મોસમને લગતા ફિલ્મીગીતો : आज मौसम बड़ा बेईमान है

નિરંજન મહેતા

૨૫-૧૨-૨૦૨૧ના અંકમાં આપણે “મૌસમ” શબ્દ પર આધારિત ૧૯૬૯ સુધીની હિંદી ફિલ્મનાં ગીતો સાંભળ્યાં હતાં.

સ્વાભાવિક છે કે રોમાંસનાં ગીતોમાં મૌસમનો ઉલ્લેખ ફિલ્મોની તવારીખનાં દરેક પાને થયો જ રહે. એટલે આજના અંક માટે પણ આપણી પાસે સાંભળવા માટે ઘણાં ગીતો છે.

૧૯૭૦ની ફિલ્મ ‘ધરતી’નું આ ગીત પણ મોસમને માણતા બે પ્રેમીઓના ભાવને વ્યક્ત કરે છે.

ये मौसम भीगा भीगा है हवा भी ज्यादा ज्यादा है
क्यों न मचलेगा दिल मेरा तुम को पाने का इरादा है

વહીદા રહેમાન અને રાજેન્દ્ર કુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી. શંકર જયકિસનના સંગીતને સ્વર આપ્યો છે રફીસાહેબ અને લતાજીએ.

૧૯૭૧ની ફિલ્મ ‘શર્મીલી’નું આ ગીત મોસમનું સુંદર વર્ણન કરે છે પણ સાથે સાથે હકીકતને પણ ઉજાગર કરે છે. આ ગીત બેવાર મુકાયું છે. પહેલી વાર શશીકપૂર પર અને બીજીવાર રાખી પર.

खिलते है गुल यहाँ खिल के बिखरने को
मिलते है दिल यहाँ मिल के बिछड़ने को

બીજા ગીતમાં શબ્દો ઉપર મુજબના પણ દર્દભર્યા સ્વરે. બંને ગીતોના ગીતકાર છે નીરજ અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. પ્રથમ ગીત કિશોરકુમારના સ્વરમાં અને બીજું ગીત લતાજીનાં સ્વરમાં.

૧૯૭૨ની ફિલ્મ ‘પાકીઝા’નું આ અત્યંત પ્રચલિત અને કર્ણપ્રિય ગીત જોઈએ.

मौसम है आशिकाना ऐ दिल कही से उन को
ऐसे में ढूढ लाना ऐसे में ढूढ लाना

મીનાકુમારીના સુંદર નૃત્યગીતના શબ્દો કમાલ અમરોહીએ લખ્યા છે અને સંગીત છે ગુલામ મહંમદનું. સ્વર લતાજીનો.

૧૯૭૩ની ફિલ્મ ‘લોફર’ મુમતાઝ સાથે મોસમની મજા લેતા ધર્મેન્દ્ર આ ગીતમાં જુદા જ ભાવ વ્યક્ત કરે છે.

आज मौसम बड़ा बेईमान है बड़ा बेईमान है
आने वाला कोई तूफ़ान है

આનંદ બક્ષીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે રફીસાહેબનો.

૧૯૭૫ની ફિલ્મ ‘આક્રમણ’નું ગીત જોઈએ.

ये मौसम आया है इतने सालो में
आजा के खो जाए ख्वाबो खयालो में

પ્રેમીઓ રાકેશ રોશન અને રેખા મોસમની મજા લેતા જે ભાવ વ્યક્ત કરે છે તેના શબ્દોનાં રચયિતા છે આનંદ બક્ષી. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.

૧૯૭૯ની ફિલ્મ ‘ભયાનક’નું ગીત છે

भीगा भीगा मौसम आया बरसे घटा घनघोर
प्रीत का पहेला नटखट सावन देखो मचाये कैसे शोर

રંજીતા પર રચાયેલ આ ગીતના રચનાકાર છે ઇન્દીવર જેને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. ગાયિકા હેમલતા.

૧૯૮૦ની ફિલ્મ ‘બંદિશ’નાં ગીતમાં મોસમને જુદી જ રીતે વર્ણવ્યું છે

रंग भरे मौसम से रंग चुरा के
आ देखू तेरी मांग में सिदुर सजा के

હેમા માલિની અને રાજેશ ખન્ના કલાકારો. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયકો કિશોરકુમાર અને આશા ભોસલે

૧૯૮૦ની ફિલ્મ ‘થોડી સી બેવફાઈ’ કુદરતી વાતાવરણનો અનુભવ કરતા બે પ્રેમપંખીડા ગાય છે

मौसम मौसम लवली मौसम
कसक अनजानी है मध्यम मध्यम

પદ્મિની કોલ્હાપુરે અને સુશાંત રે પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગુલઝાર અને સંગીતકાર છે ખય્યામ. સુલક્ષણા પંડિત અને અનવર ગીતના ગાયકો.

૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સતા’નું આ ગીત પીકનીકની મજા માણતી લલનાઓ પર છે જે મોસમની મસ્તીમાં ગાય છે. .

मौसम मस्ताना रास्ता अनजाना
जाने किस मोड़ पे जाए कोई अफ़साना

ગીતમાં અદાકારાઓનો સમૂહ છે જેમાં મુખ્ય છે રંજીતા. ગુલશન બાવરા આ ગીતના રચયિતા છે જેને સંગીત સાંપડ્યું છે આર. ડી. બર્મન પાસેથી. દિલરાજ કૌર અને આશા ભોસલે ગીતની ગાયિકાઓ.

૧૯૮૪ની ફિલ્મ ‘અંદરબાહર’ના ગીતમાં પણ મોસમને ઉદ્દેશીને બે પ્રેમીના ભાવો દર્શાવે છે

मौसम बड़ा सुहाना है अच्छाजी
ओ इसका एक अफसाना है अच्छाजी

ગીતના અદાકારો છે જેકી શ્રોફ અને મુનમુન સેન જેના રચયિતા છે ગુલશન બાવરા. આર. ડી. બર્મનના સંગીતને સ્વર આપ્યો છે આશા ભોસલે અને શૈલેન્દ્ર સિઘે.

૧૯૮૫ની ફિલ્મ ‘સિતમગર’ના ગીતમાં પણ મોસમની અસર બે પ્રેમી પર દર્શાવે છે

मौसम प्यार का रंग बदलता रहे
यु ही चलता रहे तेरे मेरे प्यार का कारवाँ

રિશી કપૂર અને પૂનમ ધિલ્લોન પર રચાયેલ આ ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર. ડી. બર્મનનું. કિશોરકુમાર અને આશા ભોસલે ગીતના ગાયક કલાકારો.

૧૯૯૪ની ફિલ્મ ‘ખુદાઈ’નું ગીત જુદા જ પ્રકારનું છે જેમાં પ્રેમભગ્ન પ્રેમીના ભાવ દર્શાવાયા છે

किस मौसम में किस मौसम में किस मौसम में
या रब तूने ये दिल तोडा किस मौसम में

ભગ્નપ્રેમી છે રાજેશ ખન્ના. શબ્દો છે સુદર્શન ફકીરના અને સંગીત જગજીત સિંઘનું. ગાયક છે કુમાર સાનું.

૧૯૯૪ની ફિલ્મ ‘ઘર કી ઇઝ્ઝત’નું ગીત ફરી એકવાર પ્રેમીઓના ભાવો દર્શાવે છે

मौसम ये सुहाना है
मेरा दिल भी दीवाना है

પ્રેમીઓ છે રિશી કપૂર અને જુહી ચાવલા જેના શબ્દો છે અંજાનના અને સંગીત છે અમર ઉત્પલનું. ગાયકો છે આશા ભોસલે અને સુરેશ વાડકર.

૨૦૦૨ની ફિલ્મ ‘દિલ હૈ તુમ્હારા’ના ગીતમાં પણ પ્રેમીઓ મોસમની રમણીયતા અનુભવીને ગાય છે

मस्ताना मौसम है रंगीन नज़ारा है
धड़कन क्या कहेती है समजो इशारा
आज से जानेमन दिल है तुम्हारा

પ્રીતિ ઝીંટા, અર્જુન રામપાલ અને જીમી શેરગીલ પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સમીરના અને સંગીત નદીમ શ્રવણનું. ગાયકો છે અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને કુમાર સાનુ.

૨003ની ફિલ્મ ‘તલાશ’ના આ ગીતમાં એક જુદો જ ભાવ વ્યક્ત થાય છે. આમ તો મોસમ બદલતા રહે છે પણ પ્રેમીને કહેવાય છે કે તું આમ મોસમની જેમ બદલી ન જતો..

अरमानो के इस गुलशन में
तुम आये हो सावन की तरह
यार बदल न जाना मौसम की तरह

ગીત રચાયું છે કરીના કપૂર અને અક્ષયકુમાર પર. સમીરના શબ્દો અને સંજીવ દર્શનનું સંગીત. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના.

આટલા ગીતોને કારણે લેખ લાંબો થઇ ગયો છે. એટલે ઓડીઓવાળા ગીતોનો સમાવેશ નથી.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

 

Author: Web Gurjari

7 thoughts on “મોસમને લગતા ફિલ્મીગીતો : आज मौसम बड़ा बेईमान है

 1. મઝા આવી ગઈ. રફી નું ‘આજ મૌસમ’ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે.

  1. ગીત આજ મૌસમ બડા…વિશે જ્વલંત છાયાએ દિલીપ ધોળકિયા શતાબ્દી વર્ષ પર લખેલા લેખમાંથી –

   “હવે જો આપણે નિરંજન ભગતનું લખેલું ગીત આજ આષાઢ આયો…દિલીપભાઈએ જે કમ્પોઝ કર્યું છે એ સાંભળ્યું હોય તો ખબર પડે કે ધર્મેન્દ્ર પર પિક્ચરાઈઝ્ડ પેલા ગીતના મૂળ આપણા આ ગુજરાતી ગીતના સ્વરાંકનમાં છે.”

   ‘આજ અષાઢ આયો’ની ડિજિટલ આવૃતિ મળી નથી શકી.

 2. ये रात भीगी भीगी, ये मस्त फिजायें
  उठा धीरे धीरे, वो चाँद प्यारा प्यारा
  क्यों आग सी लगा के गुमसुम है चांदनी
  सोने भी नहीं देता, मौसम का ये इशारा
  Very good information on mausam songs

 3. same to you….મઝા આવી ગઈ. રફી નું ‘આજ મૌસમ’ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે.

Leave a Reply

Your email address will not be published.