મોસમને લગતા ફિલ્મીગીતો : मौसम आया है रंगीन

નિરંજન મહેતા

 

વર્ષની જુદી જુદી ઋતુઓને અનુરૂપ આપણે જુદી જુદી મોસમોનો અનુભવ કરીએ છીએ. પણ આવી મોસમોને અનુરૂપ જુદા જુદા પ્રકારના ભાવો ગીતોમાં પણ પ્રગટ થાય છે જે નીચેના થોડાક ગીતોમાં જોવા મળશે.

સૌ પ્રથમ ૧૯૫૦ની ફિલ્મ ‘દાસ્તાન’નું આ ગીત મોસમ સાથે જુદાઈને સાંકળીને ગવાયું છે.

ये मौसम और ये तन्हाई
ज़रा दम भर तो आ जाओ

અદાકારા અને ગાયિકા સુરૈયા જેના શબ્દો છે શકીલ બદાયુનીનાં અને સંગીત નૌશાદનું.

૧૯૫૧ની ફિલ્મ ‘ઢોલક’નું ગીત એક સ્ટેજ પર ગવાતું ગીત છે

मौसम आया है रंगीन
बजी है कही सुरीली धुन

મોસમ આવતા વાતાવરણના રૂપરંગ બદલાઈ જાય છે તેનું વર્ણણ આ ગીતમાં છે. પૂરા ગીતમાં સ્ટેજ પર દર્શાવાયેલું ઓરકેસ્ટ્રા મહિલાઓનું છે. અજીત અને મીના શોરી કલાકારો. શબ્દો અઝીઝ કાશ્મીરીના અને સંગીત શ્યામ સુંદરનું. ગાનાર કલાકારો સુલોચના કદમ અને સતીશ બાત્રા.

૧૯૫૩ની ફિલ્મ ‘ફૂટપાથ’નું આ ગીત હોટેલમાં ગવાતું એક નૃત્યગીત છે જેમાં મોસમ અને બાલમને સાંકળી લેવાયા છે.

सुहाना है ये मौसम सलोना है मेरा बालम
मिटेंगे सारे दिल के गम

કુલદીપ કૌર આ નૃત્યગીતના કલાકાર છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર ખૈય્યામ. ગાયિકા આશા ભોસલે.

૧૯૫૫ની ફિલ્મ ‘આઝાદ’નું ગીત કુદરતી વાતાવરણમાં વિચરતા દિલીપકુમાર અને મીનાકુમારી પર રચાયું છે.

कितना हसीं है मौसम कितना हसी सफर है
साथी है खुबसूरत ये मौसम को भी खबर है

સાથીની હાજરીથી મોસમ કેવું બદલાઈ જાય છે તે આ ગીતમાં દર્શાવાયું છે. રાજીન્દર ક્રિશ્નના શબ્દો અને સી. રામચંદ્રનું સંગીત. ગાયકો લતાજી અને સી. રામચંદ્ર.

૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’માં દિલીપકુમાર કુદરતી નજારાને જોઇને પોતાની ખુશી આ ગીતમાં વ્યક્ત કરે છે.

सुहाना सफ़र और ये मौसम हसीं
हमे डर है हम खो न जाए कही

શૈલેન્દ્ર રચિત આ ગીતના સંગીતકાર છે સલીલ ચૌધરી અને ગાયક મુકેશ.

૧૯૫૮ની ફિલ્મ ‘દિલ્લી કા ઠગ’ બે પ્રેમીના ભાવોને વ્યક્ત કરે છે.

ये राते ये मौसम नदी का किनारा ये चंचल हवा
कहा दो दिलो ने की होंगे ना जुदा मिल कर कभी हम जुदा

કલાકારો છે નૂતન અને કિશોરકુમાર. શબ્દો છે શૈલેન્દ્રના. સંગીત છે રવિનું. આશા ભોસલે અને કિશોરકુમાર ગાનાર કલાકારો.

૧૯૫૯ની ફિલ્મ ‘ઉજાલા’ના શબ્દો પરથી સમજી જવાય છે કે આ ગીત એક સુંદરીને જોઇને ગવાયું છે.

ज़ुमता मौसम मस्त महिना, चाँद सी गोरी एक हसीना
आँख में काजल मुंह पे पसीना या अल्लाह या अल्लाह दिल ले गई

શમ્મી કપૂર અને માલા સિંહા ગીતના કલાકારો છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. મન્નાડે અને લતાજીના સ્વર.

૧૯૬૦ની ફિલ્મ ‘ઘૂંઘટ’નાં આ ગીતમાં સાયકલ સવાર પ્રદીપકુમાર અને આશા પારેખ પ્રકૃતિના સૌન્દર્યને માણતા માણતા આ ગીત ગાય છે.

ये जिंदगी का मौसम और ये समा सुहाना
आओ यही बनाले दम भर का आशियाना

રચયિતા શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે રવિએ. આશા ભોસલે અને રફીસાહેબ ગીતના ગાયકો.

૧૯૬૧ની ફિલ્મ ‘ઓપેરા હાઉસ’નું ગીત એક વાતચીતના રૂપમાં છે

देखो मौसम क्या बहार है
सारा आलम बेकरार है 

આ વાતચીત અજીત અને સરોજાદેવી વચ્ચે થાય છે જેના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી. ચિત્રગુપ્તનું સંગીત અને ગાયકો મુકેશ અને લતાજી.

૧૯૬૩ની ફિલ્મ ‘બનારસી ઠગ’નું ગીત પણ મોસમની પ્રશંસા કરતુ ગીત છે.

आज मौसम की मस्ती में गाये पवन
सन सना सन सना सन सनन

ગીતના કલાકાર મનોજકુમાર છે પણ સ્ત્રી કલાકારની જાણ નથી.  કદાચ લલીતા ચૌધરીનું નામ જણાયું છે તો તે હોઈ શકે. હસરત રોમાનીના શબ્દોને સંગીત આપ્યું છે ઇકબાલ કુરેશીએ. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.

૧૯૬૯ની ફિલ્મ ‘પ્યાર કા મૌસમ’નું ગીત પીકનીક મનાવતા વૃંદ પર છે જેમાં મુખ્ય કલાકારો છે શશીકપૂર અને આશા   પારેખ. મોસમને કારણે અનુભવાતા ભાવો આ ગીતમાં જણાય છે.

ओ निसुल्ताना रे प्यार का मौसम आया
अरे हाय रे हरी हरी छाया

ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર છે રફીસાહેબ અને લતાજીના.

૧૯૭૦ પછીની ફિલ્મોનાં ગીતો હવે પછી સાંભળીશું.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “મોસમને લગતા ફિલ્મીગીતો : मौसम आया है रंगीन

  1. ગીતો નું સરસ સિલેક્શન. ‘બનારસી ઠગ (1963)’ ના ગીત ‘आज मौसम की मस्ती में गाये पवन सन सना सन सना सन सनन ‘ ખાસ ધ્યાન દોર્યું. આ ફિલ્મ ના જ સંગીતકાર ઇકબાલ કુરેશી ની આના એક વર્ષ પછી ફિલ્મ આવી હતી ‘ચા ચા ચા (1964)’ . એનું એક ગીત ખૂબ લોકપ્રિય થયું હતું : ‘ एक चमेली के मंडवे तले ‘. આ બંને ગીતો ની ધૂન લગભગ same to same છે.

  2. બાય ધ વે, ‘બનારસી ઠગ’ ની હિરોઈન વિજયા ચૌધરી છે. પચાસ સાઈઠ ના દશકાઓ માં વીસેક વરસ એક્ટિવ રહી અને ચાલીસેક ફિલ્મો માં કામ કર્યું. એની બહેન પરવીન ચૌધરી પણ ફિલ્મો માં આવતી.

Leave a Reply

Your email address will not be published.