जलना, जलानाને આવરતા ગીતો – सीने में जलन ….

નિરંજન મહેતા

આ વિષયનો ચોથો અને અંતિમ હપ્તો રજુ કરૂં છું.

૧૯૭૧ની ફિલ્મ ‘જ્વાલા’ નું ગીત ગયો હપ્તો મુક્યા બાદ ધ્યાનમાં આવ્યું હતું તે અહી સામેલ કર્યું છે.

मेरा ज्वाला नाम
जिया जलाना काम

આ નૃત્યગીતનો વિડીઓ એકદમ સ્પષ્ટ નથી એટલે કલાકાર કોણ છે તે જણાતું નથી. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીતકાર શંકર જયકિસન અને સ્વર છે લતાજીનો.

૧૯૭૫ની ફિલ્મ ‘ઝખ્મી’નું આ ગીત બે પ્રેમીઓના મનોભાવને દર્શાવે છે. .

जलता है जिया मेरा भीगी भीग रातो में

રાકેશ રોશન અને રીના રોય પર ફિલ્માવાયેલા આ ગીતના શબ્દકાર છે ગોહર કાનપુરી અને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. આશા ભોસલે અને કિશોરકુમાર ગીતના ગાયકો.

૧૯૭૫ની અન્ય ફિલ્મ છે ‘એક   મહલ હો સપનો કા’ જેનું આ ગીત બે પ્રેમીઓની વ્યથાને ઉજાગર કરે છે.

दिल में किसी के प्यार का

जलता हुआ दिया
दुनिया की आंधियो से
भला ये बजेगा क्या

ગીતના કલાકારો છે ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર. સાહિર લુધિયાનવીનાં શબ્દો અને રવિનું સંગીત. સ્વર આપ્યો છે કિશોરકુમાર અને લતાજીએ.

૧૯૭૬ની ફિલ્મ ‘ચિતચોર’નું આ ગીત પણ પ્રેમીના ભાવોને વ્યક્ત કરે છે.

जब दीप जले आना
जब शाम ढले आना

ઝરીના વહાબ અને અમોલ પાલેકર પર રચાયેલ આ ગીતના ગીતકાર અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન. હેમલતા અને યેસુદાસ ગીતના ગાયકો.

૧૯૭૯ની ફિલ્મ  ‘ગમન’નું આ ગીત પણ વ્યથાપૂર્ણ છે જે પાર્શ્વગીત તરીકે મુકાયું છે.

सीने में जलन आँखों में
तुफान सा क्यों है

ગીતકાર શહરીયાર, સંગીતકાર જયદેવ. સ્વર સુરેશ વાડકરનો. ફિલ્મના મુખ્ય કલાકારો છે ફારુખ શેખ અને સ્મિતા પાટીલ

૧૯૮૩ની ફિલ્મ ‘રઝીયા સુલતાન’નું આ ગીત એક મુજરા નૃત્યગીત છે.

जलता है बदन
हो प्यास भड़की है

કલાકાર તરીકે કદાચ હીના કૌસર છે. કૈફી આઝમીનાં શબ્દો અને ખય્યામનું સંગીત. સ્વર છે લતાજીનો.

૧૯૮૩ની અન્ય ફિલ્મ ‘ સૌતન’નું આ ફિલસુફીભર્યું ગીત પણ પાર્શ્વગીત છે.

जिन्दगी प्यार का गीत है

છેલ્લા અંતરામાં

दिल का दीपक जलाना पडेगा

રાજેશ ખન્ના અને પદ્મિની કોલ્હાપુરે આ ફિલ્મના મુખ્ય કલાકરો છે. શબ્દો છે સાવનકુમારના અને સંગીત ઉષા ખન્નાનું. લતાજીનો સ્વર.

૧૯૯૨ની ફિલ્મ ‘જાગૃતિ’ નું આ ગીત સમાજ પર કટાક્ષ કરે છે.

जलनेवाले तो जलते रहेंगे
हाथ को अपने मलते रहेंगे

સલમાન ખાન અને કરિશ્મા કપૂર પર રચાયેલ આ ગીતના શબ્દો છે સમીરના અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે, એસ.પી.બાલાસુબ્રમણ્યમ અને ચિત્રા ગાનાર કલાકારો.

૨૦૦૧ની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’નું ગીત જોઈએ.

सूरज हुआ मध्यम
चाँद जलने लगा

ત્રીજા અંતરામાં શબ્દો છે

सोलो के दिल में
भी आग जलने लगी

શાહરૂખ ખાન અને કાજોલ ગીતના કલાકારો. અનીલ પાંડેના શબ્દોને સંગીત સાંપડ્યું છે સંદેશ શાંડિલ્ય તરફથી સ્વર છે અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “जलना, जलानाને આવરતા ગીતો – सीने में जलन ….

  1. સરસ રજુઆત પણ ફિલમ ઝખમી ના ગીત ” જલતા હૈ જીયા …. નીચે વિડીયો અન્ય ગીત ” જગત ભર કી “હેમંત કુમારનો વિડિઓ ભૂલથી
    મુકાયેલો છે .

Leave a Reply to Bharat Bhatt Cancel reply

Your email address will not be published.