નિરંજન મહેતા
ભાગ છમાં એક ગીતની નોંધ કરવાની રહી ગઈ હતી તો આ લેખ તે ગીત સાથે કરૂ છું.
૧૯૮૯ની ફિલ્મ ‘ચાંદની’માં એક પ્રેમી યુગલ પર આ ગીત રચાયું છે.
आगे आगे चले हम
पीछे पीछे मितवा
ગીતની પ્રથમ પંક્તિમાં જોડી છે મીઠે મીઠે, તો બીજી પંક્તિમાં જોડીઓ છે આગે આગે, પીછે પીછે. અંતરાની શરૂઆતમાં જોડી છે પેહલે પેહલે. છેલ્લા અંતરામાં શરૂઆતમાં જોડી છે છોટે છોટે અને પછી છે લંબી લંબી. શ્રીદેવી અને સની દેઓલ પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે શિવ હરિનું. સ્વર છે બાબલા અને લતાજીના.
૧૯૯૫ની ફિલ્મ ‘અબ ઇન્સાફ હોગા’ના ગીતમાં પણ એક કરતા વધુ જોડીઓ છે.
आगे आगे तुम पीछे पीछे हम
ગીતનાં મુખડાની બીજી પંક્તિમાં જોડી છે આગે આગે અને પીછે પીછે. બીજા અંતરામાં જોડી છે ટમ ટમ. તો છેલ્લા અંતરામાં જોડી છે ચમ ચમ. મિથુન ચક્રવર્તી અને બાળ કલાકાર વચ્ચે આ ગીત એક બાળગીતના રૂપમાં છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે આનંદ મિલિંદનું. ગાયકો છે સાધના સરગમ અને અભિજિત.
૧૯૯૫ની ફિલ્મ ‘કરણ અર્જુન’નું ગીત જોઈએ.
गुपचुप गुपचुप
लंबा लंबा घूँघट काहे हो डाला
આ નૃત્યગીતની શરૂઆત થાય છે જોડી ગુપચુપ ગુપચુપથી જે એક થી વધુ વાર આવે છે. ત્રીજી પંક્તિમાં જોડી છે લંબા લંબા. કલાકાર છે મમતા કુલકર્ણી અને અન્ય. શબ્દો છે ઇન્દીવરના જેને સંગીત આપ્યું છે રાજેશ રોશને. ગાનાર કલાકારો ઈલા અરુણ અને અલકા યાજ્ઞિક.
૧૯૯૬ની ફિલ્મ ‘ફરેબ’માં એક પાર્ટી ગીત છે
ये तेरी आँखे जुकी जुकी
ये तेरा चेहरा खिला खिला
મુખડાની શરૂઆતમાં જ બે જોડીઓ છે ઝૂકી ઝૂકી અને ખીલા ખીલા. બીજા અંતરામાં જોડીઓ છે પ્યારે પ્યારે અને પ્યારી પ્યારી. સુમન રંગનાંથનને ઉદ્દેશીને ફરાઝખાન આ ગીત ગાય છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે જતિન લલીતનું. સ્વર છે અભિજીતનો.
૧૯૯૬ની ફિલ્મ ‘દિલ તેરા દીવાના’નું ગીત છે
ये गोरे गोरे गाल तेरे किस के लिए
ये रेशम जैसे बाल तेरे किस के लिए
કોલેજ કેમ્પસમાં રચાયેલ આ ગીત ટ્વિન્કલ ખન્નાને ઉદ્દેશીને સૈફ અલી ખાન ગાય છે જેના મુખડામાં જોડી છે ગોરે ગોરે. બીજા અંતરામાં જોડી છે ગોરી ગોરી. છેલ્લા અંતરામાં પણ જોડી છે – ભીગી ભીગી. ગીતકાર શ્યામ રાજ અને સંગીત છે આદેશ શ્રીવાસ્તાવનું. ગાયક છે ઉદિત નારાયણ.. .
૧૯૯૭ની ફિલ્મ ‘ઝીદ્દી’નું આ ગીત એક પાર્ટી ગીત છે જેમાં એક કરતા વધુ જોડીઓ જોવા મળે છે.
अरे ओरे ओरे अरे ओरे ओरे
ओ काले काले बाल गाल गोरे गोरे
પ્રથમ પંક્તિમાં જ જોડી છે ઓરે ઓરે તો બીજી પંક્તિમાં છે કાલે કાલે અને ગોરે ગોરે. તો ચોથી પંક્તિમાં બે જોડીઓ છે ડાલ ડાલ, ડોરે ડોરે. પાંચમી પંક્તિમાં જોડી છે બહેકી બહેકી અને છઠ્ઠી પંક્તિમાં જોડી છે છોરે છોરે .તો પહેલા અંતરામાં એકથી વધુ વાર વા વા જોડી અપાઈ છે. કલાકાર છે રવિના ટંડન. ગીતના શબ્દો છે સમીરના. સંગીત છે દિલીપ સેન અને સમીર સેનનું અને સ્વર છે અલકા યાજ્ઞિકનો.
૧૯૯૭ની ફિલ્મ ‘પરદેસ’નું ગીત બે પ્રેમીઓની ભાવનાને વ્યક્ત કરે છે
दो दिल मिल रहे है
मगर चुपके चुपके
ગીતની શરૂઆત થાય છે જોડી ગુપચુપ ગુપચુપ અને ચુપ ચુપથી. મુખડામાં અન્ય જોડી છે ચુપકે ચુપકે. બે પ્રેમીઓ મહિમા ચૌધરી અને અતુલ અગ્નિહોત્રીને સતાવતું આ ગીત શાહરૂખ ખાન પર રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે. સ્વર છે કુમાર સાનુનો.
૧૯૯૭ની ફિલ્મ ‘હમેશા’નું આ ગીત પણ બે પ્રેમીઓની ભાવનાને વ્યક્ત કરે છે.
हमेशा हमेशा तू मुज में रहेगा
कहा यहाँ यहाँ
ગીતની શરૂઆત થાય છે જોડી હમેશા હમેશાથી અને બીજી પંક્તિમાં જોડી છે યહા યહા. કાજોલ અને સૈફ અલી ખાન પર રચાયેલ ગીતના ગીતકાર છે રાહત ઇન્દોરી અને સંગીત આપ્યું છે અનુ મલિકે. ગાયકો છે કુમાર સાનુ અને સાધના સરગમ.
આ જ ફિલ્મમાં અન્ય ગીતમાં પણ જોડીઓ જોવા મળે છે.
रंगताडी रंगताडी रंगमा
रंगमा रंगमा रंगताडी
આ ગીતના મુખડામાં જ બહુ બધી જોડીઓ જોવા મળે છે. રંગતાડી રંગતાડી, રંગમાં રંગમાં, નઝરે નઝરે, આ ઓડીઓ છે એટલે કલાકારોની જાણ નથી થતી પણ ગીતના રચયિતા છે દેવ કોહલી, સંગીત અનુ મલિકનું અને ગાયકો છે ઈલા અરુણ અને અલકા યાજ્ઞિક.
૧૯૯૮ની ફિલ્મ ‘બનારસી બાબુ’નું આ ગીત સુહાગરાત સમયનું દર્શાવાયું છે.
मेरी गोरी गोरी बाहे बाहो में आ जा
ગીતની શરૂઆતમાં જ જોડી છે ગોરી ગોરી. અંતરામાં જોડી છે ધીરે ધીરે. બીજા અંતરામાં જોડીઓ છે બીખરી બીખરી અને ઉલઝી ઉલઝી. રમ્યા અને ગોવિન્દા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સમીર જેને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે. સ્વર છે કુમાર સાનું અને અલકા યાજ્ઞિકના.
૧૯૯૯ની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ જે એક કૌટુંબિક ફિલ્મ છે તેનું ગીત છે
छोटे छोटे भाईयो के बड़े भैया
आज बनेगे किसी के सैया
આ ગીતમાં બે જોડીઓ જોવા મળે છે છોટે છોટે અને જબ જબ. મોહનીસ બહેલના લગ્ન પ્રસંગે ગવાતા આ ગીતમાં કલાકારોની વણઝાર છે પણ ગીતમાં જે કલાકારો દેખાય છે છે તેમાં મુખ્ય છે કરિશ્મા કપૂર, સૈફ અલીખાન અને સલમાન ખાન. ગીતકાર છે દેવ કોહલી અને સંગીત આપ્યું છે રામ લક્ષ્મણે. ગાયકો છે કવિતા કૃષ્ણમૂર્તિ, કુમાર સાનુ અને ઉદિત નારાયણ.
૧૯૯૯ની અન્ય ફિલ્મ છે ‘હમ દિલ દે ચુકે સનમ’નું આ ગીત એક પાર્શ્વગીત છે જેમાં બે પ્રેમીની વ્યથાને દર્શાવાઈ છે..
तड़प तड़प के इस दिल से आह निकलती है
પહેલા અંતરામાં જોડી છે તડપ તડપ જે એક કરતા વધુ વાર મુકાઈ છે. આગળ ઉપર જોડી છે મચલ મચલ. આગળના અંતરામાં જોડી છે સિસક સિસક. આ ગીતમાં જે કલાકારો દેખાય છે તે છે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય. ગીતકાર છે મહેબુબ અને સંગીત આપ્યું છે ઈસ્માઈલ દરબારે. ગાનાર કલાકારો છે કે. કે. અને ડોમિનિક સેરેજા.
૧૯૯૯ની વધુ એક ફિલ્મ ‘ગૈર’નું આ ગીત હોટેલમાં ગવાતું ગીત છે.
लैला लैला मै नए जमाने की लैला
ગીતની શરૂઆતમાં જોડી આવે છે લૈલા લૈલા જે એકથી વધુ વાર મુકાઈ છે. આગળ ઉપર અંતરામાં જોડી છે બેહલા બેહલા. તો આગળના અંતરામાં જોડી છે છૈલા છૈલા. અજય દેવગણ અને રવિના ટંડન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સમીર અને સંગીતકાર છે આનંદ મિલિંદ. ગાયકો છે અભિજિત અને સપના મુકરજી.
આ લેખમાળામાં વર્ષ ૨૦૦૦ પછીનાં પણ હજુ કેટલાક ગીતો બાકી રહ એછે જે આપણે લેખમાળાના ૮મા મણકામાં સાંભળીશું.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Very good collection of songs and good flow editing.