શ્રીમતી પાર્કિન્સનનો નિયમ

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો

પાર્કિન્સનનો નિયમ, તેનાં અન્ય સ્વરૂપો અને સમય વ્યવસ્થાપન

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

શ્રીમતી પાર્કિન્સનનો નિયમન આ મુજબ છે – “દબાણથી પેદા થતી ગરમી મનમાં જેટલી જગ્યા હોય તે ભરી દે છે, અને ત્યાંથી તો પછી ઠંડા મન તરફ જ એ વહી શકે“.

આ નિયમ વાંચતાં જ કોઈને પણ એવું જરૂર થાય કે જો આને નિયમ કહી શકાતો તો ભલે કહેવાય, પણ તેને મૅનેજેમૅન્ટના નામસ્રોતીય નિયમોની શ્રેણીમાં સમાવી શકવા સાથે શું સંબંધ હશે.

એ માટે મારી પાસે બે સાવ સીધાં સાદાં કારણો છે. પહેલું એ કે આ નિબંધ પણ સિરીલ નોર્થકોટ પાર્કિન્સન વડે જ લખાયેલો છે, એટલે પાર્કિન્સનના નિયમનાં એક સ્વરૂપ તરીકે તેને સ્થાન તો મળવું જોઈએ. અને બીજું એ કે આ નિબંધ પાર્કિન્સનનાં ૧૯૬૮માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘Mrs Parkinson’s Law, And Other Studies In Domestic Science’ના લેખો પૈકી એક છે. જેમ પાર્કિન્સનનો નિયમ અને તેના સંલગ્ન નિયમો સંસ્થાઓમાં નોકરશાહીની વર્તણુકોનો અભ્યાસ કરે છે તેમ , શ્રીમતી પાર્કિન્સનનો નિયમ યુરોપ અને અમેરિકાની એ સમયની ગૃહિણીઓનાં રોજબરોજનાં જીવનનો અભ્યાસ કરે છે.

પતિ અને બાળકો ઑફિસે કે શાળાએ જતાં રહ્યાં છે, એટલે હવે ગૃહિણી તેનાં બીજાં કામોમાં પરોવાય છે. આ બધાં કામો કદાચ એ વર્ષોથી કરતી આવી છે, તેને કારણે એ તેનાં જીવનની એક યાંત્રિક ઘરેડ બની ગઈ હોઈ શકે, કે પછી હજુ પણ તેને એ કામો કરવામાં નવી ઉર્જાઓનો આવિર્ભાવ અનુભવાય છે. જો એ ઘરેડ બની ગઈ હશે તો આ કામોનો તેને માનસિક થાક પણ લાગતો હશે. જો આ કામો સાથે તેણે પોતાનાં કુટુંબીજનોની યાદોને જીવંત થતી અનુભવી હશે તો આ કામોમાં તેને રસ પણ હશે અને મજા પણ આવતી હશે.

ખેર, ગૃહિણી પોતે ઉર્જા મેળવી રહી હોય કે પછી ઉર્જા પેદા કરીને ફેલાવી રહી હોય, ન્યુટનના નિયમો મુજબ જ્યારે કોઈ પણ ઉર્જાનું રૂપાંતરણ થાય છે ત્યારે તેમાંથી કંઈને કંઈ નવી ઉર્જા પેદા જ થાય છે. એ હિસાબે, જો તે ઉર્જાની ખોટ બહારથી મેળવી રહી હોય તેને કોઈ મિત્ર, સમજુ પતિ, પ્રેમાળ બાળકો,કુટુંબમાંથી મળતી મદદ, ક્વચિત માણવા મળતું વેકેશન જેવા બાહ્ય સ્રોતની એ માટે આવશ્યકતા રહેતી હોય છે.

જો તે પોતાનાં કામમાંથી મળતા આનંદને કારણે ઉર્જા પેદા કરી રહી હશે તો તેણે કોઈ મિત્ર, પતિ સંતાનો કે સામાજિક મિલન મુલાકાતો કે પછી પોતાના શોખની પૂર્તિ જેવા સ્રોત સાથે તે વધારાની ઉર્જા વહેંચવી પણ પડશે.

બીજા શબ્દોમાં કહીએ તો પોતાની ખુશીઓ કે ચિંતાઓ વ્યક્તિએ કોઈને કોઈ સાથે વહેંચવી જ પડે છે (જોઇએ). દરેક વ્યક્તિએ એક તો એવો ખભો ખોળી રાખવો જોઇએ કે સમય આવ્યે તેના પર તે જરા પણ ભાર અનુભવ્યા વિના ટેકો લઈ શકે.

આ વાત પ્રસ્તુત લેખમાં ડોરિસ ડેના ગીત બે માટે ચા (Tea for Two) [1] માં આ રીતે રજુ કરી છે –

બસ આપણા બે માટે જ ચા અને આપણે બે જ ચા માટે Just tea for two and two for tea,
માત્ર હું તારા માટે Just me for you,
અને તું મારાં એકલાં જ માટે And you for me alone
…. …… …… …… … …. …… …… …… …
ઓહ, સમજતો કેમ નથી Oh, can’t you see
કેટલી મજા આવશે આપણને બન્નેને How happy we would be? [2]

શ્રીમતી પાર્કિન્સનનો નિયમ આ વાત પારિભાષિક ભાષામાં મુકી આપે છે.

આ લેખને લખવામાં પાર્કિન્સને યુરોપ કે અમેરિકાની એ સમયની ગૃહિણીઓની કુટુંબ ભાવનાઓનો અભ્યાસ કરવામાં શ્રીમતીની પાર્કિન્સનનો દૃષ્ટિકોણ જ રાખ્યો છે. પરંતુ આપણે તો બહુ સહજપણે તેને સંસ્થામાં, કે વ્યક્તિની રોજબરોજની જિંદગીમાં, જોવા મળતી આવી ઘટનાઓ સાથે સાંકળી શકીએ.

કાર્યસ્થળ પરની જિંદગીની બાબતમાં જોઈએ તો જ્યારે બહારથી ઉર્જા મેળવીને કે પછી નવી ઉર્જા પેદા કરતાં કરતાં જ્યારે કોઈ વ્યક્તિ કામમાં ખૂંપી જાય છે ત્યારે એક સમય એવો અવશ્ય આવે છે જ્યારે તેને ચાનો એક કપ સાથે પીતાં પીતાં કોઈ સાથી / મિત્ર કે આમનેસામને (દ્વિપક્ષી) વાતચીત કરતા બૉસની જરૂર પડશે જે એ ઉર્જા તેની સાથે વહેંચી શકે.

રોજબરોજનાં વ્યક્તિનાં જીવનમાં વ્યક્તિને એવા મિત્ર, પતિ કે પત્ની, ભાઈ-બહેન-ભાભી કે ક્યાંક તો માતા પિતાના પણ અને તેમાંનાં કોઇ ન હોય તો કોઈ એવા શોખના સંગાથની જરૂર રહે છે જે આ ઉર્જા વહેંચી લે.


[1]

[2] Songfacts

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.