ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી
ફરીથી દોહરાવીએ કે આ શૃંખલામાં ૧૯૭૦ પહેલાંના માત્ર એવા કવિઓની બબ્બે ગઝલની વાત કરીશું જે રચનાઓ વિષે આપણે ભાગ્યે જ સભાનપણે વિચારેલું કે આ ગઝલ છે ! હા, આ પ્રયત્નમાં ક્યારેક મજબૂરન એવી રચનાઓ પણ શામેલ કરવી પડશે જેના વિષે ભાવકો જાણે જ છે અને અંદાઝે – અદાયગી પણ જતાવે છે કે એ ગઝલ છે .
આજે વાત રાજેન્દ્ર કૃષ્ણની. બેહતરીન ગીતકાર તો એ હતા જ, આલા દર્જાના પટકથાકાર અને સંવાદ લેખક પણ ખરા. ગહન ગંભીર ગીતો – ગઝલો લખ્યા તો સાથે – સાથે હલકી – ફુલકી – વિશુદ્ધ મનોરંજક ફિલ્મોના ગીત – સંવાદો પણ ! ( પડોસન, પ્યાર કિયે જા ) સંગીતકાર મદન મોહન માટે એમણે બારીક શબ્દોના મોતી પરોવી લખેલી ફિલ્મ ‘ અદાલત ‘ ની ત્રણ ગઝલો કોણ ભૂલી શકે ! ( ઉનકો યે શિકાયત હૈ, જાના થા હમ સે દૂર અને યૂં હસરતોં કે દાગ ).
એમના લેખન ઉપરાંત પણ એ જમાનામાં એ ઘોડદોડમાં પચાસ લાખનું જેકપોટ જીત્યા બદલ પણ ચર્ચામાં રહ્યા ! ( ૧૯૬૦ ના દાયકામાં એ અધધધ રકમ કહેવાતી ! )
એમની બે વિલક્ષણ ગઝલો :
૧.
ન હંસો હમ પે ઝમાને કે હૈં ઠુકરાએ હુએ
દર-બ-દર ફિરતે હૈં તકદીર કે બહકાએ હુએ
ક્યા બતાએં તુમ્હેં કલ હમ ભી ચમન વાલે થે
યે ન પૂછો કિ હૈં વીરાને મેં ક્યોં આએ હુએ
બાત કલ કી હૈ કે ફૂલોં કો મસલ દેતે થે
આજ કાંટોં કો ભી સીને સે હૈં લિપટાએ હુએ
ઐસી ગર્દિશ મેં ન ડાલે કભી કિસ્મત તુમ કો
આપ કે સામને જિસ હાલ મેં હૈં આએ હુએ
એક દિન ફિર વહી પહલી – સી બહારેં હોંગી
ઈસી ઉમ્મીદ પે હમ દિલ કો હૈં બહલાએ હુએ..
– ફિલ્મ : ગેટ વે ઓફ ઈંડીયા – ૧૯૫૭
– લતા
– મદન મોહન
પહેલા ચાર શેરમાં નૈરાશ્ય ઘૂંટ્યા પછી આખરી શેરમાં કવિ આશાવાદ ભણી વળે છે એ શાતાદાયક છે.
૨.
તુમ ચાંદ કે સાથ ચલે આઓ યે રાત સુહાની હો જાએ
કુછ તુમ કહ દો કુછ હમ કહ દેં ઔર એક કહાની હો જાએ
ખામોશ કિનારે સોએ હૈં ચુપચાપ હૈં નદિયા કી લહરેં
ઈઠલાતે હુએ તુમ આ જાઓ લહરોં મેં રવાની હો જાએ
બીતી હુઈ ઘડિયોં કી યાદેં ઐસે મેં અગર હમ દોહરાએં
માસૂમ મુહબ્બત મુસ્કાએ બેદાર જવાની હો જાએ ..
( બેદાર = અનિદ્રાગ્રસ્ત )
– ફિલ્મ : આશિયાના – ૧૯૫૨
– લતા
– મદન મોહન
ચિર – પ્રતિક્ષાની ગઝલ. એ પ્રતિક્ષા કદી પૂરી થવાની નથી એ ધુનમાં સમાયેલ મદનમોહની વિષાદ અને લતાના અવાજની બેચેની જતાવી દે છે !
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
