જોડે જોડે આવતા શબ્દો -(૧} – ये रात भीगी भीगी

નિરંજન મહેતા

ફિલ્મીગીતોમાં ગીતના અર્થ ઉપર ભાર મુકવા એક જ શબ્દ એક સાથે બે વાર મુકાય છે અને આમ તેનો ઉઠાવ જણાય છે. જેમ કે ધીરે ધીરે ચલ, ભીગી ભીગી રાત વગેરે. આવા ઘણા ગીતો ધ્યાનમાં આવ્યા છે પણ બધા ગીતોનો સમાંવેશ એક લેખમાં થાય તેમ નથી તેથી આ શ્રેણી પાંચ ભાગમાં વહેંચી છે જેનો આ પહેલો ભાગ છે. તેમ છતાં કેટલાય ગીતોને નજરઅંદાજ કરવા પડશે કારણ બધા ગીતોની સંખ્યા ઘણી છે.

એક વાતની નોંધ લેશો કે આજા આજા, કે હા હા હા, લા લા લા જેવા એકાક્ષરી શબ્દો ભલે સાથે સાથે આવતા હોય પણ તેવા ગીતોને અવગણ્યા છે.

સૌ પહેલા યાદ આવે છે ૧૯૪૦ની ફિલ્મ ‘બંધન’નું ગીત

આ ગીતમાં એક નહિ બે શબ્દો સાથે સાથે છે – પહેલી લાઈનમાં ચલ ચલ અને બીજી લાઈનમાં માન માન

चल चल रे नौजवान चल चल रे नौजवान

कहना मेरा मान मान चल रे नौजवान

ગીતના કલાકરોનાં નામ જણાતા નથી પણ તેના રચયિતા છે કવિ પ્રદીપજી અને સંગીત છે રામચંદ્ર પાલનું. ગાનાર કલાકાર પણ નથી દર્શાવાયા.

૧૯૪૪ની ફિલ્મ ‘રતન’માં પણ એક કરતા વધુ શબ્દોની જોડી છે. બેવફા બેવફા  એક કરતા વધુ વાર આવે છે તો છેલ્લા અંતરામાં ઘડી ઘડી

ओ जानेवाले बलमवा लौट के आ

जा ना मै तेरा बलमवा बेवफा बेवफा

સ્ટેજ પર ભજવાતા નૃત્યમાં આ એક નોકઝોકવાળું ગીત છે જેમાં સ્ત્રી કલાકાર બાલમને ણ જવાની વાત કરે છે ત્યારે જવાબ મળે છે કે તે બેવફા છે. ફિલ્મના મુખ્ય કલાકાર છે કરણ દીવાન અને સ્વર્ણલતા પણ નૃત્ય કલાકારોના નામ નથી જણાતા. ગીતકાર છે ડી. એન. મધોક અને સંગીતકાર છે નૌશાદ. ગાયકો છે અમીરબાઈ કર્ણાટકી અને શ્યામકુમાર.

૧૯૪૫ની ફિલ્મ ‘ઝીનત’ના આ ગીતમાં પણ એક કરતા વધુ શબ્દોની જોડી જોવા મળે છે. ગીતની શરૂઆતમાં નાચો નાચો, ત્યારબાદ તો છેલ્લા અંતરામાં તારો તારો અને અરમાન અરમાન એમ બે જોડી મુકાઈ છે.  નુરજહાં પર રચાયેલ આ ગીતના રચનાકારનું નામ નથી પણ સંગીત આપ્યું છે હાફીઝ ખાને અને સ્વર છે નુરજહાંનો.

૧૯૪૬ની ફિલ્મ ‘ડો. કોટનીસ કી અમર કહાની’નું આ પ્રચલિત ગીત છે જેની પ્રથમ લાઈનમાં જ ઝીંદગી એક નહિ પણ પાંચ વાર અપાયું છે અને દરેક અંતરા પછી પણ ફરી તે લાઈન અપાઈ છે.

ज़िंदगी ज़िंदगी ज़िंदगी ज़िंदगी ज़िंदगी

कोई सपना नहीं ज़िंदगी कोई सपना नहीं ज़िंदगी

આ પ્રેરણાદાયક ગીત વી. શાંતારામ પર રચાયું છે. લાગે છે તેમણે જ સ્વર આપ્યો છે. શબ્દો છે દિવાન શરારના અને સંગીત છે વસંત દેસાઈનું.

૧૯૪૯ની ફિલ્મ ‘દુલારી’નાં આ ગીતમાં છેલ્લા અંતરામાં શબ્દોની બે જોડી છે  નાચ નાચ કે, અને અપના અપના

रात रंगीली मस्त नज़ारे

गीत सुनाये चाँद सितारे

મધુબાલા અને સુરેશ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર છે નૌશાદ. ગાયક કલાકારો લતાજી અને રફીસાહેબ.

૧૯૫૦ની ફિલ્મ ‘દાસ્તાન’નું ગીત છે

निराली शान की है मेरी दुल्हन

कमर पतली सुराही दार गर्दन

સુરૈયા અને રાજકપૂર પર આ ધમાલભર્યું ગીત રચાયું છે જેમાં બીજા અંતરામાં શબ્દોની બે જોડી છે ધડક ધડક દિલ અને ફડક ફડક નૈન. ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર છે નૌશાદ. સ્વર છે સુરૈયા અને રફીસાહેબનો.

૧૯૫૨ની ફિલ્મ ‘જાલ’નું પ્રણયગીત છે

ये रात ये चांदनी फिर कहां

सुन जा दिल की दास्ताँ

આ ગીતમાં એક કરતા વધુ જોડીમાં શબ્દો છે. પહેલા અંતરામાં – સોઈ સોઈ ચાંદની અને ખોઈ ખોઈ ચાંદની, તો બીજા અંતરામાં ધીમા ધીમા રાગ અને ઠંડી ઠંડી આગ. આ પ્રણયગીતના કલાકારો છે દેવ આનંદ અને ગીતા બાલી જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાયકો છે લતાજી અને હેમંતકુમાર

૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’નું ગીત છે જેમાં મુખડામાં જ શબ્દોની જોડી છે ઊંચી ઊંચી

ऊंची ऊंची दुनिया की दीवारे सैया तोड़ के जी

વૈજયંતીમાલા પર રચાયેલ આ ગીતના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત છે હેમંતકુમારનું. સ્વર છે લતાજીનો.

આજ ફિલ્મનું બીજુ ગીત છે.

मेरा दिल ये पुकारे आजा मेरे गम के सहारे आजा

જેના મુખડામાં શબ્દો છે ભીગા ભીગા હૈ અને અંતરામાં શબ્દો છે સુના સુના હૈ . ગીતની વિગતો ઉપર મુજબ.

૧૯૫૫ની ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’ના ટાઈટલ ગીતમાં જ જોડી છે ઝનક ઝનક.

 झनक झनक पायल बाजे

પછીના અંતરામાં જોડી છે મધુર મધુર ઝંકાર. ટાઈટલ ગીત છે એટલે કલાકારો નથી પણ ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે વસંત દેસાઈ. સ્વર છે આમીરખાનનો.

૧૯૫૫ની ફિલ્મ ‘મુનીમજી’નાં ગીતમાં જોડીમાં આવતા શબ્દો જોઈએ.

जीवन के सफ़र में है राही मिलते है बिछड़ जाने को

અંતિમ અંતરામાં શબ્દોની જોડી છે – હંસ હંસ કે જલા દે તે હૈ

દેવઆનંદ પર રચાયેલ ગીતના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીત છે સચિન દેવ બર્મનનું. કિશોરકુમારનો સ્વર.

આજ ફિલ્મનું બીજું ગીત છે

घायल हिरनिया

જેમાં આવતી જોડી છે બન બન ડોલું. ત્યાર પછીનાં અંતરાની પહેલી લાઈનમાં પણ જોડી છે બુલાયે બુલાયે.. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ અને સ્વર છે લતાજીનો.  

૧૯૫૫ની ફિલ્મ ‘મિ. એન્ડ મિસીસ ૫૫’નું ગીત છે જેમાં એક કરતા વધુ શબ્દજોડી જણાશે.

जाने कहा मेरा जिगर किधर गया जी

ગીતની બીજી લાઈનમાં શબ્દજોડી છે અભી અભી . તો છેલ્લી લાઈનમાં શબ્દો છે બડી બડી. આગળ ઉપર આવતી જોડીઓ છે કોને કોને, જલદી જલદી. સચ્ચી સચ્ચી, ચલો ચલો. ગીતના કલાકારો છે જોની વોકર અને યાસ્મીન. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર ઓ.પી. નય્યર. સ્વર છે ગીતા દત્ત અને રફીસાહેબ્ના

૧૯૫૬માં આવેલી ફિલ્મ ‘સી. આઈ. ડી.’ના બે ગીતોમાં શબ્દોની જોડી જોવા મળે છે

પહેલું ગીત છે

बुझ मेरा क्या नाम रे नदी किनारे गाव रे

આ ગીતમાં પહેલી લાઈનમાં જે શબ્દોની જોડી છે તે છે ઠંડી ઠંડી છાવ મેં અને ત્યાર બાદ અંતરાની પહેલી લાઈનમાં છે ઉલજે ઉલજે તો ત્યાર પછીની લાઈનમાં છે કાલા કાલા તિલ. ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે ઓ. પી. નય્યર. સ્વર આપ્યો છે શમશાદ બેગમે.

આજ ફિલ્મના અન્ય એક ગીતમાં પણ શબ્દજોડી જોવા મળે છે.

ले के पहला पहला प्यार

પ્રથમ લાઈનમાં પહલા પહલાની જોડી છે તો અંતિમ અંતરામાં છે સુન સુન બાતે તેરી અને દેખો દેખો આઈ હસી. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ અને શમશાદ બેગમને સાથ આપ્યો છે રફીસાહેબે.

૧૯૫૬ની ફિલ્મ ‘ચોરી ચોરીનું આ પ્રણયગીત આજે પણ રસિકો માણે છે

ये रात भीगी भीगी ये मस्त फिजाए

उठा धीरे धीरे वो चाँद प्यारा प्यारा

ગીતના મુખડામાં જ બે જોડી છે ભીગી ભીગી અને ધીરે ધીરે.

 ગીતના કલાકારો છે રાજકપૂર અને નરગીસ જેમને સ્વર આપ્યો છે મન્નાડે અને લતાજીએ. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું.

૧૯૫૭ની ફિલ્મ ‘ભાભી’નું ગીત પણ આજે કર્ણપ્રિય બની રહ્યું છે.

चली चली रे पतंग मेरी चली रे

चली बादलो के पार हो के डोर पे सवार

પતંગના સંદર્ભમાં ગવાયેલ આ ગીતમાં ચલી ચલીની જોડી છે તો ત્યાર પછીની લાઈનમાં જોડી છે દેખ દેખ. ત્યાર પછીના બીજા અંતરામાં જોડી છે બાંકી બાંકી. નંદા અને જગદીપ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર ચિત્રગુપ્ત. ગાયક કલાકારો છે લતાજી અને રફીસાહેબ.    

૧૯૫૭ની સદાબહાર ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ના આ ગીતમાં એક કરતા વધુ શબ્દોની જોડી જોવા મળે છે

नगरी नगरी द्वारे द्वारे ढूँढू रे सावरिया

પ્રથમ લાઈનમાં બે શબ્દોની જોડી, નગરી નગરી અને દ્વારે દ્વારે તો આગળ ઉપર બીજી લાઈનમાં શબ્દજોડી છે પિયા પિયા અને રટતે રટતે. અંતરામાં પણ જોવા મળશે જોડી પલ પલ. કલાકાર નરગીસ અને ગીતકાર શકીલ બદાયુની. લતાજીનો સ્વર અને નૌશાદનું સંગીત.

૧૯૫૭ની ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ના આ ગીતમાં પણ બે જોડી જોવા મળે છે.

जवानिया ये मस्त मस्त बिन पिये

પહેલી લાઈનમાં જોડી છે મસ્ત મસ્ત તો અંતરામાં બે વાર કિસે કિસે.  શમ્મીકપૂર અને અમિતા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે ઓ.પી. નય્યર. ગાયક કલાકારો આશા ભોસલે અને રફીસાહેબ.

૧૯૫૮ની ફિલ્મ ‘અજી બસ શુંક્રિયા’નું ગીત જોઈએ.

सारी सारी रात तेरी याद सताये

પહેલી લાઈનમાં જ જોડી છે સારી સારી. ગીતાબાલી આ ગીતના કલાકાર જેના શબ્દો છે ફારુક કૈસરના અને સંગીત રોશનનું. સ્વર લતાજીનો.

આ લેખ પાંચ ભાગમાંથી પહેલો ભાગ છે. હવે પછીના લેખમાં ૧૯૫૮ પછીના ગીતોનો ઉલ્લેખ કરાશે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “જોડે જોડે આવતા શબ્દો -(૧} – ये रात भीगी भीगी

 1. Vary Good Editing and Presentations. Thanks for sharing old melodies.
  तस्वीर तेरी दिल में
  जिस दिन से उतारी है
  तस्वीर तेरी दिल में
  जिस दिन से उतारी है
  फिरूँ तुझे संग ले के
  नए-नए रंग ले के
  सपनों की महफ़िल में
  FILM: MAAYA.(1961)
  SALIL DA AND RAFI-LATA

  आँखों ही आँखों में इशारा हो गया
  बैठे-बैठे जीने का सहारा हो गया.
  FILM:CID (1956)
  RAFI-GEETA DUTT

 2. ખૂબ જ સરસ કલેક્શન. તમે 1940 થી શરુ કર્યું છે તો મને 1936 ની ‘અછૂત કન્યા’ નું એક ગીત યાદ આવી ગયું.

  મૈં બન કી ચિડિયાં બન કે બન બન બોલું રે
  મૈં બન કા પંછી બન કે સંગ સંગ ડોલું રે

  તમારી મહેનત માટે ખૂબ અભિનંદન !

Leave a Reply

Your email address will not be published.