દાસ્તાન-કહાની (૧) : लम्बी कहानी

નિરંજન મહેતા

દરેક વ્યક્તિ પાસે પ્રેમને લગતી સારી કે દર્દભરી કોઈ એક વાત હોય છે જે ફિલ્મમાં ગીત દ્વારા રજુ થતી હોય છે. આવા થોડાક ગીત આ અને પછીના લેખમાં દર્શાવાયા છે.

૧૯૪૬ની ફિલ્મ ‘અનમોલ ઘડી’નું આ ગીત સદાબહાર ગીતમાં ગણી શકાય.

जवाँ है मोहब्बत हसी है ज़माना
लुटाया है दिल ने खुशी का खजाना
………….
अभी तक मुजे याद है वो कहानी

નૂરજહાં પર રચાયેલ આ ખુશીભર્યા ગીતનાં રચયિતા છે તનવીર નકવી અને સંગીત છે નૌશાદનું. તે વખતની પ્રણાલી મુજબ ગાનાર પણ છે નુરજહાં.

૧૯૫૧ની ફિલ્મ ‘દિદાર’નું આ ગીત પ્રેમમાં નાસીપાસ થયેલ દિલીપકુમાર પર ફિલ્માવાયુ છે

मेरी कहानी भुलने वाले
तेरा जहाँ आबाद रहे

શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે અને દર્દભર્યો સ્વર છે રફીસાહેબનો.

૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’નું આ ગીત બે વખત આવે છે જેમાનું એક દર્દભર્યું છે તો બીજું ખુશીનું છે.

सुनो छोटी सी गुडिया की लम्बी कहानी

દર્દભર્યા આ ગીતના કલાકાર છે નૂતન જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર આપ્યો ચે લતાજીએ.

તો ખુશીનું ગીત છે એ જ મુખડા સાથે પણ અંતરામાં ખુશી દર્શાવતા શબ્દો આવે છે. બાકીની વિગતો ઉપર મુજબ.

આ ગીતોમાં સરોદની જે પ્રસ્તુતિ છે તે વિખ્યાત સરોદવાદક અલી અકબરખાં દ્વારા કરાઈ છે

૧૯૫૬ની ફિલ્મ ‘તુફાન ઔર દિયા’ આમ તો એક બાળકના સંઘર્ષની કહાની છે એટલે આ ગીત તેને અનુલક્ષીને છે.

निर्बल से लड़ाई बलवान की
ये कहानी है दिए की और तुफान की

આ ગીત શીર્ષક ગીત છે જે પાર્શ્વગીત તરીકે રજુ થયું છે. ભરત વ્યાસના શબ્દોને વસંત દેસાઈએ સંગીત આપ્યું છે અને સ્વર છે મન્નાડેનો.

૧૯૫૭ની ફિલ્મ ‘દો રોટી’

बड़ी प्यारी कहानी है
मोहब्बत की कहानी भी

આ નૃત્યગીતના કલાકારોનું નામ નથી જણાવાયું પણ પ્રેમભંગ નિરૂપારોયને ઉદ્દેશીને આ ગીત મુકાયું છે. ગીતકાર . કુમાર બારાબંકવી અને સંગીતકાર રોશન. યુગલ ગીતના ગાયક છે લતાજી અને રફીસાહેબ

૧૯૫૯ની ફિલ્મ ‘લવમેરેજ’ના આ ગીતમાં પ્રેમભાવ વ્યક્ત થાય છે.

कहे झुम झुम रात ये सुहानी
पिया हौले से छेड़ो दोबारा
वही कल की रसीली कहानी

દેવઆનંદ અને માલા સિંહા ગીતના કલાકારો છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર આપ્યો છે લતાજીએ.

૧૯૫૯ની અન્ય ફિલ્મ ‘શરારત’નું ગીત એક ફિલસુફીભર્યું ગીત છે

अजीब है दास्ताँ तेरी ऐ जिंदगी
कभी हसा दिया रुला दिया कभी

કિશોરકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર. સંગીતકાર છે શંકર જયકિસન અને સ્વર છે રફીસાહેબનો. કિશોરકુમાર ખુદ ગાયક હોવા છતાં રફીસાહેબને આ ગીત ગાવા માટે કહ્યું હતું.

૧૯૬૦ની ફિલ્મ ‘સંજોગ’નું ગીત એક વ્યથા દર્શાવતું ગીત છે.

वो भूली दास्ताँ लो फिर याद आ गई
नज़र के सामने घटा सी छा गई

અનીતા ગુહા ગીતના કલાકાર છે જેના શબ્દો છે રાજીન્દર ક્રિશ્નના અને સંગીત મદનમોહનનું. ગાયક છે લતાજી.

૧૯૬૦ની ફિલ્મ ‘દિલ અપના પ્રીત પરાઈ’નું ગીત એક કટાક્ષમય ગીત છે.

अजीब दास्ताँ है ये
कहा शुरू हुई कहा ख़तम

હોડીમાં સવાર નાદીરા આ ગીત મીનાકુમારીને ઉદ્દેશીને ગાય છે. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે શંકર જયકિસને અને સ્વર છે લતાજીનો.

૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘`મોગલે આઝમ’માં પણ પ્રેમને વખોડતું ગીત છે

मुहब्बत की जूठी कहानी पे रोये
बड़ी चोट खाई जवानी पे रोये

મધુબાલા પર ફિલ્માવાયેલ આ ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. દર્દભર્યો અવાજ છે લતાજીનો.

૧૯૬૩ની ફિલ્મ ‘રુસ્તમ સોહરાબ’નું આ ગીત પ્રેમ વિષે અવઢવમાં રહેતી સુરૈયા પર રચાયું છે.

ये कैसी अजब दास्ताँ हो गई है
छूपाते छूपाते बयाँ हो गई है

પૃથ્વીરાજ કપૂરને અનુલક્ષીને ગવાયેલા આ ગીતના રચયિતા છે કમર જલાલાબાદી ને સંગીત છે સજ્જાદનું. સ્વર છે ખુદ સુરૈયાનો.

૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’નું આ ગીત એક દર્દભર્યું ગીત છે

जो हमने दास्ताँ अपनी सुनाइ आप क्यों रोये
तबाही तो हमारे दिल पे आई आप क्यों रोये

મનોજકુમારને અનુલક્ષીને ગવાતા આ ગીતના કલાકાર છે સાધના. ગીતના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત છે મદનમોહનનું. કંઠ આપ્યો છે લતાજીએ.

૧૯૬૫ની ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’ના આ ગીત દ્વારા શશીકપૂર પોતાની નંદા પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે

एक था गुल और एक थी बुलबुल
दोनों चमन में रहते थे
है ये कहानी बिलकुल सच्ची
मेरे नाना कहते थे

આનંદ બક્ષીનાં શબ્દો અને કલ્યાણજી આણંદજીનું સંગીત. સ્વર છે રફીસાહેબ અને નંદાના.

૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘ફરાર’માં

प्यार की दास्ताँ तुम सुनो तो कहे
क्या करेगा सुन के जहाँ सुनो तो कहे

અનીલ ચેટરજીને અનુલક્ષીને શબનમ આ ગીત રેડીઓ પર ગાય છે જેના રચયિતા છે કૈફી આઝમી. ગીતને સંગીત આપ્યું છે હેમંતકુમારે અને સ્વર છે લતાજીનો

આ જ વિષયને લગતા વધુ ગીતો આવતા મહિનાના લેખમાં.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “દાસ્તાન-કહાની (૧) : लम्बी कहानी

Leave a Reply

Your email address will not be published.