પ્રત્યક્ષ પ્રેમ

૧૦૦ શબ્દોની વાત

તન્મય વોરા

પોતાની રોજીંદી પ્રવૃત્તિને કળાનું સ્વરૂપ બક્ષવું તે ધન્યતાની અભિભૂતિ છે.

આવો,. રસ્તાપર ઊભીને સ્વાદિષ્ટ સોડા વેંચતા ડૉ. સોડાને મળીએ. પોતાનાં કામના તે ચાહક છે. પોતાને  “સોડામાં પી.એચડી.” કહે છે. તેમના માટે સોડા એ લોકોને આનંદીત કરવા માટેનું માધ્યમ છે. માત્ર ૧૦ જ રૂપીયામાં – ફરતી રહેતી સોડા બૉટલો, જાણે બંધ આંખે બનતી જતી ભાત ભાતની સોડા, ત્રણ ભાષાઓમાં માહીરી,  લારીએ ધીંગામસ્તી કરતાં બાળકો, અસ્ખલિત વાત-પ્રવાહ , ચહેરા પર રમતું હાસ્ય અને,ગ્રાહકોને નિતનવા અનુભવો વડે – તે નવા સંબંધો બાધે અને તેમની કળાનો અસ્વાદ કરાવે છે.

જો રસ લઇએ, તો કોઇ કામ નાનું નથી હોતું. કામ પ્રેમનું મૂર્ત સ્વરૂપ છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Author: Web Gurjari

1 thought on “પ્રત્યક્ષ પ્રેમ

  1. સોડા
    શબ્દ અતિત મા લઈ ગયો 7/8 વર્ષ ની વય
    ગોટિ વળી લીંબુ મસાલા સોડા 0.10 પૈસા ની યાદ આપી ગઈ

Leave a Reply

Your email address will not be published.