‘જવાની’ પર ફિલ્મીગીતો (૨) – जवानी और बुढ़ापा का ऐसा होगा मेल

નિરંજન મહેતા

આ વિષયનો પહેલો લેખ ૨૭.૧૧.૨૦૨૧ના રોજ મુકાયો હતો. આ લેખમાં ત્યાર પછીના ગીતોનો સમાવેશ છે.

૧૯૭૨ની ફિલ્મ ‘ભાઈ હો તો ઐસા’નું ગીત છે

आजा मेरी जवानी को मस्तानी को आजा
रूप के लोभी घूर रहे है भर के मुंह में पानी

કટાક્ષભર્યા આ નૃત્યગીતના કલાકાર છે બેલા બોઝ. સાહિર લુધિયાનવીના શબ્દો અને સંગીત સોનિક ઓમીનું. સ્વર લતાજીનો.

૧૯૭૩ની ફિલ્મ ‘આલમઆરા’નું ગીત છે

ये जो मेरी चढ़ती जवानी है
भोली ना समजो बड़ी मस्तानी

આ નૃત્યગીત પણ જવાનીના ગુણ કહી જાય છે. ગીતના કલાકારો બિંદુ અને અજીત. શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત છે ઇકબાલ કુરેશીનું. ક્રિશ્ના કલ્લે ગાનાર કલાકાર.

૧૯૭૬ની ફિલ્મ ‘બદનામ’

महेफिल मेरी राते मेरी दुनिया करे बाते मेरी
शीशे की जवानी आ के मेरी सोनिया

આ કોઠા પરનું નૃત્યગીત છે જેમાં કોણ કલાકાર છે તે દર્શાવાયું નથી. નક્ષ લાલપુરીનાં શબ્દો અને ગણેશનું સંગીત. સ્વર આશા ભોસલેનો.

૧૯૮૧ની ફિલ્મ ‘મંગલસૂત્ર’

जवानी शरारत करे जवानी शरारत करे
उड़े आँचल बजे पायल किसी से भी ये ना डरे

જવાનીને લઈને અનુભવાતી સંવેદના આ ગીતમાં દર્શાવાઈ છે જેના કલાકાર છે અનંત નાગ અને રેખા, ગીતકાર નીદા ફાઝલી અને સંગીતકાર આર. ડી. બર્મન. ગાયકો એસ. પી. બાલાસુબ્રમનિયમ અને આશા ભોસલે

૧૯૮૨ની ફિલ્મ ‘નમકહલાલ’નું ગીત છે.

जवानी जानेमन हसीं दिलरुबा
मिले दो दिल जवाँ निसार हो गया

આ પાર્ટી ગીતનાં કલાકર છે પરવીન બાબી જેના શબ્દો છે અનજાનના અને સંગીત બપ્પી લાહિરીનું. ગાયિકા આશા ભોસલે

૧૯૮૪ની ફિલ્મ ‘કૈદી’નું ગીત જોઈએ.

जवानी का खजाना है है है रोमांस का ज़माना है है है

આ પણ એક પાર્ટી ગીત છે જેના કલાકર છે સિલ્ક સ્મિતા અને જીતેન્દ્ર. ઇન્દીવરના શબ્દો અને બપ્પી લાહિરીનું સંગીત. સ્વર આપ્યો છે કિશોરકુમાર અને આશા ભોસલેએ.

૧૯૮૫ની ફિલ્મ ‘તેરી મહેરબાનીયા’નું ગીત પણ આવેલી જવાનીનો અનુભવ દર્શાવે છે.

आयी जवानी मोरी चुनरिया
सर से सरकी जाय

કલાકાર પૂનમ ધિલ્લો જેના શબ્દો છે એસ.એચ. બિહારીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર.

૧૯૮૬ની ફિલ્મ ‘સસ્તી દુલ્હન’નું ગીતમાં જુવાન હૈયાના ભાવો દર્શાવાયા છે

आज जवानी और बुढ़ापा का ऐसा होगा मेल
ये इंजन मेरा होगा और में उसकी रेल

આ ગીતના કલાકારો છે મહેશ આનંદ અને પ્રિયા તેંદુલકર. શબ્દો છે સબા ફાઝલીના અને સંગીત છે ઉષા ખન્નાનું. ગાનાર કલાકારો છે આશા ભોસલે અને મોહમ્મદ અઝીઝ.

૧૯૮૬ની ફિલ્મ ‘હાથો કી લકીર’નું પ્રેમિકાની જવાનીને વખાણતું ગીત છે.

हो ये जवानी गुलाब जैसी है गुलाब जैसी
किसी रंगीन ख्वाब जैसे खाव्ब
जैसी आप जैसी है

ગીતના કલાકારો છે જેકી શ્રોફ અને ઝીનત અમાન. હસન કમાલના શબ્દો અને પ્યારે મોહનનું સંગીત. જતિન પંડિત અને બેલા સાલુંખે ગાયકો.

૧૯૮૯ની ફિલ્મ ‘ગુંજ’નું ગીત પણ યુવાન હૈયાના ભાવોને દર્શાવે છે.

जवानी के दिन है प्यार किये जा
ख़ुशी हो या गम हो यार जिये जा

ગીતના કલાકારો છે સાયકલ પર સવાર કુમાર ગૌરવ અને જુહી ચાવલા. જો કે ગીતકાર કોણ છે તે નથી જણાતું પણ સંગીતકાર છે બિડ્ડુ. ગાયકો છે હેમા સરદેસાઈ, અભિજિત અને બીન્જુ અલી

૧૯૯૦ની ફિલ્મ ‘પતિ પત્ની ઓર તવાયફ’નું આ ગીત પણ બે પ્રેમીના ભાવો દર્શાવતું ગીત છે

तेरी मोहब्बत मेरी जवानी
बन के रहेगी कोई कहानी

ગીતના કલાકારો છે મિથુન ચક્રવર્તી અને સલમા આગા. શબ્દો છે આનંદ બક્ષીનાં. લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત માટે ગાયક કલાકારો છે સલમા આગા અને મોહમ્મદ અઝીઝ

૧૯૯૧ની ફિલ્મ ‘ડાન્સર’માં એક પાર્ટી ગીત છે.

दिवानो की मस्तानो की दिवानो की मस्तानो की
जवानी हम जवानो की जवानी हम जवानो की

આ પણ યુવાનોના ભાવ દર્શાવતું. ગીત છે જે મોહનીશ બહેલ અને મોહિની પર રચાયું છે. સમીરનાં શબ્દો અને આનંદ મિલિન્દનું સંગીત. કવિતા કૃષ્ણમૂર્તિ અને એસ. પી. બાલાસુબ્રમનિયમ ગાયકો.

૧૯૯૨ની ફિલ્મ ‘ચમત્કાર’નું ગીત જોઈએ.

जवानी दीवानी थोड़ी सी आग है थोड़ा पानी
आग पानी के मिलाने से बनती है प्यार की कहानी

ગીતમાં જવાનીના ગુણગાન ગાય છે શાહરૂખ ખાન અને ઉર્મિલા માતોંડકર જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત અનુ મલિકનું. સ્વર છે ઉદિત નારાયણ અને પૂર્ણિમાના. ગીતમાં નસીરુદ્દીન શાહ પણ દેખાય છે જે ફિલ્મમાં ભૂતના રૂપે હોય છે.

૧૯૯૮ની ફિલ્મ ‘ઉસ્તાદો કે ઉસ્તાદ’નાં ગીતમાં જવાનીની મજા લેવાનું કહેવાય છે.

जवानी चार दिन की चांदनी है मजे ले लो
बड़ी चंचल है बड़ी मनचली है मजे ले लो

આ ગીતના કલાકારો છે જેકી શ્રોફ અને મધુ. દિલીપ સેન અને લલિત સેનનું સંગીત અને ગાયકો છે લલિત સેન અને પૂર્ણિમા. આ ગીતમાં પણ ગીતકારનું નામ જણાયું નથી

૧૯૯૯ની ફિલ્મ ‘સરફરોશ’નું આ ગીત છે

ये जवानी हद कर दे बूढ़े को मरद कर दे

હોટેલમાં કેબ્રે ડાંસ કરે છે સોનાલી બેન્દ્રે જેના શબ્દો છે સમીરના. સંગીત છે જતિન લલિતનું અને ગાયિકા છે કવિતા કૃષ્ણમૂર્તિ

૨૦૦૦ની ફિલ્મ ‘ગાંઠ’નું ગીત છે

कोई पी के शीशे के गिलास को तोड़े
……

बाबा मेरी जवानी मेरा पीछा न छोड़े

હોટેલમાં ડાંસ કરતી રવિના ટંડન પર આ ગીત રચાયું છે. સમીરના શબ્દો અને અનુ મલિકનું સંગીત. ગાયિકાઓ છે સપના અવસ્થી અને ફાલ્ગુની પાઠક.

૨૦૦૦ની ફિલ્મ ‘તીસમારખાં’નું બહુ પ્રચલિત ગીત છે

आय नो यु वोंट इट बट यु नेवर गोना गोट इट
…………

माय नेम इस शीला शीला की जवानी

આ ગીતમાં અંગ્રેજી હિન્દી શબ્દોની મિલાવટ છે. ગીતના કલાકારો છે અક્ષયકુમાર અને કટરીના કૈફ. વિશાલ દાદલાનીના શબ્દો અને વિશાલ શેખરનું સંગીત. ગાનાર કલાકારો વિશાલ દાદલાની અને સુનિધી ચૌહાણ.

૨૦૦૩ની ફિલ્મ ‘ગંગાજલ’નું ગીત જોઈએ.

अल्लड मस्त जवानी बिमिसाल रे हुआ आहा चोक चोराहे पर

આ પણ એક જવાનીના ગુણગાન ગાતું ગીત છે જે માન્યતા દત્ત પર રચાયું છે. રીચા શર્માનો સ્વર અને શબ્દો અખિલેશ શર્માના. સંગીત આપ્યું છે સંદેશ સાંડીલ્યએ.

૨૦૧૧ની ફિલ્મ ‘યમલા પગલા દીવાના’નું પાર્ટી ગીત છે

खोली जो बोतल तूने यारा
………….

मेंरी चमकी मस्त जवानी का चर्चा है सब दुकानों पर

આ પાર્ટી ગીતના કલાકાર છે સની દેઓલ પણ સ્ત્રી કલાકારનું નામ નથી દર્શાવાયું. ગીતકાર અને સંગીતકાર અનુ મલિક તથા ગાયક દલેર મહેંદી. સ્ત્રી ગાયિકા પણ નથી જણાવાઈ

૨૦૧૫ની ફિલ્મ ‘સેકંડ હેંડ હસબંડ’માં જવાની પરનું આ એક પાર્શ્વગીત છે.

ओ नवी नवी तू आई शर बिच
……………..

साड्डी हो जा सोनिये जवानी चार दिन

કલાકારો કોણ છે તે નથી જણાતું. ગીતકાર રાહુલ બેહેનવાલ અને સંગીતકાર જતીન્દર શાહ. ગાયક લાભ જનુજા

કદાચ કોઈ ગીત છૂટી પણ ગયું હોય તો સુજ્ઞ વાચકોને ધ્યાન દોરવા વિનંતી.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.