પ્રકાશપુંજ

સરયૂ પરીખ હે જી રે, મારા પ્રેમના ઝરૂખાનો દીવો,      રે રાજ રત, પાવન પ્રકાશે  પ્રગટાવો.  જાગે મારા આતમમાં પ્યારો પલકારો,     વાગે રૂડા અવસરનો ન્યારો ઝણકારો,      હે જી, હું તો હરખે  બજાવું  એકતારો,     ને રાજ રત, મનમાં મંજુલ સૂર તારો.  નાની  પગલી  ને  લાંબો  પગથારો,     ના હું  એકલી,  છે તારો   સથવારો.     શૂલ  હો,  મને   ફૂલ–શો  અથવારો,     રે  રાજ  રત, તારો  અતૂટ સહચારો. અંક  અંકુરમાં  પગરવ    સુહાણો,     તેજપુંજ  ઝળહળ  દીપતો  અજાણ્યો,    ઘેરા  ઘનમાં  સોનેરી  પ્રકટ  જાણ્યો,     રે રાજ રત,  કાળજડે કાનજી સમાણો. https://drive.google.com/file/d/1dzZeK-oem9X4S5i3OPfGyhxNGRrFCzR0/view?usp=sharing સંપર્કઃ સરયૂ પરીખ – saryuparikh@gmail.com :આસ્વાદઃ દેવિકા ધ્રુવ અમેરિકાના ઑસ્ટીન શહેરમાં રહેતાં સરયૂબહેન પરીખનું એક સુંદર કાવ્ય ‘પ્રકાશપુંજ’ વાંચતાંની સાથે જ ચિંતનની એક ઊંચાઈ પર જઈને બેસી ગયું. સંસ્કારી વાતાવરણમાં ઉછરેલાં અને સંગીતમય વિશ્વમાં … Continue reading પ્રકાશપુંજ