ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ગીતકાર ક઼મર જલાલાબાદીનું અસલ નામ હતું ઓમપ્રકાશ ભંડારી. પંજાબના જલાલાબાદના હતા અને ક઼મર ( ચંદ્ર ) તખલ્લુસ રાખેલું એટલે ક઼મર જલાલાબાદી કહેવાયા.

ફિલ્મોમાં છેક ૧૯૪૨થી હતા. પરિસ્થિતિની માંગ પ્રમાણે દરેક પ્રકારના ગીતો લખ્યા. ચાલુ જેવા પણ અનેક ( ગુની જનોં ભક્ત જનો જય ગોવિંદમ જય ગોપાલમ – આંસુ ઔર મુસ્કાન ૧૯૭૦ ) . રેડિયો સિલોન ( હવે શ્રીલંકા ) પર છ દાયકાથી યે વધુ સમયથી દરેક મહિનાની પહેલી તારીખે કિશોર કુમારે ગાયેલું ફિલ્મ પહેલી તારીખ – ૧૯૫૪ નું ગીત ‘ ખુશ હૈ ઝમાના આજ પહલી તારીખ હૈ ‘ આજે પણ વાગે છે એ એમની દેન છે. એમણે લખેલા ફિલ્મ ‘ હાવડા બ્રીજ ‘ ના બે ગીતો ‘ મેરા નામ ચિન ચિન ચિન ‘ અને ‘ આઈયે મેહરબાં બૈઠિયે જાને જાં ‘ એ તો ધૂમ મચાવેલી.

એમણે અનેક ફિલ્મોના કથા – પટકથા – સંવાદ પણ લખેલા. મુશાયરાઓમાં પણ લોકપ્રિય હતા. ફિલ્મી લેખક સંઘના પણ એ સ્થાપક સદસ્ય.

ફિલ્મોમાં ગઝલો લખી પણ બહુ ઓછી. અહીં લીધેલી બે ગઝલોમાંથી પહેલી તો જાણીતી રચના છે. ગઝલની શરુઆતમાં જે સાખી છે એની બહર મૂળ ગઝલ કરતાં જૂદી છે ( એ સાખીના સ્વરૂપને ઉર્દૂમાં કત્આ અને ગુજરાતીમાં મુક્તક કહે છે )

ખોલ આંખેં અપને ખ્વાબ-એ-નાઝ સે
જાગ  મેરે  પ્યાર  કી  આવાઝ  સે
ઝિંદગી  બેતાબ  હૈ  તેરે  લિયે
આ ગલે લગ જા ઉસી અંદાઝ સે

મુહબ્બત ઝિંદા રહતી હૈ મુહબ્બત મર નહીં સકતી
અજી  ઈંસાન  ક્યા  યે તો ખુદા સે ડર નહીં સકતી

યે  કહ  દો  મૌત  સે જા કર કે એક દીવાના કહતા હૈ

મેરી રૂહ-એ-મુહબ્બત મુજ સે પહલે મર નહીં સકતી

ચલી આ ઐ મેરી જાન-એ-તમન્ના દિલ કી મેહફિલ મેં
તૂ  મુજ  સે  દૂર  હૈ ઉલ્ફત ગંવારા કર નહીં સકતી ..

– ફિલ્મ : ચંગેઝ ખાન ૧૯૫૭

– રફી

– હંસરાજ બહલ

૨.

ફિર આને લગા યાદ  વહી પ્યાર કા આલમ
ઈનકાર કા આલમ કભી ઈકરાર કા આલમ

વો   પહલી   મુલાકાત   મેં   રંગીન   ઈશારે
ફિર બાતોં હી બાતોં મેં વો તકરાર કા આલમ

વો ઝૂમતા બલખાતા હુઆ સર્વ-એ-ખરામા*
મૈં  કૈસે  ભુલા  દૂં  તેરી  રફતાર  કા આલમ

કબ આએ થે વો કબ ગયે કુછ યાદ નહીં હૈ
આંખોં  મેં બસા હૈ વહી દીદાર કા આલમ..

( *હરતું ફરતું સુંદર વૃક્ષ – સૌંદર્યની ઉપમા )

 

– ફિલ્મ : યે દિલ કિસકો દૂં ૧૯૬૩

– રફી, ઉષા ખન્ના

– ઈકબાલ કુરેશી


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.