જોડે જોડે આવતા શબ્દો – (૫) – ठन्डे ठन्डे पानी से नहाना चाहिये

નિરંજન મહેતા

આ લેખમાળાની શરૂઆતમાં મળેલા ગીતો પરથી લાગ્યું કે આ શ્રેણી પાંચ ભાગમાં સમાપ્ત થઇ જશે પણ જેમ જેમ ગીતો મળતા ગયા તેમ તેમ ગીતોની સંખ્યા વધવા લાગી એટલે લાગ્યું કે આ શ્રેણી હજી લંબાઈ જશે. કદાચ સાત ભાગ પણ થઇ શકે.

આગળ વધતા હવે ૧૯૭૧ પછીના ગીતો જોઈએ.

૧૯૭૨ની ફિલ્મ ’રૂપ તેરા મસ્તાના’નું ગીત છે

दिल  की बाते दिल ही जाने
आँखे छेड़े सौ अफसाने

મુખડામાં જે બે શબ્દજોડી જોવા મળે છે તે છે નાજુક નાજુક, પ્યારે પ્યારે.  પછીની પંક્તિમાં જોડી છે દામન દામન. અંતિમ અંતરામાં જોડી છે સંગ સંગ. ગીતના કલાકાર છે જીતેન્દ્ર અને મુમતાઝ. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયક કલાકારો કિશોરકુમાર અને લતાજી.

આ જ ફિલ્મનું અન્ય ગીત છે જે એક પાર્ટી ગીત છે જેમાં જીતેન્દ્ર બેવડી ભૂમિકામાં જોવા મળે છે. આ ગીત જીતેન્દ્ર બહુ બધી સુંદરીઓને જોઇને ગાય છે

इधर सुराही उधर जाम है
इधर है रात सुहानी

મુખડામાં જ એક કરતા વધુ શબ્દજોડીઓ છે – ચિકને ચિકને, જવાની જવાની, પકડો પકડો, દેખો દેખો.  અંતરામાં છે આગે આગે તો અંતિમ અંતરામાં જોડી છે મચલી મચલી. આ ગીત વર્મા મલિકે લખ્યું છે જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે રફીસાહેબનો.

૧૯૭૭ની ફિલ્મ ‘ધરમવીર’નું ગીત છે

ओ मेरी महेबुबा
तुजे जाना है तो जा

ગીતની શરૂઆત જ જોડી મહેબુબા મહેબુબાથી થાય છે અને આગળ જતા અંતરામાં તૌબા તૌબા  જોડી આવે છે. આ બંને શબ્દજોડીઓ એક કરતા વધુ વાર આવે છે. ગીત ઝીનત અમાનને ઉદ્દેશીને ગવાયું છે જેના કલાકાર છે ધર્મેન્દ્ર. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે રફીસાહેબનો.

૧૯૭૭ની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહિ’નું આ ગીત છેડછાડભર્યું ગીત છે.

ये लड़का हाय कैसा है दीवाना

ગીતના મુખડામાં બે જોડીઓ જોવા મળે છે ધીરે ધીરે અને હોતે હોતે. આ ગીત કાજલ કિરણ અને તારીક પર રચાયું છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર. ડી. બર્મનનું. ગાયક કલાકારો છે કિશોરકુમાર અને આશા ભોસલે.

૧૯૭૭ની ફિલ્મ ‘અનુરોધ’નું ગીત રાજેશ ખન્ના પર રચાયું છે જે એક અજાણી મહિલાને ઉદ્દેશીને રેડીઓ પર ગાય છે. જે હકીકતમાં સિમ્પલ કાપડિયા માટે ગવાયું છે.

आते जाते खुबसूरत आवारा सड़को पे
कभी कभी इत्तेफाक से

મુખડાની પ્રથમ પંક્તિમાં જોડી છે કભી કભી તો આગળના અંતરામાં છે જોડી લંબી લંબી. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે કિશોરકુમારનો.

૧૯૭૮ ‘સાજન બીન સુહાગન’નું આ ગીત પણ  છેડછાડભર્યું ગીત છે જેમાં થનારા જીજાજીને તેની સાળીઓ છેડછાડ કરે છે.

जीजाजी जीजाजी होनेवाले जीजाजी

ગીતની શરૂઆત જ જોડીથી થાય છે જીજાજી જીજાજી જે પૂરા ગીતમાં અવારનવાર આવે છે. અંતિમ અંતરામાં બસ બસ બસ. ગીતમાં મુખ્ય કલાકારો છે વિનોદ મહેરા અને પદ્મિની કોલ્હાપુરે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત ઉષા ખન્નાનું. ગાનાર કલાકરો છે સુરેશ વાડકર, દિલરાજ કૌર અને અનુરાધા પૌડવાલ

૧૯૭૮ની ફિલ્મ ‘બેશરમ’નું આ નૃત્યગીત શર્મિલા ટાગોર પર રચાયું છે જેમાં અમિતાભ બચ્ચાન્પણ જોવા મળે છે.

चोरी चोरी चुपके चुपके
मिलने मै आती थी

મુખડામાં બે જોડી જોવા મળે છે તે છે ચોરી ચોરી, ચુપકે ચુપકે.  ચુપકે ચુપકે જોડી ત્યાર પછી પણ દર્શાવાઈ છે.  છેલ્લા અંતરામાં જોડી છે દૌડી દૌડી.  ગીતકાર છે યોગેશ અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયિકા લતાજી.

૧૯૭૮ની ફિલ્મ ‘ત્રિશુલ’નાં આ ગીતમાં તો જોડીઓની ભરમાર છે

गापूची गापूची गम गम
किसी की किसी की कम कम

પ્રથમ પંક્તિમાં જ ચાર શબ્દોની જોડી જોવા મળે છે – ગાપુચી ગાપુચી, ગમ ગમ, કીશીકી કીશીકી, કમ કમ.  આગળ જતા બીજી પંક્તિમાં જનમ જનમ. બીજા અંતરામાં જોડી છે મહેકી મહેકી તો છેલ્લા અંતરામાં ત્રણ જોડી છે – જાગે જાગે, ભીગા ભીગા અને છમ છમ. ગીતના કલાકારો છે સચિન અને પૂનમ ધિલ્લો, જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે ખય્યામે. સ્વર છે લતાજી અને નીતિન મુકેશના.

૧૯૭૯ની ફિલ્મ ‘બાતો બાતો મેં’નાં ગીતના મુખડામાં જે જોડીઓ જોવા મળે છે તે છે સુનિયે સુનિયે, કહીએ કહીએ અને બાતો બાતો.

सुनिए कहिये, कहिये सुनिए
बातो बातो में प्यार हो जाएगा

ગીત ટીના મુનીમ અને અમોલ પાલેકર પર દર્શાવાયું છે. શબ્દો છે અમિત ખન્નાના અને સંગીત છે રાજેશ રોશનનું. ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.

૧૯૭૯ની ફિલ્મ ‘દાદા’નું આ ગીત પ્રેમી અને પ્રેમિકા વચ્ચેની નોકઝોક પર આધારિત છે.

दिल के टूकडे टूकडे कर के
मुस्कुराते चल दिए

બિંદીયા ગોસ્વામીને ઉદ્દેશીને વિનોદ મહેરા આ ગીત ગાય છે જેમાં આવતી જોડીઓ છે ટુકડે ટુકડે, જાતે જાતે, તો પહેલા અંતરામાં જોડી છે જબ જબ. કુલવંત જાનીના શબ્દોને સંગીત સાંપડ્યું છે ઉષા ખન્ના પાસેથી અને તેને સ્વર મળ્યો છે યેસુદાસનો.

૧૯૭૯ની ફિલ્મ ‘નૂરી’નું ગીત છે

चोरी चोरी कोई आये
छूपके छूपके सब से छुपके
ख़्वाब कई दे जाए

મુખડામાં બે જોડી છે – ચોરી ચોરી, ચુપકે ચુપકે તો પહેલા અંતરામાં છે બોલુ બોલું. આગળ ઉપર બીજા અંતરામાં  જોડી મળે છે મીઠે મીઠે, ખોયી ખોયી. છેલ્લા અંતરામાં જોડી છે બૈઠી બૈઠી. એક પ્રેમિકાના આવા ભાવ વ્યક્ત કરે છે પૂનમ ધિલ્લો. ગીતના શબ્દો છે નકશ્ય લાલપુરીના અને સંગીત ખય્યામનું. સ્વર છે લતાજીનો.

આ જ ફિલ્મનું અન્ય ગીત છે

नूरी नूरी आजा रे ओ दिलबर जानिया

યુગલ ગીતના કલાકારો છે પૂનમ ધિલ્લો અને ફારુખ શેખ. આ ગીતમાં જે શબ્દજોડીઓ જોવા મળે છે તે છે પ્રથમ પંક્તિમાં નૂરી નૂરી. ત્યારબાદ અંતરામાં છે ઉજલા ઉજલા તો બીજા અંતરામાં છે  મીઠા મીઠા, જાગે જાગે.  જાનીસાર અખ્તરના શબ્દોને સંગીત આપ્યું છે ખય્યામે જેને સ્વર મળ્યા છે નીતિન મુકેશ અને લતાજીના.

૧૯૮૦ની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’નું મજાકિયું ગીત છે

ठन्डे ठन्डे पानी से नहाना चाहिये
गाना आये आ न आये गाना चाहिये

સંજીવકુમાર અને તેનો પુત્ર નહાતા નહાતા આ ગીત ગાય છે જેમાં પાછળથી વિદ્યા સિન્હા પણ જોડાય છે. જ્યારે પણ સાંભળીએ ત્યારે આપણે પણ તેના શબ્દો ગણગણવા લાગીએ છીએ. ગીતના મુખડામાં જોડી છે ઠંડે ઠંડે જે એક કરતા વધુ વાર મુકાઈ છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત રવીન્દ્ર જૈનનું. સ્વર છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના.

૧૯૮૦ની અન્ય ફિલ્મ ‘થોડી સી બેવફાઈ’માં એક યુવાન જોડી પર રચાયેલ ગીત છે

मौसम मौसम लवली मौसम

મુખડાની પ્રથમ પંક્તિમાં શબ્દજોડી છે  મૌસમ મૌસમ અને ત્રીજી પંક્તિમાં જોડી છે મધ્યમ મધ્યમ. ગીતના કલાકરો છે પદ્મિની કોલ્હાપુરે અને સુશાંત રે. રચના ગુલઝારની અને સંગીત ખય્યામનું. ગાયકો સુમન કલ્યાણપુર અને અનવર.

૧૯૮૧ની ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’નું ગીત છે

नजर से फुल चुनती है नजर

आहिस्ता आहिस्ता

શબ્દજોડી આહિસ્તા આહિસ્તા એકથી વધુ વાર વપરાઈ છે. ગીત પદ્મિની કોલ્હાપુરે અને કુણાલ કપૂર પર રચાયું છે રચના નીદા ફાઝલીની અને સંગીત ખય્યામનું. ગાયકો આશા ભોસલે અને અનવર.

૧૯૮૧ની ફિલ્મ ‘શારદા’માં આવનાર પ્રિયતમની રાહ જોતી પ્રેયસીને પ્રિયતમને બદલે તેનો પત્ર મળે ત્યારે જે ભાવો ઉત્પન્ન થાય છે તે આ ગીતમાં દર્શાવાયા છે. કટાક્ષમાં કહે છે કે તું નહિ પણ તારો પત્ર મળ્યો તે બદલ આભાર, જે માટે શબ્દજોડી મુકાઈ છે શુક્રિયા શુક્રિયા. આ જોડી અનેક વખત આવે છે.

आप का ख़त मिला शुक्रिया शुक्रिया

રચના રામેશ્વરી પર છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજીનો.

૧૯૮૧ની ફિલ્મ ‘ઉમરાવ જાન’નાં બધા લોકપ્રિય ગીતોમાં એક ગીત છે

दिल चीज क्या है आप मेरी जान लीजिये

ગીતના અંતરામાં જોડી છે બાર બાર. રેખાના નૃત્યના આ ગીતના શબ્દો છે શહરયાર અને સંગીત છે ખય્યામનું. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૮૨ની ફિલ્મ ‘શૌકીન’માં ત્રણ વયસ્કોના મનોભાવને વ્યક્ત કરાયા છે જેમાં આ ગીતમાં અશોકકુમાર દ્વારા તે દર્શાવાયા છે.

जब की कोई कंगना खनके
दिल मचल मचल जाए

આ ગીતના શબ્દો છે યોગેશના અને સંગીત આર.ડી.બર્મનનું. સ્વર છે કિશોરકુમારનો. ગીતના મુખડામાં આવતી શબ્દજોડી છે સોયી સોયી અને સુલગ સુલગ. બીજા અંતરામાં જોડી છે કલી કલી. આ બધી જોડીઓ એક કરતા વધુ વાર આવે છે.

આ પછીના જે અન્ય ગીતો બાકી રહ્યા છે તેમાંથી થોડા ગીત હવે પછીના ભાગ છમાં.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “જોડે જોડે આવતા શબ્દો – (૫) – ठन्डे ठन्डे पानी से नहाना चाहिये

  1. જોડે જોડે આવતા શબ્દોનો આ મણકો પણ રસાળ રહ્યો. આવા ગીતોને શોધીને વેબ ગુર્જરી પર મુકવા માટે આભાર શ્રી મહેતા સાહેબ,

Leave a Reply

Your email address will not be published.