ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર એસ એચ બિહારી એટલે કે શમ્સ – ઉલ – હુદા બિહારી મારા માનસપટલ પર ચિરંજીવ છે એમણે લખેલા અમર ગીત ‘ ન યે ચાંદ હોગા ન તારે રહેંગે ‘ ( ફિલ્મ : શર્ત – ૧૯૫૪ ) ના કારણે. દાયકાઓથી આ ગીત નસ – નસમાં વસેલું છે અને રહેશે તા-ઉમ્ર.
૧૯૫૦ અને ૬૦ના દશકોમાં બિહારી સાહેબે મુખ્યત્વે સંગીતકાર હેમંત કુમાર અને ઓ પી નૈયર માટે કેટલાય બેશકીમતી અને લોકપ્રિય ગીતો લખ્યા. એમની છુટપુટ રચનાઓ ૧૯૭૪ સુધી આવતી રહી. એક દાયકા લગી ચુપ રહ્યા બાદ ૮૦ ના દશકમાં થોડાક મામૂલી ગીતો લખ્યા અને વિદાય લીધી. ઓ પી નૈયર સાહેબે તર્જબદ્ધ કરેલા એમના એક મુસાફિર એક હસીના, કશ્મીર કી કલી, યે રાત ફિર ન આએગી, સાવન કી ઘટા, હમસાયા, કિસ્મત અને પ્રાણ જાએ પર વચન ન જાએ ના ગીતો કયો સંગીતપ્રેમી ભૂલી શકશે ? અને ઉપર ઉલ્લેખેલી ફિલ્મ ‘ શર્ત ‘ ઉપરાંત હેમંત કુમાર માટે એમણે સર્જેલા ‘ યે હંસતા હુઆ કારવાં ઝિંદગી કા ‘ અને ‘ ચલ બાદલોં સે આગે કુછ ઔર હી સમા હૈ ‘ ( બન્ને ગીત ફિલ્મ ‘ એક ઝલક ‘ ૧૯૫૮ ) તો મદહોશ કરી દે !
સંગીતકાર ઓ પી નૈયર તો એમને સંબોધતા જ ‘ શાયરે આઝમ ‘ ઉપાધિથી. ઓ પી નૈયર અને આશા ભોંસલેની જોડીનું અંતિમ ગીત ‘ ચૈન સે હમકો કભી આપને જીને ના દિયા ‘ ( ફિલ્મ : પ્રાણ જાએ પર વચન ન જાએ ‘ ) પણ એમનું જ સર્જન.
એમની બે ઓછી જાણીતી ગઝલો પેશે – ખિદમત છે :
છુપા લે દાગે જિગર દાગે દિલ ઝમાને સે
કે દર્દ ઔર બઢેગા ઈન્હેં દિખાને સે
ઐ દર્દે જિગર ફરિયાદ ન કર બહતે હૈં તો આંસૂ બહને દે
સાહિલ કી તમન્ના કરતા જા, મઝધાર મેં કશ્તી રહને દે
હમકો તો ઝમાને મેં અપના દુખ દર્દ છુપાએ રહના હૈ
હો જાએ ન અપની રુસવાઈ હર ઝુલ્મ કો હંસકર સહને દે
દિલ સૌંપ ચુકે હૈં હમ જિનકો અબ ઉનસે શિકવા ક્યા કરના
જિસ હાલ મેં રખના ચાહેં વો ઉસ હાલ મેં હમકો રહને દે ..
( શરુઆતની બે મિસરાની સાખી અલગ જ બહરમાં છે . )
ફિલ્મ : બહુ – ૧૯૫૫
લતા
હેમંતકુમાર
દિલ છેડ કોઈ ઐસા નગમા ગીતોં મેં ઝમાના ખો જાએ
યે આહ મેરી દુનિયા કે લિયે ખુશિયોં કા તરાના હો જાએ
આવાઝ મેરે ટુટે દિલ કી દુનિયા કે દિલોં કો તડપા દે
પથ્થર કા જિગર ભી સુનકે જિસે એક બાર તો પાની હો જાએ
હૈ જિસને હમેં યે દર્દ દિયા હમ ઉસકો દુઆએં દેતે હૈં
યે દર્દ દવા બન જાએગા એક દિન જો પુરાના હો જાએ
હૈ તુજકો કસમ ઐ દિલકી જલન આંખોં મેં ન આંસૂ આ જાએં
ઐસા ન હો તેરે રોને સે મહેફિલ મેં તમાશા હો જાએ ..
(ગઝલની બહર તો બધા શેરમાં જળવાઈ છે પરંતુ બીજા શેરમાં કાફિયો જળવાયો નથી. )
ફિલ્મ : ઈંન્સપેક્ટર – ૧૯૫૬
લતા / હેમંત કુમાર
હેમંત કુમાર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
