ભગવાન થાવરાણી
બહુ જ નાની વય છતાં કેટલાક શાયરોની રચનાઓની સંવેદનશીલતા અને પરિપક્વતા જોતાં અચરજ થાય અને પ્રસન્નતા પણ. માત્ર પાંત્રીસ વર્ષના ઉમૈર નજ્મી આવા એક હોનહાર શાયર છે. એમની મોટા ભાગની ગઝલો મુરસ્સા લાગે અને મોટા ભાગના શેર મુકમ્મલ દાદને પાત્ર ! માત્ર ચાર – પાંચ શેરને સમાવિષ્ટ કરતી આ શૃંખલાના એક મણકા-માત્રથી એમને પૂરતો ન્યાય ન આપી શક્યાનો વસવસો રહે પણ ફિલહાલ તો આટલું પણ ગનીમત છે. પાકિસ્તાનના પોતાના વતન રહીમ યાર ખાનને અંજલિ આપતો એમનો શેર :
મેરે બડોં ને આદતન ચુના થા એક દશ્ત
વો બસ ગયા ‘ રહીમ ‘ યાર ખાન બન ગયા
અને એમના નામ અને તખલ્લુસનો આ વિનિયોગ જુઓ :
બરસોં પુરાના દોસ્ત મિલા જૈસે ગૈર હો
દેખા, રુકા, ઝિઝક કે કહા, ‘ તુમ ઉમૈર હો ? ‘
એમનું કલ્પન :
નિકાલ લાયા હૂં એક પિંજરે સે એક પરિંદા
અબ ઈસ પરિંદે કે દિલ સે પિંજરા નિકાલના હૈ
એમની માનવતા :
દેખ મેમાર પરિંદે ભી રહેં ઘર ભી બને
નકશા ઐસા હો કોઈ પેડ ગિરાના ન પડે
(મેમાર એટલે સ્થાપત્યકાર. )
આ જ ગઝલના બીજા બે આલીશાન શેર :
મેરે હોટોં પે કિસી લમ્સ કી ખ્વાહિશ હૈ શદીદ
ઐસા કુછ કર મુજે સિગરેટ કો જલાના ન પડે
(મારા હોઠને કોઈક સ્પર્શની તીવ્ર તરસ છે. હવે તારા ઉપર છોડું છું પ્રિયે ! તું જ કંઈક એવું કર કે મારે સિગરેટ સળગાવવી ન પડે !! )
ઈસ તઆલ્લુક સે નિકલને કા કોઈ રાસ્તા દે
ઈસ પહાડી પે ભી બારુદ લગાના ન પડે
(આ સંબંધમાંથી બહાર નીકળવાનો, એને સમાપ્ત કરવાનો કોઈક વ્યવહારુ રસ્તો કાઢીએ. અેવું ન બને કે જેમ ‘ નવસર્જન ‘ કાજે કેટલાક પહાડોને વિસ્ફોટકોથી ઉડાડી દેવા પડે છે, આપણા સંબંધ માટે પણ એ રસ્તો અખત્યાર કરવો પડે ! )
એક વધુ શેર અને પછી આજનો શિરમોર શેર :
મિલતે હૈં મુશ્કિલોં સે યહાં હમખયાલ લોગ
તેરે તમામ ચાહને વાલોં કી ખૈર હો ..
(સમાન વિચાર ધરાવનારા લોકો માંડ મળે છે. તારા અન્ય પ્રેમીઓ અને મારામાં એ મોટી સમાનતા છે કે અમે બધા તારા સૌંદર્ય વિષે એકમત છીએ ! ભગવાન એમને સલામત રાખે ! )
અને આ શિરમોર :
શબ બસર કરની હૈ મહફૂઝ ઠિકાના હૈ કોઈ
કોઈ જંગલ હૈ યહાં પાસ મેં ? સહરા હૈ કોઈ ?
રાત વિતાવવી છે. જ્યાં માણસો હોય ત્યાં સલામતી કેવી ? હા, જંગલ કે રણ હોય તો કહો. ત્યાં તો વધીને રાની પશુઓ કે સરિસૃપો હોય. એમની વચ્ચે ઓછી બીક લાગે. કોઈ શક ?
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Aahaaa…. Pasandeeda shayar
આભાર રીનાબહેન !
અત્યંત સબળ કલ્પના અને અસરકારક અભિવ્યક્તિ.
આભારી છું નરેશભાઈ !
મને પણ ખૂબ ગમતા આ શાયર… એમની બધી ગઝલો અદભુત છે…..
… વાહ વાહ… સાહેબ
આભાર ડૉક્ટર સાહેબ !
અદ્ભુત. ખૂબ જ સરસ. બધાં જ શેર બેનમૂન! ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર 🙏🙏🙏