અણગમતું આયખું લઈ લ્યોનેનાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં  સૂતેલી માછલીને અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજમને આપો એક રાત મને આપો એક એવો આશ્લેષ 
ફરફરવા લાગે  સાતસાત જન્મોના તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો !

 જગદીશ જોશી