ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

એક તરફ જ્યાં શૈલેન્દ્ર સામાન્ય માણસના સંવેદનોને બખૂબી શબ્દોમાં પરોવી શકતા તો બીજી તરફ સાહિર લુધિયાનવી પ્રબુદ્ધ અને સરેરાશ બન્ને વર્ગના માનવીઓની લાગણીને વાચા આપવામાં માહિર હતા. ફિલ્મોમાં આવતાં પહેલાં જ ખાસ્સા વિખ્યાત બની ચૂક્યા હતા.

વિશુદ્ધ હિંદીમાં લખાયેલા એમના ફિલ્મ ચિત્રલેખા, નીલકમલ, પ્યાસા, કાજલ ઇત્યાદિના ગીતો સાંભળીને અચરજ થાય કે એક જ ગીતકાર હિંદી અને ઉર્દુ બન્ને ભાષાઓ પર આવું પ્રભુત્વ ધરાવી શકે ! એ વસ્તુત: હિંદુસ્તાનિયતના આશક હતા. હિંદી ફિલ્મોમાં ગીતકારને એનો યોગ્ય અધિકાર અને મહેનતાણું અપાવવામાં એમનું યોગદાન અમૂલ્ય હતું.

ફિલ્મોમાં ગઝલો પણ એમણે બેશુમાર આપી. ફિલ્મો પહેલાં પ્રસિદ્ધિ પામી ચુકેલી એમની અનેક રચનાઓ પાછળથી ફિલ્મોમાં લેવાઈ. એમના ગીતોથી શોભતી એક ફિલ્મનું તો નામ જ ગઝલ હતું ! કુલ આઠ ગીતો ધરાવતી આ ફિલ્મમાં એમની જગપ્રસિદ્ધ નઝ્મ મેરી મહેબૂબ કહીં ઔર મિલા કર મુજ સે ‘ પણ શામેલ હતી જેને મોહમ્મદ રફીએ ગાયેલી. ( એ નઝ્મની પ્રતિ – નઝ્મ પછીથી શકીલ બદાયુનીએ ફિલ્મ ‘ લીડર ‘ માં લખેલી ‘ એક શહેનશાહ ને બનવાકે હંસીં તાજમહલ ‘ ) મજાની વાત એ કે આ ફિલ્મનું સૌથી પ્રસિદ્ધ ગીત ‘ રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું ‘ ગઝલ નથી, નઝ્મ છે. હા, ફિલ્મમાં ચાર ઉમદા ગઝલો પણ હતી. એમાંની એક આ :

ઈશ્ક કી ગર્મી – એ – જઝ્બાત કિસે પેશ કરું
યે સુલગતે હુએ દિન – રાત કિસે પેશ કરું

 

હુસ્ન ઔર હુસ્ન કા હર નાઝ હૈ પરદે મેં અભી
અપની નઝરોંકી શિકાયાત કિસે પેશ કરું

 

તેરી આવાઝ કે જાદુ ને જગાયા હૈ જિન્હેં
વો તસવ્વુર, વો ખયાલાત કિસે પેશ કરું

 

ઐ મેરી જાન-એ-ગઝલ ઐ મેરી ઈમાન-એ-ગઝલ
અબ સિવા તેરે યે નગમાત કિસે પેશ કરું

 

કોઈ હમરાઝ તો પાઉં કોઈ હમદમ તો મિલે
દિલ કી ધડકન કે ઈશારાત કિસે પેશ કરું ..

ફિલ્મ : ગઝલ ૧૯૬૪

ગાયક : મોહમ્મદ રફી

સંગીત : મદન મોહન

 

એમની આ બીજી ગઝલ ફિલ્મમાં મુજરા – ગીત તરીકે ગવાયેલી છે :

 

નિકલે  થે  કહાં  જાને  કે  લિયે  પહુંચે  હૈં  કહાં માલૂમ નહીં
અબ અપને ભટકતે કદમોં કો મંઝિલ કા નિશાં માલૂમ નહીં

 

હમને ભી કભી ઈસ ગુલશન મેં એક ખ્વાબે બહારાં દેખા થા
કબ ફૂલ ઝડે કબ ગર્દ ઊડી કબ આઈ ખિઝાં માલૂમ નહીં 

 

દિલ શોલા-એ-ગમ સે ખાક હુઆ યા આગ લગી અરમાનોં મેં
ક્યા ચીઝ જલી ક્યોં સીને સે ઊઠતા હૈ ધુંઆં માલૂમ નહીં

 

બરબાદ વફા કા અફસાના હમ કિસસે કહેં ઔર કૈસે કહેં
ખામોશ હૈં લબ ઔર દુનિયા કો અશ્કોં કી ઝુબાં માલૂમ નહીં..

https://youtu.be/myq1PAKgbPY

ફિલ્મ : બહુ બેગમ ૧૯૬૬

ગાયિકા : આશા ભોંસલે

સંગીત : રોશન


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.