જોડે જોડે આવતા શબ્દો – (૨} : दिल मेरा नाचे थिरक थिरक

નિરંજન મહેતા

આ લેખમાળાનો પાંચ ભાગમાંથી પહેલો ભાગ ૧૨.૦૨.૨૦૨૨ના દિવસે પ્રકાશિત થયો હતો. આ લેખમાં ત્યાર પછીના ૧૯૬૬ સુધીના ગીતોને આવરી લીધા છે.

૧૯૫૮ની ફિલ્મ ‘માલિક’નું ગીત છે જેમાં ધીરે ધીરે શબ્દની જોડી મુખડામાં જ આવરી લેવાઈ છે

मन धीरे धीरे गाये  रे मालुम नहीं क्यों

પ્રેમીયુગલ સુરૈયા અને તલત મહેમુદ પર રચાયેલ આ ગીતના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત છે હુસ્નલાલ ભગતરામનું. ગાનાર કલાકરો સુરૈયા અને તલત મહેમુદ.

૧૯૫૮ની અન્ય ફિલ્મ ‘સુવર્ણ સુંદરી’નું સંગીતમય ગીત છે

कुहू कुहू बोले कोयलिया

આ ગીતમાં તો અધધ શબ્દોની જોડીઓ જોવા મળે છે. મુખડાથી લઇ છેલ્લા અંતરા સુધીમાં આ શબ્દોની જોડી જોવા મળશે. કુહુ કુહુ, કુંજ કુંજ, ગુન ગુન, ડાલી ડાલી, ફૂલ ફૂલ, કાહે કાહે, શ્યામ શ્યામ, ચોરી ચોરી.  એ. નાગેશ્વર રાવ અને સરોજાદેવીના આ નૃત્યગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત આપ્યું છે આદિ નારાયણ રાવે.

૧૯૫૯ની ફિલ્મ ‘નવરંગ’માં તો એક નહીં પણ ત્રણ ગીતોમાં શબ્દોની જોડી જોવા મળે છે.

ना राजा रहेगा ना रानी रहेगी

આ દેશપ્રેમના ગીતમાં વૃદ્ધ મહિપાલ ઇતિહાસને ઉજાગર કરે છે જેમાં મુખડાની બીજી પંક્તિમાં જણાવ્યું છે કે યે દુનિયા હૈ ફાની ફાની. ત્યાર બાદના અંતરામાં શબ્દો છે ભર ભર, છેલ્લા અંતરામાં શબ્દોની જોડી છે જલાદો જલાદો અને ઝર્રે ઝર્રે.  ભરત વ્યાસના શબ્દો અને સી. રામચંદ્રનું સંગીત. ગાયક છે મહેન્દ્ર કપૂર.

અન્ય ગીત છે

शामल शामल बरन कोमल कोमल चरन

કલ્પનામાં ગુમ મહિપાલ પોતાની સ્વપ્નસુંદરીનું વર્ણન કરે છે તેમાં પણ એક કરતા વધુ શબ્દોની જોડી જોવા મળે છે. આ જ જોડીઓને કારણે આ ગીતમાં નિખાર આવે છે, મુખડામાં જોડીઓ છે શામલ શામલ, અને કોમલ કોમલ. તો પહેલા અંતરામાં જોડીઓ છે તીખે તીખે, મીઠે મીઠે, અને બીજા અંતરામાં જોડી છે સૌ સૌ, નાજુક નાજુક અને ધીમે ધીમે. અન્ય હકીકતો ઉપર મુજબ  

ત્રીજું ગીત છે

आधा है चन्द्रमा रात आधी

આ ગીતના બીજા અંતરામાં જોડી છે પ્યાસા પ્યાસા જે બે વાર આવે છે. ભરત વ્યાસના શબ્દો અને સી. રામચંદ્રનું સંગીત. ગાયકો છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે

૧૯૫૯ની ફિલ્મ ‘ચિરાગ કહા રોશની કહા’નું હાલરડું છે

टीम टीम करते तारे
ये कहते है सारे

આ ગીતમાં પણ એક કરતા વધુ શબ્દોની જોડી જોવા મળશે. સૌ પ્રથમ મુખડું જ શરૂ થાય છે એક જોડીથી – ટીમ ટીમ.  ત્યાર બાદ પહેલા અંતરામાં જોડીના શબ્દ છે ચોરી ચોરી. અંતરા બીજામાં જે જોડી છે તે શબ્દ છે અચ્છે અચ્છે. મીનાકુમારી હની ઈરાનીને સુવડાવવા આ હાલરડું ગાય છે જેના શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત છે રવિનું. સ્વર છે લતાજીનો. આ જ ગીત બીજી વાર પણ મુકાયું છે જેના શબ્દોમાં થોડો ફેર છે.

૧૯૫૯ની ફિલ્મ ‘લવ મેરેજ’માં બે ગીત છે જેમાં આવી જોડીઓ જોવા મળે છે. પહેલું ગીત છે

धीरे धीरे चल चाँद गगन में
कही ढल ना जाये रात टूट ना जाए सपने

મુખડામાં શબ્દો છે ધીરે ધીરે  તો પહેલા અંતરામાં છે ગુન ગુન અને બીજા અંતરામાં શબ્દો છે દો દો. આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. કલાકારો છે દેવઆનંદ અને માલા સિંહા. ગાયક કલાકારો છે રફીસાહેબ અને લતાજી.   

તો બીજું ગીત છે

कहे ज़ूम ज़ूम रात ये सुहानी
पिया हौले से छेड़ो दुबारा

જેના મુખડામાં શબ્દો છે ઝૂમ ઝૂમ  તો અંતરામાં છે રોમ રોમ. આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. કલાકારો છે દેવઆનંદ અને માલા સિંહા  

૧૯૬૦ની ફિલ ‘બરસાત કી રાત’ની એક અતિ પ્રચલિત કવ્વાલી છે જે આજ સુધીની લાંબામાં લાંબી ફિલ્મી કવ્વાલી ગણાય છે.

ना तो कारवा की तलाश है ना तो हमसफ़र की तलाश है

આ કવ્વાલીમાં અગણિત વખત શબ્દ ઈશ્ક જોડીમાં આવે છે પણ સાથે સાથે આગળ ઉપર પણ અન્ય શબ્દોની જોડી જણાય છે. જબ જબ જોડી સિવાય (લાજ) રખો રખો અને દેખો દેખો પણ એકથી વધુ વાર મુકાયા છે. મધુબાલા, ભારતભૂષણ, શ્યામા અને રત્ના ભૂષણ જેવા એક કરતા વધુ કલાકારો આ કવ્વાલીમાં સામેલ છે જેના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીતકાર છે રોશન. સ્વર આપનારા છે સુધા મલ્હોત્રા, રફીસાહેબ, મન્નાડે, આશા ભોસલે અને એસ. ડી. બાતિશ.

૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’નું ગીત જે વહીદા રહેમાન પર રચાયું છે તે તેના મનની વ્યથાને પ્રગટ કરતુ ગીત છે

बदले बदले मेरे सरकार नजर आते है

મુખડામાં જ આ વ્યથાને અનુરૂપ શબ્દોની જોડી છે બદલ બદલે. ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર છે રવિ. સ્વર છે લતાજીનો,.

૧૯૬૦ની ફિલ્મ ‘પરખ’નું એક અતિ લોકપ્રિય અને સુમધુર ગીત છે

ओ सजना बरखा बहार आई रस के फुआर लाइ

આ ગીતના પહેલા અંતરામાં મીઠી મીઠી તો બીજા અંતરામાં પ્યાસે પ્યાસે શબ્દોની જોડી જોવા મળે છે જે ગીતને અર્થપૂર્ણ બનાવે છે. કલાકાર છે સાધના અને ગીતકાર છે શૈલેન્દ્ર. સંગીત આપ્યું છે સલીલ ચોંધરીએ. સુમધુર સ્વર લતાજીનો.

૧૯૬૧ની ફિલ્મ ‘માયા’નું આ ગીત બે પ્રેમીઓની લાગણીનેવ્યક્ત કરે છે.

तस्वीर तेरी दिल में जिस दिन से उतारी है

પ્રથમ અંતરામાં શબ્દોની બે જોડી મળે છે – નીચે નીચે અને પીછે પીછે . આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી  અને સંગીત આપ્યું છે સલીલ ચોંધરીએ. કલાકારો છે દેવઆનંદ અને માલા સિંહા. ગાયક કલાકારો છે રફીસાહેબ અને લતાજી.   

૧૯૬૧ની ફિલ્મ ‘જંગલી’ના આ સુપ્રસિદ્ધ નૃત્યગીતમાં એક શબ્દની જોડી અનેક વાર ગીતમાં આવે છે

करुं मै क्या सुकू सुकू

મુખડાથી લઈને અંત સુધી જે શબ્દની જોડીનું પુનરાવર્તન થાય છે અને તે છે સુકુ સુકુ. તે ઉપરાંત છેલ્લા અંતરામાં બે અન્ય શબ્દોની જોડી પણ જણાય છે અને તે છે ઘૂટતી ઘૂટતી અને સહમી સહમી.  નૃત્યાંગના છે હેલન પણ ગીત રચાયું છે શમ્મીકપૂર પર જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયક કલાકાર રફીસાહેબ.

૧૯૬૨ની ફિલ્મ ‘ચાઈના ટાઉન’ના ગીતમાં પણ એક કરતા વધુ જોડીઓ જોવા મળે છે.

बार बार एखो हजार बार देखो
ये देखने की चीज है हमारी दिलरुबा `

મુખ્ય જોડી છે બાર બાર જે ગીતમાં એક કરતા વધુ વાર સમાવાઈ છે. તે સાથે તેમાં અંતરામાં જે જોડીઓ છે તે છે બલ્લે બલ્લે અને નયા નયા. હોટેલમાં ગવાતું આ નૃત્યગીત પણ શમ્મીકપૂર પર રચાયું છે જે શકીલાને ઉદ્દેશીને આ ગીત ગાય છે. ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર રવિ. ગાયક કલાકાર છે રફીસાહેબ.

આ જ ફિલ્મનું અન્ય ગીત છે

यमा यमा यमा सौ परवाने की समा

આ ગીત પણ હેલન અને શમ્મી કપૂરની જોડી પર રચાયું છે જેના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે રવિ. સ્વર છે આશા ભોસલે અને રફીસાહેબના. મુખડામાં યમા યમા બીજા અંતરામાં જોડી છે ભર ભર અને છેલ્લા અંતરામાં જોડી છે પ્યાર પ્યાર.

૧૯૬૩ની ફિલ્મ ‘મેરી સુરત તેરી આંખે’નું આ સુમધુર ગીત આશા પારેખના સ્વપ્નમાં રચાયેલું છે

ये किस ने गीत छेडा ये किस ने गीत छेडा
दिल मेरा नाचे थिरक थिरक

સ્વપ્નમાં તે પ્રદીપકુમાર સાથે આ પ્રેમગીત ગાય છે જેમાં અનેક શબ્દોની જોડીઓ જોવા મળે છે. પ્રથમ તો મુખડામાં જ બે જોડીઓ છે થીરક થીરક અને મહક મહક. આગળ જતા પહેલા અંતરામાં એક કરતા વધુ જે જોડીઓ જોવા મળે છે તે છે ચોરી ચોરી, હૌલે હૌલે અને ઠંડી ઠંડી. તે જ અંતરામાં આગળ દેખાય છે ડાલી ડાલી અને લચક લચક. ત્યાર પછીના અંતરામાં છે બહક બહક. શૈલેન્દ્રના શબ્દો અને સચિન દેવ બર્મનનું સંગીત જેને સ્વર આપ્યો છે મુકેશ અને સુમન કલ્યાણપુરે.

૧૯૬૪ની ફિલ્મ ‘કશ્મીર કી કલી’નાં યુગલ ગીતમાં શર્મિલા ટાગોર સવાલ કરે છે

इशारो इशारो में दिल लेने वाले बता ये हुन्नर तूने सिखा कहा से

જવાબમાં શમ્મીકપૂર કહે છે

निगाहों निगाहों में जादू चलाना मेरी जान सिखा है तुमने जहा से

આ સવાલ જવાબના રચયિતા છે એસ એચ. બિહારી જેને સ્વારાંકન કર્યા છે ઓ.પી નય્યરે. સ્વર છે આશા ભોસલે અને રફીસાહેબના

૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નાં આ દર્દભર્યા ગીતમાં એક કરતા વધુ જોડીઓ છે.

दोस्त दोस्त ना रहा प्यार प्यार ना रहा

મુખડાની શરૂઆતમાં જ બે જોડીઓ છે દોસ્ત દોસ્ત અને પ્યાર પ્યાર. તો બીજા અંતરામાં છે સહેમ સહેમ. રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે મુકેશનો.  

૧૯૬૪ની ફિલ્મ ‘કોહરા’નાં આ ગીતમાં બે જોડીઓ જોવા મળે છે.

ये नयन डरेडरे ये जाम भरे भरे
ज़रा पिने दो कल की किस को खबर

મુખડાની પ્રથમ પંક્તિમાં ડરે ડરે અને ભરે ભરે આમ બે જોડી જોવા મળે છે. વહીદા રહેમાનને ઉદ્દેશીને ગવાતા આ ગીતના રચયિતા છે કૈફી આઝમી અને સંગીત તથા સ્વર છે હેમંતકુમારના

આ જ ગીત લતાજીના અવાજમાં પણ છે પણ તેનો ઓડીઓ જ પ્રાપ્ત છે

૧૯૬૫ની ફિલ્મ ‘સિકંદર-એ-આઝમ’નાં દેશભક્તિના ગીતના મુખડામાં જ જોડી છે.

जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा
वो भारत देश है मेरा

આ પાર્શ્વગીતની પ્રથમ પંક્તિમાં જોડી છે ડાલ ડાલ.  ગીતના રચયિતા રાજેન્દ્ર ક્રિશ્ના અને સંગીત હંસરાજ બહાલનું. સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૬ની ફિલ્મ ‘તીસરી મંઝીલ’ આ ગીતમાં પણ એક કરતા વધુ જોડી જોવા મળે છે

आजा आजा मै हु प्यार तेरा
अल्लाह अलाह इनकार तेरा

મુખડામાં જ બે જોડીઓ છે – આજા આજા અને અલ્લાહ અલ્લાહ . પાર્ટી ગીતના કલાકારો છે શમ્મીકપૂર અને આશા પારેખ જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર છે આશા ભોસલે અને રફીસાહેબના.

૧૯૬૬ પછીના ગીતો ભાગ ત્રણમાં


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “જોડે જોડે આવતા શબ્દો – (૨} : दिल मेरा नाचे थिरक थिरक

 1. Very good collection of old songs. Thanks Mehta saheb.
  There may be many songs like this. This will be just An appetizer( Small dish)
  नज़र नज़र से हो रही है बात प्यार की
  नज़र नज़र से हो रही है बात प्यार की
  मचल मचल रही है रात ये बहार की
  घडी नहीं ये सब्र की न इंतज़ार की
  मचल मचल रही है रात ये बहार की
  घडी नहीं ये सब्र की न इंतज़ार कीI
  FILM: Main Nashe Mein Hoon 1959
  LATA_MUKESH AND S&J

Leave a Reply

Your email address will not be published.