બંદિશ એક રૂપ અનેક (૮૩): “ગુઝર ગયા વો જમાના કૈસા..કૈસા” (૩)

નીતિન વ્યાસ

આરંભમાં પ્રસ્તુત છે સ્વામી શિવાનંદ કૃત  મહાદેવની આરતી:

जय शिव ओमकारा, जय जय शिव ओमकारा
बर्ह्मा विष्णु सदा शिव,अर्धांगिनी धरा
जय जय शिव ओमकारा l
शिव सबसे मतवाला, शिव पार्वती प्यारा
शिव अर्धांगिनी धार, जय जय शिव ओमकारा

हर हर हर महादेव,

हर हर हर महादेव l l

આજની પ્રસ્તુતિ શ્રી પંકજ મલિક સંગીતબધ્ધ કરેલા ભજન અને સ્તુતિ પર આધારિત છે.
સંગીત રચના શ્રી પંકજ મલિક, ફિલ્મ “યાત્રિક”, રાગ બિલાવલ:
સાલ ૧૯૫૦ – ૫૧માં કેદારનાથની યાત્રા કેવી હતી તે જોવા જેવું છે.

શ્રી પંકજ મલિકનાં સ્વરબદ્ધ કરેલા ભક્તિ ગીત, સ્તુતિ, ભજનની રચના માં એક ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે કાવ્યના રસને પિછાણી તેના સમસ્ત ભાવને સંગીતમાં તાદૃશ્ય કરવાનો અભિગમ હંમેશા જોવા સાંભળવા મળે છે. મૂળ કૃતિનાં સ્વરોચ્ચાર જ નહીં પરંતુ તેની સાથે આત્માના સંગમની અનુભૂતિ સાંભળનારને સ્પર્શી જાય છે. પછી તે રવીન્દ્ર સંગીત હોય કે સંસ્કૃત માં ચંડીપાઠ, શિવસ્તુતિ કે હિન્દીમાં રાષ્ટ્રગાન, સર્વ જગ્યાએ શબ્દ-ઉચ્ચારણ સ્પષ્ટ જ આવે તેવો આગ્રહ રાખતા. રેડીઓ પર નિયમિત પ્રસારિત થતા સંગીત શિક્ષણના કાર્યક્રમમાં તેઓ કાવ્યના મર્મમાં પ્રવેશ કરવા અને મૂળ થી સમજવા માટે માટે વારંવાર શિખામણ આપતા. ઘણી વાર તેઓ ગીતનું વારંવાર પઠન કરી સંભળાવતા, એમાં ઘણા શિષ્યો ધીરજ ગુમાવી દેતા. પરંતુ પાછળથી તેઓ સમજી શકતા કે ગીત પઠન કેટલું જરૂરી છે. ગીત પઠન કરતી વેળા કયા અંશ પર ભાર દેવો તે સમજાવતા. એટલે સુધી કે વ્યાકરણનાં તત્ત્વોનું પણ નિરૂપણ કરતા.

પંકજબાબુની એક નહીં અનેક પ્રતિભાઓ હતી. સાધારણ જન-સમાજ અને ફિલ્મી સંગીતનો રસિયાઓ તેમને એક વિરલ ગાયક, સાયગલના સમકાલીન ને પ્રસિદ્ધ સ્વરનિયોજક તરીખે જાણે છે. પણ એ ઉપરાંત તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા તે ઘણા ઓછા જાણતા હશે. જેટલા મોટા સંગીતકાર તેવા જ ઊંડા કાવ્યમર્મજ્ઞ. વેદ, પુરાણ, ઉપનિષદ ને અન્ય સંસ્કૃત ‘કલાસિક’નું તેમનું ઊંડું વાચન. કાલિદાસથી લઈ રવીન્દ્રનાથની રચનાઓ સ્વરબદ્ધ કરી તક મળતાં ચલચિત્રોમાં તેમ જ આકાશવાણી અને રંગમંચ પરથી રજૂ કરતા. કયાંક પણ બોલવાનું કે ગાવાનું હોય ત્યારે પંકજબાબુ અનર્ગળ યંત્રવત સંસ્કૃત શ્લોકોની સુરાવલિ સંભળાવતા. એમણે ગાયેલા એ શ્લોકો સામગાનના યુગને પુન: જીવિત કરતા. તેઓ સંસ્કૃત સારી રીતે જાણતા.

પંકજ મલિક સંસ્કૃત કાવ્યોને પોતાની નિજી શૈલીમાં, આજના યુગને અનુરૂપ બનાવી, સંગીતમાં ઢાળતા. આ પ્રકારના પ્રયોગો નવીન નહોતા, કારણ કે રવીન્દ્રનાથ અને તેમના પિતાએ અગાઉ આવા પ્રયોગ કરી એક નવી કળાની પહેલ કરેલી. જોકે સામવેદમાં ગવાતી શાસ્ત્રોક્ત અને પ્રાચીન પ્રણાલી કરતાં તેમની શૈલી સાવ જ જુદી પડે છે .પણ તેમ છતાં સંસ્કૃત કાવ્યોને ગરિમા દેતી શૈલીમાં રજૂ કરવાનું હોય જરાયે. ઘટતું નથી. આ પણ એક સુંદર કળા છે અને કેવળ મેધાવી સ્વરકાર જ આવા પ્રયોગમાં સફળતા મેળવી શકે.
દ્રષ્ટાંત માટે તેમણે સ્વરબદ્ધ કરેલી સંસ્કૃત રચનાઓ સંભાળીએ:

વહેલી પરોઢે પ્રભુ સ્મરણ:
ગુરુ શ્રી આદિશંકરાચાર્ય “અદ્વૈત વેદાંત” માં આવતી એક સ્તુતિ, ફિલ્મ “યાત્રિક”.

प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं
सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् ।
यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं
तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्घः ॥१॥

શ્રી પંકજ મલિક અને સાથીદારો

આદિ શંકરાચાર્ય રચિત “શિવ નામાવલી અષ્ટકમ”

हे चंद्रचूड मदनान्तक शूलपाणे स्थाणो गिरीश गिरीजेश महेश शंभो ।
भूतेश भीतभयसूदन मामनाथं संसारदुःखगहनाज्जगदीश रक्ष ॥१॥

“શિવ નામાવલી અષ્ટકમ”: શ્રી પંકજ મલિક અને સાથીદારો

મહા ઋષિ શ્રી માર્કંડેય રચિત શિવાષ્ટકમઃ
સંગીતકાર શ્રી પંકજ મલિક, રાગ કેદાર,

चन्द्रशेखर चन्द्रशेखर चन्द्रशेखर पाहिमाम् |
चन्द्रशेखर चन्द्रशेखर चन्द्रशेखर रक्षमाम् ‖

अस्त्य् उत्तरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः ।
पूर्वापरौ तोयनिधी विगाह्य स्थितः पृथिव्या इव मानदण्डः॥१.१॥

મહાકવિ શ્રી કાલિદાસનું ભગવાન મહાદેવ સાથે પાર્વતીનાં ગુણગાન સાથે હિમાલય દર્શન નો મહિમા ગાતા ગીતમાં આવતા પાંચેય શ્લોક “કુમારસમ્ભવમ” માથી છે,
સંગીતકાર શ્રી પંકજ મલિક, ફિલ્મ “યાત્રિક”.

ચંડીપાઠ; “महिसासुर्मर्दिनि स्तोस्त्रम्” : કલકત્તા અને સારા બંગાળમાં દુર્ગાપૂજા નું મહત્વથી આપણે બધા પરિચિત છીએ. કલકત્તા સાથે બંગાળના અન્ય રેડીઓ સ્ટેશન પર રિવાજ એવો હતો કે નવરાત્રીના દિવસો દરમિયાન વહેલી સવારે શ્રી પંકજ મલિક સ્વરબદ્ધ કરેલા श्री दुर्गाष्टकम् ના પાઠ, ; “महिसासुर्मर्दिनि स्तोस्त्रम्” નું પ્રસારણ થતું. તેમાં સ્તુતિ સહિતનાં સાતસો શ્લોક છે. લગભગ દોઢ કલાક ચાલતા આ રેડીઓ પ્રસારણમાં પંકજબાબુ સાથે બાની કુમાર મજમુદાર, બિરેન્દ્ર કૃષ્ણ ભદ્રા, સુપ્રીતિ ઘોષ, સંધ્યા મુખરજી, સુમિત્રા સેન, ધનંજય ભટ્ટાચાર્ય વગેરે કલાકાર ગાતા. આ એક જ અનુષ્ઠાને બંગાળી સમાજમાં એમને જે લોકપ્રિયતા અર્પી હતી તેવી આજ સુધીમાં બીજા કોઈને મળી નથી. આ અનુષ્ઠાન અંગે તેમણે ખૂબ ગહન ચિંતન કર્યું હતું. ઉષાકાળ થી માંડીને સૂર્યોદય સુધીના સમય- ગાળામાં કયા કયા સૂરોની કેવી કેવી રીતે રૂપગૂંથણી કરવાથી તે બધાને સંપૂર્ણ સાર્થકતા પ્રાપ્ત થાય, એ હેતુ સિદ્ધ કરવા માટે તેમણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

આ પૈકીની એક સ્તુતિ સાંભળીયે: “जयन्ति मङ्गला काली” શ્લોક ની રજૂઆત શ્રી બિરેન્દ્ર કૃષ્ણ ભદ્ર, સંગીત રચના અને ગાયન શ્રી પંકજ મલિક અને સાથીદારો.

“महिसासुर्मर्दिनि” ની આ સ્તુતિ માં શ્લોક શ્રી બિરેન્દ્ર કૃષ્ણ ભદ્ર, સંગીત રચના અને ગાયક શ્રી પંકજ મલિક અને સાથીદારો.

ફિલ્મ “મહાપ્રસ્થાને પાથેય”

“शिवान्तु विश्वे अमृतस्य पुत्र:
आ ये धन्मनि दिव्यानि तस्तुभ्”

ફિલ્મ યાત્રિક માં જેવી શિવસ્તુતિ આપણે સાંભળી તેવી જ એક આદિ શંરાચાર્ય કૃત

“हे विश्वनाथ शिवशंकर दैव देव”

ફિલ્મ “નર્તકી” માં પંકજ મલિક ની સંગીત રચના કોરસ સાંભળવા મળે છે:

देवि सुरेश्वरि भगति गंगे त्रिभुवन तारिणि तरल तरंगे |
शंकर मौलि विहारिणि विमले मम मति रास्तां तव पद कमले || 1 ||

આ છે શ્રી આદિ શંકરાચાર્ય કૃત શ્રી ગંગા સ્તોત્ર
ફિલ્મ “નર્તકી” સંગીત રચના શ્રી પંકજ મલિક

હવે “सुख्दाङ्ग्” સાંભળીયે: ફિલ્મ “મહાપ્રસ્થાને પાથેય” પંકજ મલિક ની સંગીત રચના

ब्रह्मानन्द्म् परम् सुखदं केवलं ज्ञान मूर्तिं
दन्द्वतितं गगन्शद्रशं तत्वमत्स्यादिलक्ष्यम् II

चःरैवेति, बिगितो, करुणा जानवी यमुना II

तुलसी पूजन से हरी मिलें तो मैं पूजूँ तुलसी झाड़
पत्थर पूजन से हरी मिलें तो मैं पूजूँ पहाड़
“मीरा कहे बिना प्रेम से
नहीं मिली हे नंदलाला II”

ગીતકાર પંડિત ભૂષણની આ રચના નાં ગાયિકા છે વિનિતા અલમાડી. તેઓ એક બંગાળી સંગીતકારની સાથે લગ્ન કરી મુંબઈ થી કલકત્તા જઈ સ્થાયી થયાં. નામ બદલાવી તેમણે બિનિતા ચક્રવર્તી બન્યા. ત્યાં તેમણે ઘણી ફિલ્મો માટે ગાયું. સંગીતકાર શ્રી પંકજ મલિક, ફિલ્મ “યાત્રિક”, રાગ કાફી :

“राम नाम घनश्याम नाम
शिव नाम सीमर दिन रात
हरी नाम सीमर दिन रात II”

ગીતકાર શ્રી બી. એન. શર્મા, ગાયક બિરેન્દ્ર પાલ, સંગીત પંકજ મલિક
રાગ બિહાગમાં એક લોકપ્રિય રચના, ફિલ્મ “યાત્રિક”

“तू ढूँढता है जिसको, बस्ती में या के बन में
वह सांवरा सलोना रहता है, रहता है तेरे मन में
तू ढूँढता है II”

આ ગીત શ્રી પંકજ મલિક નાં સ્વરમાં, સાલ ૧૯૬૪માં સૂરત માં યોજાયેલ કાર્યક્રમ નું રેકોર્ડિંગ
શ્રી સુનિલભાઇ ત્રિવેદી દૃવારા YouTube ઉપર એક પ્રસ્તુતિ.

“ओ दिल वाले, दिलगीर हुआ
क्या सोच रहा है तू II”

પંડિત ભૂષણ ની રચના, પંકજ મલિક ની બંદિશ અને ધનંજય ભટ્ટાચાર્ય નો સ્વર
ફિલ્મ “યાત્રિક”

“मनमोहन मुखडा मोड़ गए
और बसे विदेश में जाये मैं जनम जलि
बिरहँ बन कर रह गयी तड़प के हाय
मनमोहन मुखडा मोड़ गए II”

ગીતકાર પંડિત ભૂષણ
રાગ ભિમપલાસ
ગાયિકા રાધારાણી, ફિલ્મ “કાશીનાથ” સંગીતકાર શ્રી પંકજ મલિક

“काहे हुआ नादान मनवा काहे हुआ नादान
यही कहीं छिपा मिलेगा तुज़को तेरा भगवान् II”

કવિ શ્રી બુધ્ધિચંદ્ર અગરવાલ, ” પંડિત મધુર” આ રાજસ્થાની કવિ અને લેખકે ફિલ્મ ની પટકથાઓ લખી અને ઘણા સુમધુર ગીતો લખ્યા.
તેમનું યાદગાર અને સદાબહાર ભજન. બંદિશ પંકજ મલિક, અવાજ શ્રી ધનંજય ભટ્ટાચાર્ય અને ફિલ્મ “કસ્તુરી”

“तेरे मंदिर का हूँ दीपक जल रहा
आग जीवन में मैं भर कर चल रहा
जल रहा
तेरे मंदिर का हूँ दीपक जल रहा”
કવિ પંડિત મધુર, પ્રથમ પંકજદા અને ત્યાર બાદ લતાજી, રાગ હંસધ્વનિ

“અનલ હક્ક”, “अहम् ब्रह्मस्मि” નો પડઘો પંડિત મધુર નાં આ ગીત માં સાંભળવા મળે છે.

“मेरे हठीले श्याम
मैं भी हठ से अड़ा हूँ
ठोकर लगा दे मैं तेरे रस्ते पे खड़ा हूँ”

ગુરુદેવ રવીન્દ્રનાથની લખેલી કવિતાઓ ને સ્વરબદ્ધ રેડીઓ પર રજૂઆત અને ત્યારબાદ તેની ગ્રામોફોન રેકોર્ડ બહાર પાડવી આ બધું કાર્ય પંકજબાબુ બહુ નિષ્ઠા પૂર્વક કરતા. રવીન્દ્ર સંગીતની સ્વરરચનાઓ બનાવી નવા યુવા ગાયક / ગાયિકા પાસે તૈયાર કરાવી રેડીઓ પ્રોગ્રામમાં રજુ કરતા. આમ રવીન્દ્ર સંગીત જનતા સુધી પહોંચ્યું . આ કાર્યક્રમ ને અસાધારણ લોક ચાહના મળી. આ ગીતો બીજી ભાષામાં ભાવાનુવાદ થયા. રવીન્દ્ર સંગીત હિન્દી ફિલ્મમાં પણ સાંભળવા મળ્યું. ગુરુદેવ ને પંકજદા ના અવાજમાં પોતાની કવિતા સાંભળવાની ગમતી.

સાલ ૧૯૪૧ માં ગુરુદેવ નું અવસાન થયું.

ટાગોર કુટુંબ અને ગુરુદેવે શરુ કરેલી સંસ્થાઓ નો અભિગમ બદલાયો.. રવીન્દ્ર સંગીતની વધતી જતી લોકપ્રિયતાથી તેઓ ખુશ હતા પણ તેની સાથે પંકજબાબુ નું નામ આવે તે એ સમયના ટૂંકી સોચના સંચાલકો ને પસંદ ન હતું. પંકજબાબુ ની અવહેલના કરવામાં આવી, અપમાનિત થયા. પંકજબાબુ એ બધું હસ્તે મોઢે સહન કરતા રહ્યા. કશી ફરિયાદ નહિ, રવીન્દ્ર સંગીતના વર્ગ અને તેમાં નવા પ્રયોગો રેડીઓ પ્રોગ્રામમાં નિયમિત રીતે રજુ કરતા રહ્યા.

આજે પંકજબાબુ આપણી વચ્ચે નથી. મૃત્યુ અનિવાર્ય છે એમ એ પોતેજ ગાઈ ગયા છે. શૈલેન રાયના એક ગીતમાં તેમણે ગાયું છે, ‘જનમ મરણ જીવનેર દૂટિ દ્વાર – જનમ અને મરણ જીવનનાં બે દ્વાર છે,ત્યાંથી આવવું અને જવું અનિવાર્ય છે. પ્રભાતનું પંખી એક બાજુથી ઊડી આવી, નીડ બાંધી ગાન ગાય છે અને પછી સધ્યાવેળાએ બીજે પંથે ઊડી જાય છે. ફરી કદી તે પાછું વળવાનું નથી. એક બાજુ આશા છે, બીજી બાજુ નિરાશા છે. જીવનવીણાના આ બે તાર છે, બંને વચ્ચેનો શ્રુતિ-સંવાદ એ જ જીવન છે !

અંતમાં પ્રસ્તુત છે પંકજબાબુ નાં બહુમુખી પ્રતિભા ધરાવતા પૌત્ર અને પંકજ મલિક મ્યુઝિક એન્ડ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક શ્રી રાજીબ આલોક ગુપ્તા નિર્મિત શ્રી પંકજ મલિકના જીવન ઉપર એક દસ્તાવેજી ચિત્ર:

શ્રી રવીન્દ્રનાથ નું એક ગીત અને પંકજ મલિક નો અવાજ:

“જખન પડબેના મોર પાયેર ચિન્હ એઈ બાટે, આમી નાઈબ ન મોર ખેચાતરી એઈ ઘાટે.”

“જ્યારે મારાં પગલાં નહિ પડે આ વાટે ત્યારે હું નહીં હોઉં, ને નહીં હોય મારી નૌકા આ ઘાટે…..”
(અનુ. શ્રી મકરંદ દવે)

પંકજબાબુ કહેતા, “રવીન્દ્ર-સંગીત જ મારું જીવન છે અને તેમાં જ મારી મુક્તિ છે.”

બંદિશ એક રૂપ અનેક (૮૩): “ગુઝર ગયા વો જમાના” નો આ ત્રીજો અને છેલ્લો મણકો છે. આવતા મહિને કોઈ નવી બંદિશ સાથે ફરી મળીશું.
નમસ્કાર

(નોંધ: શ્રી પંકજ મલિક નાં નિજી જીવન અને સંગીત યાત્રાને સ્પર્શતુ લખાણ અને માહિતી શ્રી અજિત શેઠ લિખિત અને સાલ ૧૯૮૧ માં પ્રકાશિત પુસ્તક “ગુઝર ગયા વો જમાના” માંથી સાદર અને આભાર સાથે.)


ચિત્રકાર શ્રી નંદલાલ બોઝ


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

5 thoughts on “બંદિશ એક રૂપ અનેક (૮૩): “ગુઝર ગયા વો જમાના કૈસા..કૈસા” (૩)

 1. શ્રી. નીતિનભાઈ દર મહિને   નિયમિત, રસપ્રદ માહિતી સભર, વિવિધ પ્રકારના, સઁગીતના પ્રસાદો પીરસ્યા કરે છે.  તેમની પસન્દગી, ધગશ અને  મહેનત  દાદ માંગી લે તેવા  છે. ઘણીવાર તો હજુ આગલા  મહિનાનો પ્રસાદ પૂરો થયો ન હોય ત્યાં તો નવો પ્રસાદ આવી જાય છે.
  નીતિનભાઈ તમને નમન સાથે આભાર.
  બકુલ મૂ . ભટ્ટ 

 2. Thanks Nitinbhai for your research work on Pankaj Malik . These are all GEMS for lovers who listens
  good music.

  1. Respected Shri Bakulbhai and Dr. Bharatbhai,
   Many thanks for very encouraging comments. Such music touches to our heart and give nostalgia feelings.
   Once again, thank you.

   -Neetin

 3. Pankajda નુ જે chandrachood સ્તોત્ર છે તે યાત્રિક તેમજ હિન્દી નર્તકી ચિત્રો મા તદ્દન જુદાજ રાગનું છે, તો તમે લખેલ હે વિશ્વનાથ શિવશંકર બંગાળી નર્તકી નુ હોય એમ લાગે છે જેની ખાત્રી કરવી હાલ અશક્ય છે, ચિત્ર મળતું નથી માટે. હિન્દી નર્તકી YouTube upar pan છે, મે જોયુ છે તેથી હે chandrachud રાગ વિશે કહી શક્યો.
  તેવુંજ યાત્રિક નુ शिवान्तु विश्वे अमृतस्य पुत्र:
  आ ये धन्मनि दिव्यानि तस्तुभ्” યાત્રિક તેમજ બંગાળી ચલચિત્ર આહવાન માં એમના જ કંઠમાં સંગીતમાં તદ્દન જુદા જ રાગમાં ગવાયેલ છે.
  એમના સંગીતકાર તરીકે અંતિમ બંગાળી ચલચિત્ર બિગલિતા કરુણા જાહ્નવી જમુના માં એમના કંઠે ગવાયેલ બીજા સ્તોત્ર પણ છે. ચલચિત્ર YouTube per છે.
  એમના વિશે માહિતી આપતો લેખ લખવા બદલ ઘણોજ આભાર. આ લેખની લિંક મે એમના દોહિત્ર રાજીવ ગુપ્તા ને પણ મોકલી આપી છે. અગાઉના પંકજદા પર ના લેખો પણ મોકલ્યાં હતા. મારી જણ માં આવતા Pankajda પરના તમામ ગુજરાતી લેખ હું રાજીવ ને મોકલતો રહુ છું.

  1. શ્રી સુનિલભાઈ, 
   આપના પ્રતિભાવ બાદલ ખરા  દિલ થી આભાર. 
   આપે શ્રી પંકજ મલિક ના સુરત માં થયેલા કાર્યક્રમમાં શ્રીમતી નિરુપમાબેન અને અજીતભાઈ શેઠ જેવી વ્યક્તિ નજરે પડે છે. આપ પણ આ વિડિઓ સાથે ની છબી માં ક્યાં છો તે જણાવવા વિનંતી. રાગ બાબતમાં માહિતી માટે મારે બીજા ઉપર આધાર  રાખવો પડે છે. મને તેની વિશેષ સમજ નથી. પંકજદાનાં કુટુંબનો ફોટો મળે તેમાટે મેં શ્રી રાજીવભાઈ ને લખેલું. પણ તેની તે બાબતમાં સંમતિ ન હતી. 1962(?) માં પંકજદા, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના આમંત્રણ ને સ્વીકારી ભાવનગર આવેલા અને શિશુવિહાર નાં સ્ટેજ પરથી તેમણે  કવિ શ્રી નિરંજન ભગતનું રચેલું એક ભજન ગાયું હતું. તે કાર્યક્રમ નું રેકોર્ડિંગ થયું નહતું, 
   દર વર્ષે બે-ત્રણ મહિના વડોદરા જવાનો પ્રોગ્રામ હોય છે. પણ મહામારી ને કારણે તે શક્ય નથી. અહીં સુગરલેન્ડ, ટેક્સાસમાં માહિતી માટે ઈન્ટરનેટ નો જ આધાર રાખવો પડે. તેના પર આધારભૂત માહિતી મેળવવી મુશ્કેલ છે. અગાઉ શ્રીમતિ કાનનદેવી, જ્યોતિકા રોય, ગૌહર જાન, ઉસ્તાદ અમીર ખાં વગેરે નાં જીવન અને સંગીત ને આલેખતા લેખ આ કોલમ માં લખ્યા છે. 
   અહીં જે પુસ્તક નો ઉલ્લેખ છે તે ભાવનગરથી એક મિત્રે સ્કેન કરી મોકલી આપેલું.
   ફરી એક વખત સમય કાઢી આપના વિચાર જણાવવા બદલ આભાર..

Leave a Reply

Your email address will not be published.