લુત્ફ-એ-શેર: મણકો # ૮૬

ભગવાન થાવરાણી

અઝહર  ‘ ફરાગ ‘ પાકિસ્તાની શાયરોમાં તૈમૂર હસનથી પણ પછીની પેઢીના શાયર છે પણ એમની કલમ તૈમૂર જેવી જ ધારદાર છે. આ નવા શાયરોમાં પોતાની લાગણીઓને વાચા આપવાની જે કાબેલિયત છે એ જોઈને સાનંદ અચરજ થાય છે. અઝહર ફરાગની કમાલ જૂઓ :

દફતર સે મિલ નહીં રહી છુટ્ટી વગરના મૈં
બારિશ  કી  એક  બૂંદ  ન  બેકાર  જાને દૂં
( ‘ વગરના ‘ શબ્દ  ‘ વરના ‘ નો જ પર્યાય છે. બહર જાળવવા વપરાય છે. )
અને આ બેમિસાલ શેર તો જૂઓ :
તેરી શર્તોં પે હી કરના હૈ અગર તુજકો કુબૂલ
યે  સહૂલત  તો  મુજે  સારા  જહાં  દેતા  હૈ
અહીં એક પુરાણો ગુજરાતી શેર યાદ આવે. એનો તરજુમો :
ઝિક્ર  તુમને ફિર  સે શર્તોં કા કિયા
લો ચલા મૈં ફિર તુમ્હેં ખોને કી ઓર
પ્રેમ કરનારાઓને રસ્તો દેખાડવા બદલ પસ્તાવાનો એમનો અંદાઝ :
મુસાફિરાને મુહબ્બત મુજે મુઆફ કરેં
મૈં બાઝ આયા તુમ્હેં રાસ્તા દિખાને સે
સંબંધોની એમની મૌલિક વ્યાખ્યા :
તુજ સે કુછ ઔર તઆલ્લુક ભી ઝરૂરી હૈ મેરા
યે મુહબ્બત તો કિસી વક્ત ભી મર સકતી હૈ
અને ઉપરના બધા જ શેર આલાતરીન હોવા છતાં મને એમનો આ ટચુકડો શેર વધુ પસંદ છે :
કુછ  નહીં  દે  રહા સુઝાઈ હમેં
ઈસ કદર રોશની કા ક્યા કીજે..
 
આપણા બધાનો અનુભવ છે કે આંખને આંજી નાખતા ઝળહળાટમાં ઓછું દેખાય અથવા કશું જ ન દેખાય. અહીં ઉલ્લેખ રોશનીનો છે પરંતુ ઈશારો ક્યાંક બીજે પણ ! હદથી વધારે સુખ, વૈભવ, ઝડપ અને એથી આગળ વધીને કહીએ તો સામીપ્ય અને પ્રેમ પણ આ જ હાલ કરે છે..

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૮૬

  1. સરસ કામ કરી રહ્યા છો આપ
    આ રીતે ઘણું નવું – નવું વાંચવા મળે.
    સુકામનાઓ

Leave a Reply

Your email address will not be published.