જોડે જોડે આવતા શબ્દો – (૪) – चलते चलते….

નિરંજન મહેતા

આ લેખમાળામાં આગળ વધતા ૧૯૭૨થી ૧૯૭૭ની ફિલ્મોના ગીતોનો આ લેખમાં સમાવેશ કર્યો છે.

૧૯૭૨ની ફિલ્મ ‘આંખો આંખો મેં’ના આ ગીતમાં બે પ્રેમીઓની નોકઝોક દર્શાવાઈ છે.

आँखों आँखों में बात होने दो

ગીતની શરૂઆત જ આંખો આંખો શબ્દજોડીથી થાય છે. આગળ અંતરામાં પણ જોડી આવે છે હૌલે હૌલે. કલાકારો છે રાકેશ રોશન અને રાખી. હસરત જયપુરીનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.

૧૯૭૨ની ફિલ્મ ‘મેરે જીવન સાથી’નું આ ગીત એક કેબ્રે ગીત જોઈએ.

हे आओ ना गले लगालो ना लगी बूजा दो ना ओ जाने जा

ગીતના મુખડામાં જોડી છે કહાં કહાં તો છેલ્લા અંતરામાં જોડી છે પ્યાસા પ્યાસા. અંધ રાજેશ ખન્નાને બહેલાવવા હેલન આ કેબ્રે કરે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૭૨ની ફિલ્મ ‘પાકીઝા’નું આ લોકપ્રિય ગીત આજે પણ રસિકજનો માણે છે.

चलते चलते यु ही कोई मिल गया

ગીતમાં અવારનવાર આવતી જોડી છે ચલતે ચલતે તો મુખડાના અંતમાં જોડી છે ઢલતે ઢલતે. પહેલા અંતરામાં જોડી છે ટલતે ટલતે. આગળના અંતરામાં જોડી છે જલતે જલતે જે જોડી એક કરતા વધુ વાર આવે છે. મીનાકુમારી પર રચાયેલ આ નૃત્યના શબ્દકાર છે કૈફી આઝમી અને સંગીત આપ્યું છે ગુલામ મહંમદે. મધુર સ્વર લતાજી

૧૯૭૨ની ફિલ્મ ‘રૂપ તેરા મસ્તાના’ના આ ગીતમાં આવતી જોડીઓ જોઈએ.

बड़े बेवफा है ये हुस्नवाले
पर तेरी बात कुछ और है.

ગીતના અંતરામાં જોડી છે કૈસે કૈસે. આ ગીત જીતેન્દ્ર પર રચાયું છે જેના ગીતકાર છે અસદ ભોપાલી. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને રફીસાહેબનો સ્વર.

૧૯૭૩ની ફિલ્મ અનામિકા’નાં આ ગીતમાં એક કરતા વધુ શબ્દજોડી જોવા મળે છે

मेरी भीगी भीगी सी पलकों

મુખડામાં જ જોડી છે ભીગી ભીગી તો પહેલા અંતરામાં જોડી છે ભર ભર અને બીજા અંતરામાં જોડી છે ગલી ગલી. ગીતના કલાકાર છે સંજીવકુમાર જે જયા ભાદુરીને ઉદ્દેશીને આ ગીત ગાયછે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર. ડી. બર્મનનું. ગાયક કલાકાર કિશોરકુમાર.

૧૯૭૩ની ફિલ્મ ‘બ્લેકમેલ’ના ગીતની પ્રથમ પંક્તિમાં જ જોડી છે પલ પલ. ત્યાર પછીના અંતરામાં જોડી છે મહકા મહકા

पल पल दिल के पास तुम रहेते हो
जीवन मीठी प्यास ये कहती हो

પાર્શ્વભૂમિમાં ધર્મેન્દ્ર રાખીને ઉદ્દેશીને ગાય છે તેવું દર્શાવાયું છે અને તેના વિચારોમાં રાખી સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જાય છે. આમ પ્રેમીની યાતનાને આ ગીતમાં સુંદર રીતે ઉજાગર કરી છે. રાજીન્દર ક્રિષ્નાનાં શબ્દો અને કલ્યાણજી આણંદજીનું મધુર સંગીત જે કિશોરકુમારના સ્વરમાં છે.

આ જ ફિલ્મનું અન્ય ગીત છે જેમાં મુખડામાં જ બે જોડી જોવા મળે છે મીલે મીલે અને ખીલે ખીલે.

मीले मीले दो बदन खीले खीले दो चमन

વિગતો ઉપર મુજબ જેમાં લતાજીનો સ્વર વધારાનો છે.

૧૯૭૩ની ફિલ્મ ‘સૌદાગર’નું ગીત છે

सजना है मुझे सजना के लिए

ગીતના બીજા અંતરામાં બે શબ્દજોડી આવે છે – અંગ અંગ અને મલ મલ. અમિતાભ બચ્ચનની યાદમાં ગવાયેલા આ ગીત પદ્મા ખન્ના પર રચાયું છે જેના શબ્દો અને સંગીત રવીન્દ્ર જૈનનાં છે. ગાયિકા આશા ભોસલે. (એક આડવાત. ગીતની પ્રથમ પંક્તિમાં સજના શબ્દ બે વાર આવે છે પણ બંને જુદા અર્થમાં મુકાયા છે. પહેલો શબ્દ શણગાર માટે તો બીજો પ્રિયતમ માટે.)

૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’નું ગીત છે

चोरी चोरी चुपके चुपके पलको के पीछे

પ્રણય ત્રિકોણનો સંશય ઉત્પન્ન કરતા આ ગીતમાં શરૂઆતમાં બે જોડી છે – ચોરી ચોરી, ચુપકે ચુપકે. તો આગળના અંતરામાં પણ એક વધુ જોડી જોવા મળે છે – દિવાની દિવાની. મુમતાઝ પર રચાયેલ આ ગીતમાં રાજેશ ખન્ના અને સંજીવકુમાર પણ નજર આવે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે. આર. ડી. બર્મનનું. સ્વર છે લતાજીનો.

૧૯૭૪ની જ ફિલ્મ ‘કોરા કાગઝ’નું આ મસ્તીભર્યું ગીત છે.

रूठे रूठे पिया मनाऊ कैसे

ગીતની શરૂઆતમાં જોડી છે રૂઠે રૂઠે તો આગળની પંક્તિમાં છે પિયા પિયા. રૂઠેલા ચેતન આનંદને સંબોધીને જયા ભાદુરી આ ગીત ગાય છે. શબ્દો છે એમ જી હશ્મતના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર છે લતાજીનો.

૧૯૭૪ની એક ઓર ફિલ્મ છે ‘મનચલી’ જેનું આ ગીત પણ મસ્તીભર્યું છે.

गम का फ़साना बन गया अच्छा
सरकारने आ के मेरा हाल जो पूछा

આ ગીતમાં એક જ શબ્દજોડી છે બાતો બાતો પણ તે દરેક અંતરામાં મુકાઈ છે. સંજીવકુમાર અને લીના ચંદાવરકર પર રચાયેલ આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતસાથ છે લક્ષ્મીકાંત પ્યારેલાલનો. ગાયક કિશોરકુમારને ગીતમાં લીના ચંદાવરકરનો પણ સાથ મળે છે.

આ જ ફિલ્મનું એક અન્ય ગીત છે જેમાં મુખડામાં બે શબ્દજોડી જણાય છે કલી કલી, ગલી ગલી.

कभी यहाँ कभी वहा कभी कहा

પુરુષની ભ્રમરવૃત્તિને આલેખતું આ ગીત લીના ચંદાવરકર પર રચાયું છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજીનો.

૧૯૭૪ની એક વધુ ફિલ્મ ‘બેનામ’માં હાલરડા રૂપે ગીત છે

ओ जा रे नींद सुहानी
एक दिन हसना एक दिन रुलाना

અંતરામાં શબ્દજોડીઓ છે સનન સનન અને મગન મગન. મૌસમી ચેટરજી આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત છે આર. ડી. બર્મનનું. ગાયિકા લતાજી.

૧૯૭૫ની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું આ ગીત બે પ્રેમીઓ વચ્ચેની નોકઝોક દર્શાવે છે.

एक मै और एक तू दोनों मिले इस तरह

ગીતના અંતરાની શરૂઆતમાં જોડી છે યાર યાર તો આગળ ઉપર આવે છે જોડી બોલો બોલો એક થી વધુ વાર. બીજા અંતરામાં જોડી છે પાસ પાસ. રિશી કપૂર અને નીતુ સિંહ ગીતના કલાકારો છે જેના શબ્દો છે ગુલશન બાવરાનાં અને સંગીત છે આર. ડી. બર્મનનું. ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.

૧૯૭૫ની વધુ એક ફિલ્મ ‘ઝખ્મી’નું આ ગીત છેડછાડભર્યું છે.

अभी अभी थी दुश्मनी अभी है दोस्ती

ગીતના મુખડામાં શબ્દજોડી છે અભી અભી અને ચલી ચલી તો અંતરામાં છે ગોરી ગોરી. રીના રોય રાકેશ રોશનને આ ગીત દ્વારા આમ જણાવે છે જેના શબ્દો છે ગૌહર કાનપુરીના. બપ્પી લાહિરીનું સંગીત અને લતાજીનો સ્વર.

૧૯૭૬ની ફિલ્મ ‘કભી કભી’નું પ્રખ્યાત ગીત છે

कभी कभी मेरे दिल में ख़याल आता है

ગીતની શરૂઆત જ કભી કભી શબ્દજોડીથી થાય છે જે અમિતાભ બચ્ચન રાખીને સંબોધીને ગાય છે. શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત છે ખય્યામનું. સ્વર છે મુકેશનો.

૧૯૭૬ની એક વધુ ફિલ્મ ‘છોટી સી બાત’ના આ ગીતમાં એકથી વધુ શબ્દજોડી જોવા મળે છે.

जानेमन जानेमन तेरे दो नयन
चोरी चोरी ले के गए देखो मेरा मन

શરૂઆત શબ્દજોડી જાનેમન જાનેમનથી થાય છે ને તેમાં જ આગળ આવતી જોડી છે ચોરી ચોરી. પહેલા અંતરામાં છે દિલ દિલ તો બીજા અંતરામાં છે સંગ સંગ. વિદ્યા સિંહા અને અમોલ પાલેકર પર રચાયેલ આ ગીતની શરૂઆતમાં થિયેટરમાં ફિલ્મ જોતા અમોલ પાલેકરને દર્શાવાય છે. આ ગીતમાં શરૂઆતમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની પર રચાયેલું દેખાડાય છે પણ પછી કલ્પનાના ઘોડા દ્વારા અમોલ પાલેકર તે ગીતમાં પોતાની જાતને વિદ્યા સિંહા સાથે જુએ છે. યોગેશના શબ્દો અને સલીલ ચૌધરીના સંગીતને સ્વર મળ્યા છે યેસુદાસ અને આશા ભોસલેના.

૧૯૭૭ની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહિ’નુ ગીત છે

है अगर दुश्मन है अगर दुश्मन दुश्मन
ज़माना गम नहीं गम नहीं

પ્રથમ પંક્તિમાં જોડી છે દુશ્મન દુશ્મન તો આગળ અંતરામાં જોડી છે દુનિયા દુનિયા . તો છેલ્લા અંતરામાં છે સમજો સમજો. આ કવ્વાલી રિશી કપૂર અને ઝીનત અમાન પર રચાઈ છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર રફીસાહેબ અને આશા ભોસલેના.

૧૯૭૭ની ફિલ્મ ‘કર્મ’નું ગીત છે

समय तू धीरे धीरे चल
सारी दुनिया छोड के पीछे
आगे जाऊ निकल

મુખડામાં જોડી છે ધીરે ધીરે અને તેના અંતમાં છે પલ પલ. બીજા અંતરામાં છે મૈ મૈ અને તુમ તુમ. ગીતના કલાકારો છે વિદ્યા સિંહા અને રાજેશ ખન્ના. ઇન્દ્રજીત સિંહ તુલસીના શબ્દોને આર. ડી. બર્મનનું સંગીત સાંપડ્યું છે તો સ્વર મળ્યા છે આશા ભોસલે અને કિશોરકુમારનાં

હવે પછીની ફિલ્મોના ગીતો હવે પછીના લેખમાં.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

 

Author: Web Gurjari

4 thoughts on “જોડે જોડે આવતા શબ્દો – (૪) – चलते चलते….

  1. જોડે જોડે આવતા શબ્દોનુ ફરી એકવાર ખુબ સરસ સંકલન અને વર્ષાનુંક્રમ અનુસાર શંશોધન. મહેનત માંગી લે તેવું કામ . આભાર શ્રી મહેતા સાહેબ .

  2. तेरी नीली-नीली आँखों के दिल पे तीर चल गए
    चल गए, चल गए, चल गए
    तेरी नीली-नीली आँखों के दिल पे तीर चल गए
    चल गए, चल गए, चल गए
    जाने अनजाने (1971) शंकर-जयकिशन. : हसरत जयपुरी. लता मंगेशकर, मो.रफ़ी

Leave a Reply

Your email address will not be published.