जलना, जलानाને આવરતા ગીતો – जलनेवाले जला करे

નિરંજન મહેતા

जलना, जलाना શબ્દો ફિલ્મીગીતોમાં જુદા જુદા અર્થમાં વપરાયા છે. ક્યાંક કોઈકને સતાવવાના રૂપમાં તો ક્યાંક થયેલ અનુભવ માટે. આવા ગીતોમાં સૌ પ્રથમ ગીત યાદ આવે છે ૧૯૪૫ની ફિલ્મ ‘પહેલી નજર’નું ગીત

दिल जलता है तो जलने दे

आंसू न बहा फ़रियाद न कर

મુકેશના દર્દભર્યા અવાજમાં આ ગીત હજી પણ યાદ કરાય છે, જે મોતીલાલ પર રચાયું છે. શબ્દો છે આહ સીતાપુરીના અને સંગીત છે અનીલ બિશ્વાસનું. આ ગીતમાં મુકેશનો અવાજ કે. એલ. સાયગલને મળતો છે કારણ તે સમયમાં તેની બોલબાલા હતી. પરંતુ ત્યારબાદ અનીલ બિશ્વાસે મુકેશને પોતાના અવાજમાં જ ગાવા કહ્યું અને એક અનન્ય અવાજની પ્રાપ્તિ થઇ.

૧૯૪૬ની ફિલ્મ ‘રસીલી’નાં આ ગીતમાં બે દિલના દર્દને પ્રસ્તુત કરાયું છે

दिल मुज को जलाता है

मै दिल को जलाती हु

ગીતનો ઓડીઓ જ પ્રાપ્ત છે એટલે કલાકારોની જાણ નથી પણ મુખ્ય કલાકારો છે સુશીલકુમાર અને રાધારાની એટલે ગીત તેમના પર રચાયું હશે તેમ માની લઈએ. ગીત સંગીત છે હનુમાન પ્રસાદના અને ગાયક કલાકારો છે શમશાદ બેગમ અને રફીસાહેબ

૧૯૪૭ની ફિલ્મ ‘’જુગ્નુ’

जिगर की आग से इस

दिल को जलता देखते जाओ

પોતાની વ્યથાને પ્રગટ કરતી નૂરજહાં આ ગીતની કલાકાર અને ગાયિકા બંને છે.. શબ્દો કાતિલ શીફાઈના અને સંગીત ફિરોઝ નીઝામીનું.

૧૯૪૮ની ફિલ્મ ‘અનોખી અદા’

जले ना, जले ना

जले ना क्यों परवाना

આ ગીતમાં જલવાની વાત જુદા સંદર્ભમાં કહી છે. સૌન્દર્ય એટલે કે શમાને જોઇને પરવાના સુરેન્દ્રનાથ ગાઈ ઉઠે છે. જે તેના જ સ્વરમાં છે. ગીતના રચયિતા અંજુમ પીલીભિત અને સંગીત નૌશાદનું.

૧૯૪૮ની અન્ય ફિલ્મ ‘ખિડકી’ની કવ્વાલી છે જેનો પણ ઓડીઓ જ પ્રાપ્ત છે.

खुशिया मनाये क्यों ना हम

हम किसी से क्यों डरे

किस्मत हमारे साथ है

जलनेवाले जला करे

ઓડીઓને કારણે કલાકારોની જાણ નથી પણ ગીતકાર છે પ્યારેલાલ સંતોષી અને સંગીત આપ્યું છે સી. રામચન્દ્રએ. ગાયકો છે સી. રામચંદ્ર અને રફીસાહેબ.

૧૯૫૦ની ફિલ્મ ‘નિરાલા’

महेफिल में जल उठी शमा परवाने के लिए

प्रीत बनी है दुनिया में मर जाने के लिए

આ કટાક્ષભર્યું ગીત છે જે મધુબાલા પર રચાયું છે. ગીત દેવઆનંદને ઉદ્દેશીને ગવાયું છે, ગીતકાર પ્યારેલાલ સંતોષી અને સંગીતકાર સી. રામચંદ્ર. સ્વર છે લતાજીનો.

આ વિષય પર હજું આની ગીતો છે તે હવે  પછીના હપ્તાઓમાં માણીશું ………..


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “जलना, जलानाને આવરતા ગીતો – जलनेवाले जला करे

 1. જલના-જલાના ના એક નવા શીષર્ક અને વિષય સાથે સરસ સંકલન।
  જલના અને જલાના એ શબ્દ ક્રિયાપદમાં પણ આવે ।
  જેમકે ૧૯૪૨ ની ફિલ્મ ” તાનસેન માં કે એલ સાયગલ નું રાગ દિપક માં ગાવાયલું
  दिया जलाओ जगमग जगमग
  दिया जलाओ जगमग जगमग

  दिया जलाओ सरस सुहागन सुनरी
  सरस सुहागन सुनरी…………..

  1. વિષય ઈર્ષાના સંદર્ભમાં છે. તમે સૂચવેલ ગીત તેમાં નથી આવતું પણ દીવો સળગાવવાના સંદર્ભમાં છે.

Leave a Reply

Your email address will not be published.