વિના સંઘર્ષ, તાકાત ન વિકસે

૧૦૦ શબ્દોની વાત

તન્મય વોરા

ઈયળનું પતંગિયાંમાં રૂપાંતર થઈ રહ્યું હતું. જીવશાસ્ત્રની પ્રયોગશાળામાં જ્યારે અધ્યાપક સમજાવી રહ્યાં હતાં કે કોશેટાનું કડક આવરણ તોડીને બહાર નીકળવામાં પતંગિયું કેટલી મહેનત કરે છે ત્યારે વિદ્યાર્થીઓ આ રૂપાંતરણને કુતુહલથી નિહાળી રહ્યા હતા. પ્રયોગશાળા છોડતાં પહેલાં અધ્યાપકે વિદ્યાર્થીઓને ફરી સુચના આપી કે આ પ્રક્રિયામાં દયા ખાઈને પતંગિયાંને મદદ કરવાની ભૂલ ન કરશો.

થોડા સમય પછી, એક વિદ્યાર્થીથી પતંગિયાંનો સંઘર્ષ ન જીરવાયો. તેણે કોશેટો તોડી નાખ્યો. બહાર નીકળીને પતંગિયું મૃત્યુ પામ્યું.

જે કંઈ થયું હતું તે અધ્યાપકે જોયું. તેમણે કહ્યુંઃ ‘તમારી મદદે પતંગિયાંનો જાન લીધો. એ સંઘર્ષને કારણે જ પતંગિયાની પાંખોને વિકસવાની શક્તિ મળે છે.

સંઘર્ષો તો આપણી શક્તિની સરવાણીઓ છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: tanmay.vora@gmail.com

Author: Web Gurjari

1 thought on “વિના સંઘર્ષ, તાકાત ન વિકસે

  1. ખૂબ સરસ વાર્તા(ઉદાહરણ) એક કવિતાની પંક્તિ યાદ આવે છે
    फूल काँटों में खिला था
    सेझ पर मुरझा गया।

Leave a Reply

Your email address will not be published.