સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ
પૂર્વી મોદી મલકાણ
जसोदा हरि पालनैं झुलावै
राग:- धनाश्री
हलरावै, दुलराइ मल्हावै, जोइ-जोइ कछु गावै ।
मेरे लाल कौं आउ निंदरिया, काहैं न आनि सुवावै ।।
तू काहैं नहिं बेगहिं आवै, तोकौं कान्ह बुलावै ।
कबहुँ पलक हरि मूँदि लेत हैं, कबहुँ अधर फरकावै ।।
सोवत जानि मौन ह्वै कै रहि, करि-करि सैन बतावै ।
इहिं अंतर अकुलाइ उठे हरि, जसुमति मधुरैं गावै ।।
जो सुख सूर अमर-मुनि दुरलभ, सो नँद-भामिनि पावै
કીર્તનકાર ગાયિકા -શ્રી સાધનાબેન મંગલદાસ ( કોઇમ્બતૂર )
વિશ્લેષણ:-
શ્રી યશોદાજી શ્યામ ને પાલનામાં ઝુલાવી રહી છે. ક્યારેક ઝુલાવે છે, ક્યારેક પ્યારથી પુચકારે છે અને જે મનમાં ( વાત્સલ્યનાં ) આવે તે ગાય છે. ( આપ ગાતા ગાતા કહે છે કે ) નિદ્રા ! તું મારા લાલની પાસે આવ, અરે કેમ નથી આવતી? એ નિદ્રા તું જલદી આવ, ઝટપટ આવ મારો કન્હાઇ તને બોલાવે છે. ( આમ યશોદા બોલી રહી છે ત્યારે ) શ્યામસુંદર ક્યારેક પોતાની પલકો બંધ કરી લે છે, ક્યારેક પોતાનાં અધર ફફડાવે છે. આપને સૂતેલા જોઈ માતા ચૂપ થઈ જાય છે અને બીજી ગોપીઓને આપ સંકેત કરી ચૂપ રહેવા સમજાવી કહે છે કે; આપ સર્વે ચૂપ રહો. આ સંકેતની વચ્ચે શ્યામ આકુળવ્યાકુળ થઈ જાગી જાય છે તે જોઈ યશોદાજી ફરીથી મધુર સ્વરે ગાવા લાગે છે. સૂરદાસજી કહે છે કે; જે સુખ દેવતાઓ તથા મુનિઓને માટે દુર્લભ છે તે શ્યામને બાલરૂપમાં પામી તેનું લાલન-પાલન અને સ્નેહ કરવાનું સુખ શ્રી નંદપત્ની પ્રાપ્ત કરી રહી છે.
©૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com