પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૨ . ડાબા અને જમણા અંગની ખાત્રી કરવી ખૂબ જ જરૂરી

Learn from mistakes of others

પુરુષોતમ મેવાડા

અચાનક બીજા વૉર્ડના સીનિયર રેસિડેન્ટ ડૉક્ટરનો ફોન આવ્યો,

“તાત્કાલિક મદદ કરો, એક દર્દીને ફેફસામાં રસી કાઢતાં તે બેભાન થઈ ગયો છે, બીપી રેકૉર્ડ થતું નથી, તાત્કાલિક થઈ શકે એ બધું જ કરવામાં આવ્યું છે.”

ડૉ. પરેશ તે વખતે તે ડૉક્ટરના પડોશના વૉર્ડમાં જ હતો, અને તેથી તેને મદદ માટે બોલાવેલ હતો. તે તુરંત ત્યાં ગયો, અને તપાસ કરી. જાણવા મળ્યું કે એક જુવાનની છાતીમાં ટીબી (Tuberculosis)ના રોગને લીધે જમણા ફેફસા (Right Lung)ની આસપાસની જગ્યામાં રસી ભરાઈ હતી (Pleural Effusion), તેથી આખું ફેફસું સંકોચાઈને બેસી ગયું હતું (Collapse). એક્સ રે તો લીધેલો, પણ રસી કાઢનાર ડૉક્ટરે જમણાને બદલે ડાબા ફેફસામાં ટોટી ઉતારી હતી (Intercostal Drainage) તેથી તે ફેફસું પણ હવા ભરાઈ જતાં સંકોચાઈને બેસી ગયું હતું (Pneumothorax with Lung Collapse). આ સંજોગોમાં દર્દી શૉક (Shock)માં જાય અને તાત્કાલિક સારું ફેફસું કામ ન કરે તો જાનનું જોખમ જ હતું!
અને એમ જ બન્યું! બેભાન કરનાર ડૉક્ટરને બોલાવીને શ્વાસનળીમાં ટ્યૂબ નાખી, પૉઝિટિવ દબાણ આપી, કૃત્રિમ શ્વાસોશ્વાસ (Artificial Respiration with Intubation) અને નસમાં બાટલા સાથે દવાઓ (IV Infusions with Drugs) આપી જિવાડી શકાય, પણ તેને માટે સમય જ મળ્યો નહોતો. દર્દી મરણ પામ્યો.

આવા સમયે ઘણા સીનિયર ડૉક્ટરો દોડી આવ્યા, અને જેમ-તેમ કરીને મામલો થાળે પાડ્યો. ડૉક્ટરને ભગવાન માનનારા ગરીબ અને અણસમજુ અને અભણ સગાં શું કરે?

ડૉ. પરેશે પોતાના પ્રોફેસરને વાત કરી અને થયેલી ભૂલની વાત કરતાં કહ્યુંઃ

“Sir, patient died in a very short time, almost immediately!”

“Dear Paresh, patient did not die, tell that we have lost one human being!” The empathy of his professor was touching.

Dr. Paresh learnt three lesions from this:
(1) Learn from mistakes of others.
(2) Always confirm & reconfirm the side to be operated upon, along with other staff also. Make this a mandatory habit.
(3) Have empathy towards lost human beings. Show it & share the pain with relatives!

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

બરકત વિરાણી ‘બેફામ’


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

1 thought on “પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૨ . ડાબા અને જમણા અંગની ખાત્રી કરવી ખૂબ જ જરૂરી

  1. ખુબ સુંદર અને હૃદયસ્પર્શી ! શીખવેલા પાઠ પણ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published.