૧૦૦ શબ્દોની વાત
તન્મય વોરા
આપણે ક્યાં તો આંતરસ્ફુરણા થાય કે પછી પુસ્તકો, બ્લૉગ્સ કે વિડીયો પરથી મળી જાય તેની રાહ જોઈએ છીએ. આંતરસ્ફુરણા થાય તેની રાહ જોવા કે મેળવવા મેં કલાકો ગાળ્યા છે. તેનાથી ફાયદો થયો, પણ ટુંકા ગાળા માટે જ.
મારા અનુભવે, આંતરસ્ફુરણા થવા માટે વધારે સારો રસ્તો કામે ચડવાનો છે. એક વાર તમે કામની લયમાં વહેવા લાગો, તેને પુરૂં કરતાં કરતાં સુધારતા જાઓ એ જ આંતરસ્ફુરણાનો સ્રોત છે, અને વધારેને વધારે પ્રેરણાને સ્ફુરવામાં મદદ કરે છે.
રાલ્ફ રૂડો એમર્સને સાચું જ કહ્યું છે કે, ‘એક ઔંસ જેટલું કામ એક ટન જેટલા સિદ્ધાંત સમાન છે.’
શ્રેષ્ઠ સ્ફુરણા કામ કરતાં કરતાં જ થાય છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: tanmay.vora@gmail.com