નેતૃત્ત્વ – કાણાં માટલાં વડે ફુલોની ચાદર સર્જી શકવાની કળા

૧૦૦ શબ્દોની વાત

તન્મય વોરા

એક વયસ્ક મહિલા, વાંસના બે છેડે લટકાવેલ, બે માટલાંઓમાં પાણી ભરી લાવતી. એક માટલૂં સાજુનરવું હતું અને એકમાં નાનું કાણું હતું.. એ કાણાંમાંથી વહી જતાં પાણી માટે એ માટલું કાયમ ઓજપાતું..

એક વર્ષ વીતી ગયું.

એક દિવસે, પેલી સ્ત્રીએ કાણાં માટલાને કહ્યું, ‘ રસ્તાની એક બાજુએ ફુલોથી શોભતી ક્યારી એ તારી આ દુનિયાને ભેટ છે. તારામાં જે કચાશ હતી તેનો મને ખયાલ આવી જ ગયો હતો. એટલે મેં આખા રસ્તે આ ક્યારી વાવી દીધેલી. તેં એ ક્યારીને પાણી પીવરાવી મઘમઘતી કરી મુકી છે.’

સંપૂર્ણ તો કોઈ જ નથી હોતું. એ અપૂર્ણતાને યોગ્ય માર્ગે ઉપયોગ કરવામાં જ અસરકારક નેતૃત્વની ખુબી છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Author: Web Gurjari

1 thought on “નેતૃત્ત્વ – કાણાં માટલાં વડે ફુલોની ચાદર સર્જી શકવાની કળા

Leave a Reply

Your email address will not be published.