ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
શર્મા અટકધારી મુખ્ય ચાર ગીતકારો ફિલ્મી -ગીતોની મીઠાશવાળા જમાનામાં થઈ ગયા. પંડિત નરેન્દ્ર શર્મા, કેદાર શર્મા, વિશ્વેશ્વર શર્મા અને ન્યાય શર્મા. આમાના ત્રણ ઉમદા કવિ. વિશ્વેશ્વર ૧૯૭૫ અને એ પછીના થોડાક વર્ષોમાં ઝળક્યા એવા જ ઓલવાઈ ગયા. બાકીના ત્રણ દ્વારા લખાયેલી ગઝલો વારાફરતી જોઈશું.
શરુઆત ન્યાય શર્માથી કરીએ. ત્રણેયમાં સૌથી ઓછી ગીત- રચનાઓ એમણે આપી, પણ જે લખ્યું તે અણમોલ ! માત્ર ચાર ફિલ્મો – અંજલિ – ૧૯૫૭, બનારસી – ૧૯૬૨, કિનારે કિનારે – ૧૯૬૩ અને હમારે ગમ સે મત ખેલો – ૧૯૬૭. રોકડી ચાર ફિલ્મો અને ચારેય સુપર ફ્લોપ અને ગુમનામ ! ચારેયમાં સંગીતકાર જયદેવ .
એમણે પોતે નિર્મિત કરેલી અને એમની જ કથા – પટકથા – સંવાદ અને ગીતો ધરાવતી ‘ કિનારે કિનારે ‘ માં દેવ આનંદ, મીના કુમારી અને ચેતન આનંદ જેવા કલાકારો અને સ્વયં ચેતન આનંદનું દિગ્દર્શન હતું છતાં એ ઘોર નિષ્ફળતાને વરી. પરંતુ એ ફિલ્મના ગીતો ! ફિલ્મના કુલ ૧૧ ગીતોમાંથી ત્રણ ગઝલ હતી. મુકેશ, તલત મહેમૂદ અને લતા દ્વારા ગવાયેલી. પહેલી બે ભાવકોને સુવિદિત છે, જ્યારે લતાજી વાળી શ્રેષ્ઠ પણ સાવ કોરાણે રહી ગયેલી ! ત્રણેય રચનાઓ જોઈએ :
૧.
જબ ગમે – ઈશ્ક સતાતા હૈ તો હંસ લેતા હું
હાદસા યાદ યે આતા હૈ તો હંસ લેતા હું
મેરી ઉજડી હુઈ દુનિયા મેં તમન્ના કા ચિરાગ
જબ કોઈ આ કે જલાતા હૈ તો હંસ લેતા હું
કોઈ દાવા નહીં, ફરિયાદ નહીં, તંજ઼ નહીં
રહમ જબ અપને પે આતા હૈ તો હંસ લેતા હું..
– ફિલ્મ : કિનારે કિનારે – ૧૯૬૩
– મુકેશ
– જયદેવ
૨.
દેખ લી તેરી ખુદાઈ બસ મેરા દિલ ભર ગયા
તેરી રહમત ચુપ રહી મૈં રોતે – રોતે મર ગયા
વો બહારેં નાચ ઊઠીં થીં ઝૂમ ઊઠીં થીં બદલિયાં
અપની કિસ્મત યાદ આતે હી મેરા દિલ ડર ગયા
મેરે માલિક ક્યા કહું તેરી દુઆઓં કા ફરેબ
મુજ પે યું છાયા કે મુજકો ઘર સે બેઘર કર ગયા..
– ફિલ્મ : કિનારે કિનારે – ૧૯૬૩
– તલત મહેમૂદ
– જયદેવ
૩.
હર આસ અશ્કબાર હૈ, હર સાંસ બેકરાર હૈ
તેરે બગૈર ઝિંદગી ઉજડી હુઈ બહાર હૈ
મૈં જાનતી હું બેવફા તૂ લૌટ કર ન આએગા
ફિર ભી ન જાને ક્યોં મુઝે તેરા હી ઈંતઝાર હૈ
કિસકો સુનાઉં મૈં ગિલા, હૈ બેબસી કી ઈંતેહા
ના તુજ પે ઈખ્તિયાર હૈ, ના દિલ પે ઈખ્તિયાર હૈ ..
– ફિલ્મ : કિનારે કિનારે
– લતા
– જયદેવ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
