જોડે જોડે આવતા શબ્દો – (૬) – रिम जिम रिम जिम बरसे

નિરંજન મહેતા

લંબાતી જતી આ લેખમાળાનો આ છઠ્ઠો હપ્તો છે.જેમાં ૧૯૮૩થી ૧૯૯૪ની ફિલ્મોના ગીતોનો સમાવેશ કરાયો છે.

૧૯૮૩ની ફિલ્મ ‘એક જાન હૈ હમ’નું આ ગીત જન્મદિવસની પાર્ટી પ્રસંગે ગવાયું છે.

दिल दिल है कोई शीशा तो नहीं

દિવ્યા રાણા રાજીવ કપૂરને ઉદ્દેશીને પોતાના મનોભાવ વ્યક્ત કરે છે જેમાં મુખડાની શરૂઆત જોડી દિલ દિલથી થાય છે અને અંતિમ અંતરામાં જોડી છે મિલેંગે મિલેંગે. અન્જાનના શબ્દોને સંગીત આપ્યું છે અનુ મલિકે. સ્વર છે આશા ભોસલે અને શબ્બીર કુમારના

૧૯૮૩ની ફિલ્મ ‘અર્થ’નું દર્દભર્યું ગીત છે

झुकी झुकी सी नजर
बेकरार है की नहीं

મુખડાની શરૂઆતમાં શબ્દજોડી છે ઝુકી ઝુકી અને ત્યાર બાદ આવે છે જોડી દબા દબા. રાજ કિરણ પર રચાયેલ આ ગીત શબાના આઝમીને ઉદ્દેશીને ગવાયું છે જેના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત કુલદીપ સિંહનું. સ્વર છે જગજીત સિંહનો.

૧૯૮૩ની ફિલ્મ ‘હીરો’નું ગીત ખીલેલી કુદરતને જોઇને ગવાયું છે.

निंदिया से जागी बहार
ऐसा मौसम देखा पहेली बार

મુખડામાં શબ્દજોડી છે કુકે કુકે તો પહેલા અંતરાની શરૂઆતમાં છે કમસીન કમસીનની શબ્દજોડી. છેલ્લા અંતરામાં જોડી છે શરમાઈ શરમાઈ. ગીતના કલાકાર છે મિનાક્ષી શેષાદ્રી. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજીનો.

૧૯૮૩ની ફિલ્મ ‘મંડી’નું આ એક મુજરા ગીત છે.

शमशीर बहे ना मांग गजब

આ ગીતના પહેલા અંતરામાં શબ્દજોડી છે ધનક ધનક અને બીજા અંતરામાં છે ઝનક ઝનક. નૃત્યાંગના છે નીના ગુપ્તા. શબ્દો છે ઈલા અરૂણના અને સંગીત છે વનરાજ ભાટિયાનું. સ્વર છે પ્રીતિ સાગરનો.

૧૯૮૩ની ફિલ્મ ‘અંધા કાનૂન’નું આ ગીત ફિલસુફીભર્યું છે.

रोते रोते हसना सीखो
हस्ते हस्ते रोना

મુખડા અને એક અંતરાવાળા આ ગીતમાં એકથી વધુ જોડી દેખાય છે. મુખડામાં જોડીઓ છે રોતે રોતે અને હસતે હસતે તો અંતરામાં છે પ્યારી પ્યારી અને કોના કોના. અમિતાભ ગીતના કલાકાર છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે કિશોરકુમારનો.

૧૯૮૪ની ફિલ્મ ‘સની’ના આ ગીતમાં ટી.વી.ના પડદે અમૃતા સિંહને ગાતી દર્શાવાઈ છે.

जाने क्या बात है
नींद नहीं आती

ગીતના પહેલા અંતરામાં શબ્દજોડી છે સારી સારી. બીજા અંતરામાં શબ્દજોડી છે ધક ધક તો અંતિમ અંતરામાં છે જબ જબ. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે આર.ડી.બર્મનનું. સ્વર છે લતાજીનો.

૧૯૮૪ની ફિલ્મ ‘‘જવાની’નું આ ગીત બે પ્રેમીઓ વચ્ચેની નોકઝોક છે

भीगा भीगा प्यारा प्यारा मौसम
महेकी सी तन्हाई

મુખડામાં જ બે જોડીઓ જોવા મળે છે – ભીગા ભીગા અને પ્યારા પ્યારા. ગીત રચાયું છે નીલમ અને કરણ શાહ પર. જેના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત છે આર. ડી.બર્મનનું. ગાયક કલાકારો અમિતકુમાર અને આશા ભોસલે.

૧૯૮૫ની ફિલ્મ ‘પાતાલ ભૈરવી’ના ગીતમાં એક જ શબ્દ પર ભાર દેવાયો છે જે વારંવાર ગીતમાં જોડીના રૂપમાં આવે છે અને તે છે ચુમ્મા. તે સાથે છેલ્લા અંતરામાં શબ્દજોડી છે સજના સજના સજના.

चुम्मा चुम्मा चुम्मा चुम्मा
मुज को बना ले प्रियतमा

જીતેન્દ્ર અને ડીમ્પલ કાપડિયા પર રચાયેલ આ ગીતની ગાયિકા છે સલમા આગા. જીતેન્દ્રને મનાવવા માટે આ ગીત રચાયું છે જેના ગીતકાર છે ઇન્દીવર અને બપ્પી લાહિરીએ જે સંગીત આપ્યું છે તે દક્ષિણની ઢબનું છે.

૧૯૮૭ની ફિલ્મ ‘ડાન્સ ડાન્સ’નાં ગીતમાં જાણે એક જ શબ્દનું આ ગીત બન્યું છે અને તે છે ઝુબી ઝુબી. છેલ્લા અંતરામાં પણ એક જોડી આવે છે ઘૂંટ ઘૂંટ.

याद तुम्हारी जब भी आये
गीत तुम्हारा याद दिलाये

વિલન અમરીશ પૂરી આગળ નાચ કરતી મંદાકિની પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે અન્જાનના અને સંગીત છે બપ્પી લાહિરીનું. ગાનાર કલાકાર અલીશા ચિનોય.

૧૯૮૮ની ફિલ્મ ‘ખૂન ભરી માંગ’નું ગીત ફિલસુફીભર્યું છે

हसते हसते कट आये रास्ते
जिन्दगी यु ही चलती रहे

મુખડાની શરૂઆતમાં જ શબ્દજોડી છે હસતે હસતે. ગીતના કલાકારો છે રેખા અને રાકેશ રોશન. ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે રાજેશ રોશને જેના ગાયક કલાકરો છે સાધના સરગમ અને નીતિન મુકેશ.

૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ના આ ગીતમાં એક પ્રેમીના મનોભાવ દર્શાવાયા છે.

मेरे रंग में रंगने वाली
परी हो या परियो की रानी

પહેલા અંતરામાં શબ્દજોડી છે બેહકી બેહકી. ભાગ્યશ્રીનેને ઉદ્દેશીને સલમાન ખાન આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે અસદ ભોપાલીના અને સંગીત રામ લક્ષ્મણનું. સ્વર છે એસ. પી. બાલાસુબ્રમણીયમનો..

૧૯૯૧ની ફિલ્મ ‘સૌદાગર’નાં ગીતે તો ત્યારે ધૂમ મચાવી હતી પણ આજેય તે એટલું જ ગણગણાય છે.

इलू इलू इलू इलू
ये इलू इलू क्या है

ગીતમાં ઇલુ ઇલુની જોડી તકિયા કલામ બની ગઈ છે અને વારંવાર મુકાઈ છે. બીજા અંતરામાં જોડી છે દિલ દિલ. વિવેક મુશરાન અને મનીષા કોઈરાલાની જોડી પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયક છે સુખવિંદર સિંહ.

૧૯૯૨ની ફિલ્મ ‘જુઠી શાન’નું આ ગીત વરસાદમાં પલળતા બે પ્રેમીઓ પર રચાયું છે.

रिम जिम रिम जिम बरसे
बरसे सावन बरसे सावन

પહેલી પંક્તિમાં જ બે શબ્દજોડી જોવા મળે છે – રીમઝીમ રીમઝીમ અને બરસે બરસે. પ્રેમીઓ છે મિથુન ચક્રવર્તી અને પૂનમ ધિલ્લો. ગીતકાર યોગેશ ગૌડ અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર છે અમિતકુમાર અને આશા ભોસલેના.

૧૯૯૨ની ફિલ્મ ‘બેટા’નું ગીત બે પ્રેમીઓના ભાવને વ્યક્ત કરે છે.

धक् धक् करने लगा
हा मोरा जियारा डरने लगा

ગીતમાં એક કરતા વધુ શબ્દજોડી જોવા મળે છે. ગીતની શરૂઆત જ શબ્દજોડી ધક ધકથી થાય છે. પહેલા અંતરામાં છે મીઠે મીઠે અને ત્યાર પછી તે જ અંતરામાં જોડી છે સોયી સોયી અને નસ નસ. ગીતના કલાકારો છે અનિલ કપૂર અને માધુરી દિક્ષિત. સ્વર છે ઉદિત નારાયણ અને અનુરાધા પૌડવાલના. ગીતકાર સમીર અને સંગીત આપ્યું છે આનંદ મિલીંદે.

૧૯૯૩ની ફિલ્મ ‘ક્ષત્રિય’નું આ ગીત છેડછાડભર્યું ગીત છે.

बोल सहेली बोल तू मन के भेद खोल
……….
छम छम बरसा पानी

મિનાક્ષી શેષાદ્રી અને અન્ય સખીઓ પર રચાયેલ ગીતના મુખડામાં જોડી છે છમ છમ. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકાઓ સાધના સરગમ અને કવિતા કૃષ્ણમૂર્તિ.

૧૯૯૩ની ફિલ્મ ‘ગુરુદેવનું આ મસ્તીભર્યું ગીત છે.

जयपुर से निकली गाडी
दिल्ही चले हल्ले हल्ले

મુખડામાં પહેલી પંક્તિમાં શબ્દજોડી છે હલ્લે હલ્લે, ત્યાર બાદ પહેલા અંતરામાં છે ધક ધક અને કુછ કુછ. બીજા અંતરામાં શબ્દજોડી છે ક્યા ક્યા. પછીના અંતરામાં છે સો સો. રિશી કપૂર અને શ્રીદેવી આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર. ડી. બર્મનનું. ગાયકો છે શૈલેન્દ્ર સિંહ અને આશા ભોસલે.

૧૯૯૪ની ફિલ્મ ‘મોહરા’માં બે ગીતમાં શબ્દજોડીઓ જોવા મળે છે. પહેલું ગીત છે

टीप टीप बरसा पानी
पानी में आग लगा दे

ગીતની શરૂઆત થાય છે શબ્દો ટીપ ટીપથી. રવિના ટંડન અને અક્ષયકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે વીજુ શાહ. ગીતમાં બુલબુલતરંગનો બખૂબી ઉપયોગ કરાયો છે. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના.

બીજું ગીત છે

तू चीज बड़ी है मस्त मस्त

આ ગીતમાં તો શબ્દજોડીની ભરમાર છે. મુખડામાં છે મસ્ત મસ્ત. ત્યાંરબાદ પહેલા અંતરામાં ચાર જોડીઓ જોવા મળે છે – હોશ હોશ, જોશ જોશ, દોષ દોષ અને વક્ત વક્ત. આગળ જોઈશું તો ત્રીજા અંતરામાં છે નામ નામ, કામ કામ અને થામ થામ. ત્યાર પછીના અંતરામાં છે દોર દોર, મોર મોર અને ચોર ચોર. આગળ ઉપરના અંતરામાં બે વધુ જોડીઓ જોવા મળે છે – માર માર અને યાર યાર. અન્ય વિગતો ઉપર મુજબ પણ ગાયક કલાકારો અન્ય છે – ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિ.

૧૯૯૪ની ફિલ્મ ‘ઘર કી ઈજ્જત’નું ગીત એક દગો પામેલ યુવાન પર રચાયું છે.

हसीं हो जवा हो नशा हो तुम
मगर खुबसूरत बला हो तुम

આ ગીતમાં જે જોડી જોવા મળે છે તે મુખડામાં છે બેવફા બેવફા. આ જોડી અનેકવાર ગીતમાં મુકાઈ છે. અનિતા રાજને ઉદ્દેશીને ગવાતું આ નફરતભર્યું ગીત જીતેન્દ્ર પર રચાયું છે જેના શબ્દો છે અન્જાનનાં અને સંગીત છે અમર ઉત્પલનું. ગાયક કલાકાર કુમાર સાનુ.

૧૯૯૪ની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’માં બે ગીતમાં શબ્દજોડીઓ જોવા મળે છે. પહેલું ગીત છે

ये रात और ये दूरी
तेरा मिलना है जरूरी

મુખડામાં જોડી છે ધક ધક, તો આગળ અંતરામાં જોડી છે કાટી કાટી અને ચોરી ચોરી. આ ગીત સલમાન ખાન અને કરિશ્મા કપૂર પર રચાયું છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે તુષાર ભાટિયાનું. સ્વર છે એસ. પી. બાલાસુબ્રમણીયમ અને આશા ભોસલેના.

આ જ ફિલ્મનું અન્ય ગીત છે

शोला शोला दिल बन बन के
शोला शोला तू भड़के

આ ગીત સલમાન ખાન અને આમીર ખાન પર રચાયું છે. જેમાં મુખડામાં જોડી છે શોલા શોલા, બન બન. આગળ જોડી છે અપના અપના. અંતરામાં જોડી છે તુમ તુમ. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. ગાયકો બેહ્રરોઝ ચેટરજી અને વીકી મહેતા.

૧૯૯૪ની ફિલ્મ ‘૧૯૪૨ લવ સ્ટોરી’નું ગીત પ્રેમીના મનોભાવ વ્યક્ત કરે છે.

रीम जीम रीम जीम
रूम ज़ूम रूम ज़ूम

મુખડામાં જોડીઓ છે રીમઝીમ રીમઝીમ અને રુમઝુમ રુમઝુમ. તો બીજી જ પંક્તિમાં જોડી છે ભીગી ભીગી. બીજા અંતરામાં જોડી છે ધુઆઁ ધુઆઁ. મનીષા કોઈરાલાને ઉદ્દેશીને અનિલ કપૂર આ ગીત ગાય છે જેના રચયિતા છે જાવેદ અખ્તર અને સંગીત છે આર.ડી.બર્મનનું. ગાયક કુમાર સાનુ.

આશા છે આ હપ્તો પણ રસિકોને પસંદ પડ્યો હશે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “જોડે જોડે આવતા શબ્દો – (૬) – रिम जिम रिम जिम बरसे

  1. જોડે જોડે આવતા શબ્દોનો આ મણકો પણ સરસ અને રસ પૂર્ણ રહયો. મને લાગે છે કે એક માળા બનવી જોઈએ !!.સુંદર ગીતોનું સંકલન “કાબિલે તારીફ ” છે.
    આભાર શ્રી મહેતા સાહેબ. વે.ગુ ના વાંચકો માટે એક રસાળ સામગ્રી.

  2. પાછલા મણકાઓ જેટલું જ રસપ્રદ અને માહિતી સભર. શેર કરવા માત્ર ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published.