લાલ કિલા (૧૯૬૦)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

શ્રીનાથ ત્રિપાઠી એટલે કે એસ.એન.ત્રિપાઠીની મુખ્ય ઓળખ સંગીતકારની, પણ એ ઉપરાંત તેઓ ગાયક, અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક તેમજ કથા-પટકથા લેખક હતા, અને આ દરેક ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. તેમણે 19 ફિલ્મોનું દિગ્દર્શન અને 60 ફિલ્મોમાં અભિનય તેમ જ અનેક ફિલ્મોની કથા-પટકથા લખી હતી. આરંભે સરસ્વતીદેવીના સહાયક તરીકે તેમણે ‘બૉમ્બે ટૉકિઝ’માં કામ કર્યું હતું.

એસ.એન.ત્રિપાઠીના ફાળે મુખ્યત્વે પૌરાણિક, ઐતિહાસિક કે કાલ્પનિક (ફેન્ટેસી) કથાવસ્તુવાળી ફિલ્મોમાં સંગીત પીરસવાનું વધુ આવ્યું. આવી ફિલ્મોનાં ગીત મોટે ભાગે કોઈ પાત્ર યા ઐતિહાસિક ઘટનાઓની આસપાસ લખાયેલાં હોય છે, આથી તેમાં ચોક્કસ સમયખંડ કે શૈલીનું સંગીત અનિવાર્ય બની રહે. બીજી રીતે કહીએ તો સંગીતકારની પ્રતિભા તેમાં ઝળકે, પણ પ્રયોગશીલતાને અવકાશ ઓછો રહે. આવી મર્યાદા છતાં, એસ.એન.ત્રિપાઠીનાં અનેક અનેક ગીતો યાદગાર બની રહ્યાં. યોગાનુયોગે તેમના સંગીતવાળી ઘણી ફિલ્મોમાં ભરત વ્યાસ દ્વારા લખાયેલાં ગીતો હતાં.

 

1960માં રજૂઆત પામેલી, એચ.એલ.કે. પ્રોડક્‍શ‍ન્સ નિર્મિત, નાનાભાઈ ભટ્ટ દિગ્દર્શીત ફિલ્મ ‘લાલ કિલા’ ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી ફિલ્મ હતી. જયરાજ, નિરૂપા રોય, હેલન, તિવારી, કુમાર વગેરે જેવા કલાકારોની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ મેં જોઈ નથી, પણ તેનાં ગીતો પરથી એટલો અંદાજ આવી શકે છે કે તેમાં મોગલ સામ્રાજ્યના પતનની, એટલે કે બહાદુરશાહ ઝફરના કાળની વાત હશે. મહંમદ રફીનાં ઉત્તમ ગીતોમાં સમાવેશ થઈ શકે એવાં, આમ તો અતિ જાણીતા શબ્દોને એસ.એન.ત્રિપાઠીએ ખૂબીપૂર્વક સ્વરમાં બાંધ્યા છે. એ બે ગઝલ એટલે ‘ન કિસી કી આંખ કા નૂર હૂં‘ અને ‘લગતા નહીં હૈ ફિલ મેરા ઉજડે દયાર મેં‘. આ ફિલ્મનાં કુલ ગીતોની સંખ્યા સાત હતી, જેમાંના આ બે ‘ઝફર’ દ્વારા લખાયેલાં હતાં. (અલબત્ત, ‘ન કિસી કી આંખ કા નૂર હું’ અસલમાં મુઝ્તાર ખૈરાબાદીએ લખેલું હોવાની વાત છે.) આ સિવાયનાં ગીતો ભરત વ્યાસે લખ્યાં હતાં, જેમાં  ‘પ્યારા પ્યારા યે સમાં ઔર સુહાની રાત’ (લતા), ‘જા રે ગોકુલ કે નટખટ ચોર’ (મ.રફી, લતા), ‘ઝિગંચક ઝિગંચક ચકાચક પ્યાર કરો ભાઈ’ (રફી, શમશાદ બેગમ અને સાથીઓ), અને ‘ઓ જાનેવાલે…મેરી આરતી કી જ્યોત તેરે સાથ ચલેગી’ (લતા)નો સમાવેશ થાય છે.

આ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે મ.રફી અને સાથીઓ દ્વારા ગવાયેલા ‘જાન હથેલી પર લેકર ફિરતે હૈ યે મતવાલે’ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગીતનો પ્રકાર કવ્વાલી જેવો છે.

આરંભે ‘શહીદોં કી ચિતાઓં પર લગેંગે હર બરસ મેલે’ શેર છે, જે અસલમાં જગદંબાપ્રસાદ મિશ્ર ‘હિતૈષી’ની એક ગઝલનો છે.

આ શેર પછી કવ્વાલી સ્વરૂપે ગીત આરંભાય છે, જેના શબ્દો આ મુજબ છે:

शहीदों की मजारों पर
लगेंगे हर बरस मेले
वतन पर मरनेवालों का
यही नामोनिशां होगा
यही नामोनिशां होगा….

मत भूलो ईतिहास पुराना,
मत भूलो प्राचीन कहानी,
लाल खून से लिखी हुई है,
लाल किले की लाल कहानी,

जान हथेली पर लेकर
फिरते हैं ये मतवाले
जान हथेली पर लेकर
फिरते हैं ये मतवाले
चमकेंगे बनके सितारे
ये अपने वतन पे मरनेवाले
वतन पे मरनेवाले

अपने वतन पे मरनेवाले
जो रखते है फौलाद जिगर
दुश्मन के आगे झुकते नहीं
चट्टानों से टक्कर लेते हैं
तूफानों के आगे रुकते नहीं
जो सर से उड़ाते हैं गोली
जो सर से उड़ाते हैं गोली
छाती पे चल जाते है भले
चमकेंगे बनके सितारे
अपने वतन पे मरनेवाले
चमकेंगे बनके सितारे
ये अपने वतन पे मरनेवाले
वतन पे मरनेवाले
अपने वतन पे मरनेवाले

આ ગીતનો બીજો ભાગ, અપેક્ષા મુજબ ફિલ્મના અંત ભાગમાં પણ છે, જેના શબ્દો આ મુજબ છે.

लडते लडते ये सांझ ढली
एक आरती के ये ज्योत चली
पति के पहले सती झूझ गई
एक आग बुझी, एक आग जली
शहीदों की जलती रहेगी मशालें
शहीदों की जलती रहेगी मशालें
होते रहेंगे उजाले
चमकेंगे बन के सितारे
अपने वतन पे मरनेवाले
वतन पे मरनेवाले
अपने वतन पे मरनेवाले

અહીંથી આખું ગીત તેજ ગતિમાં શરૂ થાય છે.

गूंज उठा घर घर ये नारा
जन्मसिद्ध अधिकार हमारा
बच्चेबच्चे ने ललकारा
हम हिंदी ये हिन्द हमारा
हम हिंदी ये हिन्द हमारा
हम हिंदी ये हिन्द हमारा
आज़ादी के मंत्र पुकारे
गूंज उठे नारों पर नारे
जय हिन्द जय हिन्द जय हिन्द
जय हिन्द जय हिन्द वन्दे मातरम
इन्कलाब ज़िंदाबाद,इंकलाब ज़िंदाबाद
इन्कलाब जिंदाबाद जय हिन्द जय हिन्द
वन्दे मातरम वन्दे मातरम
वन्दे मातरम
जय हिन्द जय हिन्द जय हिन्द

આટલા ભાગ પછી રાષ્ટ્રગીતની ધૂન શરૂ થાય છે.

આ ગીતનો પહેલો ભાગ અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.02 થી 2.22 સુધી સાંભળી શકાશે. 2.06.24 થી છેક અંત સુધી અંતિમ ભાગ સાંભળી શકાશે.

(તસવીર નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.