મેમ દીદી (૧૯૬૧)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

એડીટર તરીકે કારકિર્દીનો આરંભ કરનાર હૃષિકેશ મુખરજી આગળ જતાં દિગ્દર્શક બન્યા અને અનેક સુંદર કૃતિઓનું તેમણે દિગ્દર્શન કર્યું. કારકિર્દીના ઉત્તરાર્ધમાં તેઓ હળવી ફિલ્મો તરફ વળ્યા, પણ એ અગાઉ અનેક સંવેદનશીલ કથાઓ તેમણે પડદે રજૂ કરી.

આવી એક ફિલ્મ હતી ૧૯૬૧ માં રજૂઆત પામેલી મેમ દીદી. ‘એલ.બી. ફિલ્મ્સ’ નિર્મિત, હૃષિકેશ દિગ્દર્શીત આ ફિલ્મમાં તનૂજા, કૈસી મહેરા, લલિતા પવાર, ડેવિડ, જયંત જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. શૈલેન્દ્રનાં ગીતોને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કર્યાં હતાં. આ ફિલ્મમાં કુલ છ ગીતો હતાં.

સલીલ ચૌધરીના સંગીતમાં બે મુખ્ય શૈલીઓ સાંભળવા મળે. એક તો લોકસંગીતની પ્રચંડ અસર, અને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો પાસ. કારકિર્દીના ઉત્તરાર્ધમાં તેમના સંગીતમાં ફૂંકવાદ્યોની પ્રચૂરતા વધેલી જોઈ શકાય છે.

આ ફિલ્મમાં તેમનાં સંગીતની શૈલી સહેજ અલગ પડે છે. સલીલ ચૌધરીની શૈલી છે જ, પણ તેમાં એકોર્ડિયનનો ઉપયોગ ઘણો થયેલો જોવા મળે છે અને તેને લઈને એ શૈલી શંકર-જયકિશન જેવી હોવાનો આભાસ થાય છે. સલીલ ચૌધરીના સંગીતમાં એકોર્ડિયનવાદન પ્રમાણમાં ઓછું સાંભળવા મળે છે.

હૂ તૂ તૂ, હમ તો ઘર મેં ચૂલ્હા ફૂંકે‘ (લતા, મહેન્દ્ર કપૂર અને સાથીઓ), ‘રાતોં કો જબ નીંદ ઉડ જાયે‘ (લતા અને સાથીઓ), ‘બચપન ઓ બચપન‘ (લતા અને સાથીઓ), ‘મૈં જાનતી હૂં તુમ જૂઠ બોલતે હો‘ (લતા, મુકેશ), ‘બેટા વાવ વાવ વાવ‘ (લતા અને કૂતરાનો સ્વર) અને ‘ભૂલા દે જિંદગી કે ગમ’. (લતા અને સાથીઓ) પૈકી ‘ભૂલા દે જિંદકી કે ગમ’ને ટાઈટલ સોન્‍ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

ગીતના શબ્દો આ મુજબ છે:

भूला दो ज़िन्दगी के ग़म
तराना छेड़ो प्यार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

भूला दो ज़िन्दगी के ग़म
तराना छेड़ो प्यार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

भूला दो ज़िन्दगी के ग़म
तराना छेड़ो प्यार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

कली कली से कह दो हमसे मुस्कुराना सिख ले
कहां है भंवरा आके हमसे गुनगुनाना सिख ले
कली कली से कह दो हमसे मुस्कुराना सिख ले
कहां है भंवरा आके हमसे गुनगुनाना सिख ले
ये दिन है सारी ज़िन्दगी में
सिर्फ एक बार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

भूला दो ज़िन्दगी के ग़म
तराना छेड़ो प्यार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

खुला गगन ये कह रहा कि आओ उड चलें कहीं
जहां से चाँद सी दिखे हमें ये झूमती जमीं
खुला गगन ये कह रहा कि आओ उड चलें कहीं
जहां से चाँद सी दिखे हमें ये झूमती जमीं
जहां यही जवाब आये अपनी हर पुकार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

भूला दो ज़िन्दगी के ग़म
तराना छेड़ो प्यार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

भूला दो ज़िन्दगी के ग़म
तराना छेड़ो प्यार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

ફિલ્મના ટાઈટલમાં આ બે અંતરા સાંભળી શકાય છે. આ ઉપરાંત વધુ એક અંતરાવાળું ગીત પણ છે, જે સંભવત: ફિલ્મમાં અન્યત્ર વાગતું હશે. આ વધારાના અંતરાના શબ્દો આ મુજબ છે.

न पूछो हर कदम पे क्युं धड़कधड़क रहा है दिल
के लाख रोकते हैं पर बहक बहक रहा है दिल
न पूछो हर कदम पे क्युं धड़क धड़क रहा है दिल
के लाख रोकते हैं पर बहक बहक रहा है दिल

सितम है आज एक एक पल ये इंतज़ार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

भूला दो ज़िन्दगी के ग़म तराना छेड़ो प्यार का
कि आ रहा है आ रहा है
कारवां बहार का

અહીં આપેલી લીન્ક પર આ ગીત સાંભળી શકાશે.


(તસવીરો: નેટ પરથી, લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “મેમ દીદી (૧૯૬૧)

  1. ગીતની શરૂઆતમાં તમે કીધા પ્રમાણે શંકર જયકિશનનું હોય એવું લાગ્યું. પણ પછી આલાપ, કોરસની હાર્મની અને ઈન્ટરલ્યુડ કાને પડતાં જ સલિલ ચૌધરી ઓળખાઈ ગયા.

Leave a Reply

Your email address will not be published.