कीर्तन:- आज गृह नन्द महर कै बधाइ

સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ

પૂર્વી મોદી મલકાણ

कीर्तन:- आज गृह नन्द महर कै बधाइ

राग:- देव गांधार

आजु गृह नंद महर कैं बधाइ ।
प्रात समय मोहन मुख निरखत, कोटि चंद-छबि पाइ ॥

मिलि ब्रज-नागरि मंगल गावतिं, नंद-भवन मैं आइ ।
देति असीस, जियौ जसुदा-सुत कोटिनि बरष कन्हाइ ॥

अति आनंद बढ्यौ गोकुल मैं, उपमा कही न जाइ ।
सूरदास धनि नँद की घरनी, देखत नैन सिराइ ॥

વિશ્લેષણ:-

આજે વ્રજરાજ શ્રી નંદજીને ત્યાં વધાઈ વાગી રહી છે, કરોડો ચંદ્રમાના સમાન સુશોભિત મોહનનું મુખ તેમણે પ્રાતઃકાળમાં જોયું છે. વ્રજ નાગરિકો એકત્ર થઈ નંદભવનમાં આવી મંગલગાન કરી રહી છે. એઓ આશીર્વાદ આપી રહી છે -અરી ઓ યશોદારાણી તારો કન્હાઇ કરોડો વર્ષ જીવે. ગોકુળમાં એટલો આનંદ ઉમડી રહ્યો છે કે તેની ઉપમાનું વર્ણન કરી શકાય તેમ નથી. સૂરદાસજી કહે છે કે; નંદપત્ની ધન્ય છે તેમનાં દર્શન કરી નેત્રો શીતળ થઈ જાય છે.


કીર્તનકાર:- શ્રી સાધનાબેન મંગલદાસ ( કોઇમ્બતૂર )

©૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *