हैं,
दो दिल मिल जाये जिस घर में, स्वर्ग ईसी को कहते हैं,
बस्ती बस्ती पर्वत पर्वत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
बस्ती बस्ती पर्वत पर्वत
गाता जाए बंजारा
लेकर दिल का इकतारा
ત્રણ ભાગમાં વિભાજીત આ ગીતના ત્રણે ભાગ અહીં સાંભળી શકાશે.
- ટાઇટલ દરમિયાન અને એ પછીનો મુખ્ય ભાગ.
https://www.youtube.com/watch?v=6KdBxkdDvuo
- ફિલ્મની વચ્ચે આવતો બીજો ભાગ.
- ફિલ્મના અંતે મનમોહન કૃષ્ણના સ્વરમાં ગીતનો અંતિમ ભાગ.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
