જોડે જોડે આવતા શબ્દો – (૮) – બાત બાત પે

નિરંજન મહેતા

આ લાંબી લેખમાળાનો આઠમો અને અંતિમ ભાગ રજુ કરૂં છું.

૨૦૦૦ની ફિલ્મ ‘અસ્તિત્વ’ના ગીતમાં મોહનીસ બહલના મનોભાવ દર્શાવાયા છે.

चल चल मेरे संग

પ્રથમ પંક્તિમાં જ બે જોડીઓ છે ચલ ચલ, સંગ સંગ. તો પહેલા અંતરામાં જોડી છે લમ્હા લમ્હા. બીજા અંતરામાં જોડી છે તન્હા તન્હા. છેલ્લા અંતરામાં જોડી છે મેહકા મેહકા. આ ભાવો તબુ માટે દર્શાવાયા છે જેના શબ્દો છે શ્રીરંગ ગોડબોલેના. સંગીતકાર અને ગાયક સુખવિંદર સિંહ.

૨૦૦૧ની ફિલ્મ ‘ઝુબેદા’માં એક પ્રેયસીના મનોભાવ વ્યક્ત થાય છે.

धीमे धीमे गाऊ हूँ धीरे धीरे गाऊ

ગીતની પ્રથમ પંક્તિમાં જ ત્રણ જોડી જોવા મળે છે  ધીમે ધીમે, ધીરે ધીરે, હૌલે હૌલે. આગળ ઉપર ત્રીજી પંક્તિમાં જોડી છે ગુન ગુન, ચુન ચુન તો ચોથી પંક્તિમાં છે સુન સુન, પિયા પિયા. અંતરાની પહેલી પંક્તિમાં જોડી છે મહેકે મહેકે, બહેકે બહેકે. મનોજ બાજપાઈ આગળ કરિશ્મા કપૂર આ મનોભાવ વ્યક્ત કરે છે જેના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત આપ્યું છે એ.આર.રહેમાને. સ્વર છે કવિતા કૃષ્ણમૂર્તિનો.   

૨૦૦૨ની ફિલ્મ ‘હાં મૈને ભી પ્યાર કિયા’નું ગીત છે

हर किसी के दिल में एक लड़की का ख़याल रहेता है

અંતરામાં જોડી છે તન્હા તન્હા  તો બીજા અંતરામાં જોડી છે મોહબ્બત મોહબ્બત, શરારત શરારત.  અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર પર રચાયેલ આ ગીતમાં અક્ષયકુમાર પણ દેખા દે છે. આગળ ઉપર જોડી જોવા મળે છે દિલરુબા દિલરુબા. સમીરના શબ્દો અને નદીમ શ્રવણના સંગીતને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણે.   

૨૦૦૪ની ફિલ્મ ‘સ્વદેશ’નું ભજન છે

पल पल है भारी वो विपदा है आई

ભજનની શરૂઆતમાં જ જોડી છે પલ પલ અને પછી જોડી દેખાય છે રામ રામ. અંતરામાં જોડી છે સીતા સીતા. સીતાના પાત્રમાં છે ગાયત્રી જોશી તો ગીતમાં શાહરૂખ ખાન પણ છે. શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત છે એ.આર.રહેમાનનું. ગીતના ગાયકો છે આસુતોષ ગોવારીકર, વિજય પ્રકાશ અને મધુશ્રી.   

આ જ ફિલ્મના અન્ય ગીત માં એક થી વધુ વાર જે જોડી જોવા મળે છે તે છે સાવરિયા સાવરિયા.  કલાકાર છે ગાયત્રી જોશી જે શારુખ ખાનની યાદમાં આ ગીત ગાય છે. શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત છે એ.આર.રહેમાનનું. ગીતના ગાયક છે અલકા યાજ્ઞિક.

 सावरिया सावरिया मै तो हुई बावरिया

૨૦૦૫ની ફિલ્મ ‘બંટી ઔર બબલી’નું ગીત એક નૃત્યગીત છે

कजरा रे कजरा रे
तेरे कारे कारे नैना

ગીતના મુખડામાં જોડી છે કારે કારે તો આગળ ઉપર જોડી છે કાલે કાલે. કલાકારો છે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રાની મુકરજી અને ઐશ્વર્યા રાય. ગીતના શબ્દો છે ગુલઝારના અને સંગીત છે શંકર એહસાન લોયનું. ગાનાર કલાકારો છે જાવેદ અલી, શંકર મહાદેવન અને અલીશા ચિનોય.

૨૦૦૭ની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નું આ ગીત એક વિરહગીત છે.

मै ताज या नमारा हाय दासु मै की करा

અંતરામાં જોડી છે સુના સુના  અને સિસક સિસક, બીજા અંતરામાં જોડી છે રૂઠી રૂઠી અને ફીકે ફીકે. આગળના અંતરામાં જોડી છે મારા મારા. શાહરૂખ ખાન પર રચાયેલ આ ગીતમાં દીપિકા પાદુકોણ પણ છે, ગીતના ત્રણ રચયિતા જણાય  છે. વિશાલ દાદલાની, જાવેદ અખ્તર અને કુમાર. સંગીત આપ્યું છે વિશાલ શેખરે અને સ્વર છે રીચા શર્મા અને રાહત ફતેહ અલી ખાનના.

૨૦૧૦ની ફિલ્મ ‘દબંગ’નું આ ગીત સ્વપ્નમાં રાચતા યુવાનનું છે.

ताकते रहेते तुज को सांज सवेरे

પહેલા અંતરામાં જોડી છે મસ્ત મસ્ત. બીજા અંતરામાં જોડી છે ધડકા ધડકા. ત્યાર પછીની પંક્તિઓમાં જોડી છે  જલ જલ, ભડકા ભડકા.  ત્યાર પછીના અંતરામાં જોડી છે દુનિયા દુનિયા.  સોનાક્ષી સિંહાને જોઈને સલમાન ખાન પર આ ગીત રચાયું છે જેને સ્વર મળ્યા છે શ્રેયા ઘોસાલ અને રાહત ફતેહ અલી ખાનના. શબ્દો છે ફૈઝ અનવરના અને સંગીત છે સાજીદ વાજીદનું.    

૨૦૧૫ની ફિલ્મ ‘દમ લગા કે હઇસા’નું આ ગીત પાર્શ્વગીત છે.

ये मोह मोह के धागे

ગીતના મુખડામાં જ એક કરતા વધુ જોડીઓ જોવા મળે છે – મોહ મોહ. ટોહ ટોહ, રોમ રોમ.  ગીત આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકર પર રચાયું છે. શબ્દો છે વરુણ ગ્રોવરના અને સંગીત અનુ મલિકનું. સ્વર છે મોનાલી ઠાકુરનો.  

૨૦૧૫ની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’નું આ ગીત લાવણીની ધૂન પર રચાયું છે.

नवतून्नी आली अप्सरा
आशी सुंदरा साज सज्युन्ना

મુખડામાં શબ્દો છે આલી આલી. આગળના અંતરામાં જોડી છે દીવાની દીવાની. ચોથા અંતરામાં જોડી છે રુહાની રુહાની  અને રવાની રવાની. અંતિમ અંતરામાં જોડીઓ છે નૂર નૂર અને ઝૂમ ઝૂમ. દીપિકા પાદુકોણ પર રચાયેલ આ ગીતના રચયિતા માટે એક કરતા વધુ નામ અપાયા છે પણ સંગીત છે સંજય લીલા ભણશાલીનું અને સ્વર છે શ્રેયા ઘોસાલનો.

તો કેટલાય ગીતો એવા મળ્યા જેમાં એક જ શબ્દજોડી દેખાઈ. લેખની લંબાઈને ધ્યાનમાં રાખી આ પ્રકારના ગીતોનો આમાં ઉલ્લેખ નથી. એટલે કોઈ મિત્રને તે ધ્યાનમાં આવે તો તે ગીત સામેલ ન કર્યાનું કારણ સમજી જશે.

કેટલાક ગીતો અગાઉના લેખો મુક્યા બાદ ધ્યાનમાં આવ્યા તેની ફક્ત નોંધ જ  આ સાથે.

૧૯૪૯ : બડી બહેન – ચુપ ચુપ  ખડે હો

૧૯૫૩ : આહ – જાને નાં નજર

૧૯૫૪ : વારીસ – રાહી મતવાલે

૧૯૫૫ : સીમા – બાત બાત પે

૧૯૫૫ : બાપ રે બાપ – પિયા પિયા

૧૯૫૫ : રેલ્વે પ્લેટફોર્મ : બસ્તી બસ્તી

૧૯૫૬ : દશેરા – દુસરો કા દુખડા

૧૯૫૭ : બારિશ – દાને દાને પે લિખા હૈ

૧૯૫૭ : નરસિંહ ભગત – દર્શન દો

૧૯૫૭ : જનમ જનમ કે ફેરે – જરા સામને તો આઓ

૧૯૫૮ : અજી બસ શુક્રિયા – સારી સારી રાત

૧૯૫૯  બરખા – તડપાઓગે

૧૯૬૦ : મંઝિલ – ચુપકે ચુપકે

૧૯૬૩ : પારસમણી – ચોરી ચોરી જો

૧૯૬૪ : વહ કૌન થી – નૈના બરસે

આ લેખમાળાને સૌએ પસંદ કરી છે તે માટે સર્વેનો આભાર.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “જોડે જોડે આવતા શબ્દો – (૮) – બાત બાત પે

 1. આઠ હપ્તામાં જોડે જોડે આવતા શબ્દોનો રસથાલ પીરસવા બદલ આભાર શ્રી મેહતા સાહેબ
  — તડપ તડપ કે ઇસ દિલ સે આહ નીકળતી રહી
  મુજકો સઝા દી પ્યાર કી ઐસા ક્યાં ગુનાહ કિયા
  તો લૂટ ગયે હાં લૂટ ગયે
  તેરી મહોબ્બત મે।
  કે કે ને સમરણાંજલિ।

 2. આભાર ભરતભાઈ. તમે નિયમિત લેખ વાંચો છો અને ટિપ્પણી કરો છો તે ગમ્યું. આમ જ હવે પછીના અન્ય વિષયના લેખો પણ માણશો તેવી આશા.

Leave a Reply

Your email address will not be published.