સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ
પૂર્વી મોદી મલકાણ
कीर्तन:- पलना स्याम झूलावति जननी
राग:- कान्हरौ
पलना स्याम झुलावति जननी।
अति अनुराग पुरस्सर गावति, प्रफुलित मगन होति नँद-घरनी ॥
उमँगि-उमँगि प्रभु भुजा पसारत, हरषि जसोमति अंकम भरनी ।
सूरदास प्रभु मुदित जसोदा, पुरन भई पुरातन करनी ॥
વિશ્લેશણ:-
માતા શ્યામસુંદરને પલનામાં ઝુલાવી રહી છે તે સમયે તે પ્રેમવશ થઈ કશુંક ગાઈ રહી છે. તે મનમાં ને મનમાં અતિ હર્ષિત થઈ રહી છે, તે સમયે હર્ષિત માતાને જોઈ લાલા પણ વારંવાર ઉલ્લાસિત થઈ કિલકારીઓ કરતાં કરતાં વારંવાર પોતાની ભૂજાઓ ફેલાવી રહ્યાં છે તે જોઈ શ્રી માતા પણ ( યશોદાજી ) તેમને ગોદમાં ઉપાડી લે છે. શ્રી સૂરદાસજી કહે છે કે; શ્રી યશોદાજી આનંદિત થઈ રહી છે કારણ કે તેમનાં પૂર્વકૃત પુણ્યો પૂર્ણતઃ ફલિત થઈ ગયાં છે.
©૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com