પર્યાવરણની અસહ્ય તકલીફોનો એકજ ઉપાય, ફરી કુદરતના ખોળે

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

આજે વિશ્વભરમાં ચારે અનેક પ્રકારની તરફ પ્રાકૃતિક આપદાઓ આવે છે અને હવે તેની સંખ્યા અને તીવ્રતા વધતી જાય છે. “કલાઇમેટ ચેઇન્જ/ આબોહવા પરિવર્તન” એ બહુ ભયાનક સવરૂપ ધારણ કરી ચૂક્યું છે અને આગળ અનેક પ્રકારના વિનાશકારી અને વાતાવરણના અસહ્ય પ્રશ્નો ઉભા થશે તે નિર્વિવાદ છે.

     સાથે સાથે માનવ વસ્તી વધી રહી છે અને કુદરતે રચેલી અદભુત રચનાના વિવિધ જીવ ખુબ ઝડપથી  નામશેષ થઇ રહ્યા છે.

દરેક જીવનું  અસ્તિત્વ ટકાવી રાખવા માટે માનવીએ સમૃદ્ધ અને શુદ્ધ હવા, ચોખ્ખું પાણી, ફળદ્રુપ જમીન, કુદરતની રચેલી જીવશ્રુષ્ટિની સાચવણી અને તેની ફૂડ ચેઇન હયાત હોય તો અને તોજ દરેક જીવનું જીવવું શક્ય છે. આ દરેકની સર્વ ધર્મમાં પૂજા થાય છે.

માનવી કુદરતના માલિક નથી અનેમાલિકીની ભાવનાથી ન વર્તે. માનવી એક ચોક્કસ સમય માટે પૃથ્વી પાર સારું જીવન જીવવા જન્મે છે અને તે બીજા કોઈ પણ જીવને નુકસાન ન કરી શકે. જીવશ્રુષ્ટીની શૃંખલામાં દરેક જીવ એક મહત્વનું સ્થાન ધરાવે છે અને તે શૃંખલા તૂટતાં અને પ્રશ્નો સર્જાય છે. કુદરતની રચનાને પોતાના સ્વાર્થમાં વિનાશક તરીકે નહિ પરંતુ કુદરતની રચનાના એક અંગ રૂપે બધા જીવ સાથે સહઅસ્તિત્વમાં જીવવું પડશે. સ્વયં સંચાલિત શિસ્તનું પાલન કરવું પડશે. હવા, જળ, પ્લાસ્ટિક, ધ્વનિ અને જમીન પ્રદુષણ બંધ કરવા પડશે.

૨૯/૦૪/૨૦૨૨ ના રોજ ભારતમાં ચેન્નાઇ હાઇકોર્ટે કુદરતને / Nature ને જીવંત વ્યક્તિ તરીકે ગણ્યું છે અને આ કુદરતનું મહત્વ છે. દરેક વ્યક્તિ અને દરેક જીવ જો પોતાનું જીવન અને વિકાસ સહઅસ્તિત્વની ભાવનાથી કરશે અને કરાવશે તો કુદરત પોતે એટલી સક્ષમ છે કે પાછી ધીરેધીરે પોતાની જાતે સમૃદ્ધ થઇ જશે અને બધાનું અસ્તિત્વ ટકી શકશે બાકી દરેક જીવનો વહેલો મોડો દરવાજે આવીને ઉભેલો દેખાઈ રહ્યો છે.

ફરીથી કુદરતના ખોળે જવું હોય તો જરા પણ અઘરું નથી. તેના માટે કુદરતી દરેક તત્વનો સમજી વિચારીને બગાડ અટકાવવો પડશે (Reduce), મહત્તમ માત્રામાં નકામી થયેલી વસ્તુને ફરી વાપરવા લાયક બનાવી ઉપયોગમાં લેવી પઢશે/ (Recycle & Reuse) કારણકે કુદરતી સ્તોત્ર અમૂલ્ય અને  મર્યાદિત છે અને તેને વેડફવા પોસાય તેમ નથી – “૩R”.

માનવજાતે ઉભા કરેલા દરેક પ્રશ્નનું મોટું નિરાકરણ લાવવા માટે સહુથી પહેલા માનવ જાતે વધારેમાં વધારે “વૃક્ષ” વાવવા પડશે. દરેક જગ્યાએ કુલ ક્ષેત્રફળના ઓછામાં ઓછા ૧૫% જમીન ઉપર મોટી ઉંમરના દેશી વૃક્ષ ઉગાડવા પડશે અને ફક્ત તેમના બાળપણનો વિકાસ યોગ્ય માવજત સાથે કરવો પડશે. ત્યાર બાદ વૃક્ષ પોતાની જાતે બધા જીવની પોતે જીવે ત્યાં સુધી માવજત કરશે અને જીવન પૂરું થયા બાદ પણ કશુંક આપીને જશે. વૃક્ષ એક સંપૂર્ણ અને નિસ્વાર્થ સેવાભાવી જીવ છે. તે ફક્ત અને ફક્ત દરેક જીવને જીવવા માટે કોઈજ અપેક્ષા વગર ઘણું બધું આપે છે. વૃક્ષ કુદરતનો અને બીજા જીવ દ્વારા ઉત્પાદિત કચરો પોતે લઈલે છે અને બદલામાં દરેક જીવને જીવવા માટે જોયતું અઢળક આપે છે. તે ઓક્સિજન, ઠંડક, ફૂલ, ફળ અને આયુર્વેદિક દવાઓ, લાકડું અને ઘણું બધું આપે છે. તેની ઉપર પક્ષીઓ અને જીવજંતુ નભે છે અને બદલામાં કાર્બન ડાયોક્સાઇડ, પ્રદુષણના ગેસ, ઓર્ગેનિક કચરો વગેરે લઇ લે છે અને વરસાદનું વધારાનું પાણી શોષે છે જેને નીચે જમીનમાં ઉતારે છે અને બીજું પાણી ઉપરથી હવામાં છોડે છે જેની મદદથી વાદળ બંધાય છે જે વરસાદ લાવે છે જ્યારે જમીનમાં મૂળની તાકાતથી નીચે ઉતારેલું પાણી માટી થકી જમીનમાં વારસોવરસ સંગ્રહ થાય છે. પર્યાવરણના માનવીએ ઉભા કરેલા બધાજ પ્રશ્નોનું સહુથી મોટું સમાધાન, એટલે ફક્ત વૃક્ષ.

પ્રાકૃતિક ખેતી માટે સહુથી પહેલા જમીનને સમૃદ્ધ કરવી પડશે. જમીનની ઉપરના ભાગનો એક ફૂટનો ભાગ “સેન્દ્રીય તત્વથી / Organic કાર્બનથી” સમૃદ્ધ જોઈએ જેથી ખેતી સારી થઇ શકે અન્યથા જમીન મૃતઃપાય બની જશે.

સેન્દ્રીય તત્વ સમૃદ્ધ રાખવા માટે કેમિકલ ખાતર અને કેમિકલ પેસ્ટીસાઇડનો બેફામ ઉપયોગ સંપૂણ બંધ કરી ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. ઓર્ગેનિક ખેતી માટે કુદરતે આપેલા બધાજ તત્વોને recycle કરવા પડશે. તેના માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખાતર તરીકે નિઃશુલ્ક બનાવેલું “જીવામૃત” વાપરવું ઉત્પાદકતા વધારનાર અને ફાયદા મંદ સમાધાન છે. તેમાં ગાય માતાનું ગોબર, ગૌમૂત્ર, ખેતર અને રસોડાનો ઓર્ગેનિક કચરો વાપરી શકાય છે. તેની મદદથી જમીનનું જરૂરી સેન્દ્રીય તત્વ નહિવત ખર્ચે મળે છે અને જમીન સમૃદ્ધ બની રહે છે.

સાથેસાથે તેને વધારે સમૃદ્ધ બનાવવા માટે  કુદરતી “અળશિયાનું ખાતર” પોતાની જાતે બનાવી વાપરી શકાય. આમ જીવામૃત અને અળશિયાની મદદથી બધો કુદરતી કચરો રિસાયકલ થશે અને અને મરવા પડેલી કે મરી ગયેલી જમીન અકલ્પનિય રીતે સર્વોત્તમ ફળ આપશે. લાખ્ખો વર્ષથી જમીનને નહિવત ખર્ચે જીવંત રાખનાર જીવ એટલે અળશિયા, જે જૈવવ્યવસ્થા તંત્રના મુખ્ય સ્તોત્ર તરીકે પોતે જમીનને કાર્યક્ષમ રીતે ખેડીને ભરભરી અને હવાદાર રાખે છે. ગમે તેટલી ક્ષારીય જમીનને પાછી ફળદ્રુપ બનાવી શકે છે. છોડના સંતુલિત વિકાસ માટે સેન્દ્રીય પદાર્થના ચક્રને જાળવી પોશાક તત્વોનું સંતુલન કરવાનું કાર્ય કરે છે.

પ્રાકૃત્તિક ખેતી અને જૈવિક ખેતી માટે નિરુપદ્રવી અળશિયા એ ખેડૂત મિત્ર તરીકે ખેતીની ઉત્પાદકતામાં અને જમીનને જીવંત રાખવામાં પોતાનો બહુ અગત્યનો ભાગ ભજવે છે.

પાણીની શુદ્ધતા ખેતી માટે ખુબજ જરૂરી છે. શ્રેષ્ઠ ગુણવત્તા વાળું “વરસાદી પાણીનો” વેડફાટ ન થવો જોઈએ અને વધારાનું બધું વરસાદી પાણી જમીનમાં પાછું નાખવું પડશે. જમીનના તળ ખુબજ ઊંડા ઉતારી ગયા છે અને તે પાણીની ગુણવત્તા વપરાશ માટે યોગ્ય નથી. આ પ્રશ્ન વધારે અને વધારે વિકટ બની રહ્યો છે અને સાથે પાણીમાં દરેક પ્રકારનું નુકશાન કારક પ્રદુષણ વધી ગયું છે. આ એક ખતરાની નિશાની છે પાણી સાચવીને ઘી ની જેમ વાપરવું જોઈએ જે વાત ભગવાન શ્રી મહાવીરસ્વામીએ આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે જણાવી હતી, આપણે માની ન હતી અને તે આજે એ વાત વિકરાળ સ્વરૂપ ધારણ કરીએ સામે આવીને ઉભી રહી છે.

“હવાનું પ્રદુષણ” અટકાવીને જેટલી શુદ્ધ હવા મળશે તો તેનાથી જમીન અને છોડની તેમજ દરેક જીવની વૃદ્ધિ સારી થશે અને આનો સસ્તો અને સારો ઉપાય છે કે પોતાના વાતાવરણને અનુકૂળ એવા દેશી અને ફળાઉ વૃક્ષો બહુ મોટી સંખ્યામાં વાવો. વૃક્ષ એક સંપૂર્ણ જીવ છે જે દરેકને નિસ્વાર્થ રીતે ભગવાનની જેમ બધું મફતમાં આપે છે અને બધાનો દરેક પ્રકારનો કચરો પોતે ગ્રહણ કરી શુદ્ધતા બક્ષે છે. વૃક્ષ એ ભગવાનને સમકક્ષ

જીવ છે જેના આ પૃથ્વી ઉપર કોઈ પણ જીવનું અસ્તિત્વ શક્ય નથી. વિકાસની દોટમાં માનવી વૃક્ષોનું નિકંદન કરીને બેસી ગયેલો છે અને દરેકનું જીવન દોહ્યલું બની રહ્યું છે.

જમીન ઉપર ઉગતા છોડ ઉપરના ફૂલ અને અને દૂરદૂરથી આવીને તે ફૂલ ઉપર નભતા મધમાખી, પતંગિયા, પક્ષી, જીવડા અને બીજા જીવ જેઓ બદલામાં ફૂલને વૃદ્ધિ પમાડે છે, સંખ્યા વધારે છે, ફળ ફૂલ વધારે છે જેની ઉપર માનવી સહીત અને જીવ નિર્ભર રહે છે. “ફૂલના મધુરસ અને પરાગરજ/ પુષ્પરાગ” એ કુદરતની આગવી રચના છે. જયારે મધમાખી, જીવડા, પક્ષી અને પતંગિયા મધુરસ પીવે ત્યારે તેમની રૂંવાટી વાળી પાંખમાં પરાગરજ ચોંટતી હોય છે અને તે પરાગરાજની મદદથી એક છોડના પરાગરજ બીજા છોડ ઉપર પહોંચીને બીજા તેજ જાતિના ફૂલ ઉપર મધુરસ પીવા બેસે ત્યારે તે પુંકેસર બીજા ફૂલના સ્ત્રીકેસર ઉપર પડતા ફલીકરણ શક્ય બને છે. છોડ પોતે સમાગમ નથી કરી શકતો અને તે જગ્યાએ “મધમાખી, પક્ષી,પતગિયા અને જીવડાની” પાંખ ઉપર ચોંટીને સ્ત્રીકેસર અને પુંકેસરનો સમાગમ શક્ય બને છે, તેના થકી ફૂલોની વૃદ્ધિ થાય છે અને તે કારણે ફળ તેમજ પાકનું ઉત્પાદન વધે છે.

કુદરતની આ રચના સદાય ચાલુ રાખવા માટે પ્રક્ત્રુતિક ખેતી જરૂરી છે અને તેની મદદથી કુદરત સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ રાખીને ફૂલ, ફળ અને બીજની વૃદ્ધિ કરે છે જેની મદદથી પાકની ઉત્પાદકતા વધે છે.

દરેક વાતને સમજવા જેવી છે કે કુદરતની રચેલી રચનાઓ અને શૃંખલાને અનુસરીએ તો ઓછા ખર્ચે, ઓછી મહેનતે, ગુણવત્તાસભર અને વધારે પાક વરસોવરસ ઉતરી શકે છે. શુદ્ધ જમીન, પાણી, હવા, તંદુરસ્તી અને સ્વસ્થ જીવન મળી રહે છે.

ફરી કુદરતના ખોલે જવાથી આ પૃથ્વી પહેલા જેવી હરીભરી બની શકે છે. ખર્ચ ખુબજ ઓછો થશે પરંતુ જીવન ધોરણ સુધરશે, દરેક જીવ જીવી શકશે અન્યથા આજથી શરૂકરી આગળ ઉપરથી નજીકના સમય ભવિષ્ય ખુબજ ધૂંધળું છે. દરેક વ્યક્તિએ પોતાનાથી થાય તેનાથી વધારે કાર્ય પર્યાવરણ માટે કરવું રહ્યું. આબોહવાના પરિવર્તનને વધારે બગાડતા રોકવા માટેનો “ફરી કુદરતના ખોળે” આખું વિશ્વ જાય તે એકજ ઉપાય છે.

“હે માનવ તું જીવ અને જીવવા દે”!

 

 *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

  *Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

2 thoughts on “પર્યાવરણની અસહ્ય તકલીફોનો એકજ ઉપાય, ફરી કુદરતના ખોળે

Leave a Reply

Your email address will not be published.