સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ
પૂર્વી મોદી મલકાણ
कीर्तन:- लालन, वारी या मुख ऊपर
राग:- जैतश्री
लालन, वारी या मुख ऊपर ।
माई मोरहि दीठि न लागै, तातैं मसि-बिंदा दियौ भ्रू पर ॥
सरबस मैं पहिलै ही वारयौ, नान्हीं नान्हीं दँतुली दू पर ।
अब कहा करौं निछावरि, सूरज सोचति अपनैं लालन जू पर ॥
વિશ્લેષણ:-
સૂરદાસજી ( સખી બની ) કહે છે કે; ( માતા યશોદા આનંદમગ્ન થઈ કહી રહી છે. ) હું મારા લાલજી ઉપર ન્યોછાવર જાઉં છું, ( તેની સામે જોઈને ) સખી ! સાચું કહું છું, ઘણીવાર વિચારું છું કે; ક્યાંક આને મારી નજર ન લાગી જાય. આથી મે તેને કાજલની બિંદી તેની ભ્રમર પર લગાવી દીધી છે. ( સખી મે ) આની બંને દંતુલીઓ પર મે તો મારુ સર્વસ્વ પહેલાં જ ન્યોછાવર કરી દીધી છે, હવે વિચારું છું કે મારા લાલજી પર હવે બીજું શું શું ન્યોછાવર કરું?
©૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com