નિરંજન મહેતા
જવાની શબ્દ સાંભળતા મનમાં એક જુદો જ ભાવ ઉત્પન્ન થવા લાગે. વયસ્ક પણ એક વાર તો અતીતમાં ખોવાઈ જાય. કહેવાય છે કે જવાની દીવાની હોય છે. પણ એ તો જેમણે અનુભવ્યુ હોય તે જ સમજશે. આપણી ફિલ્મોમાં પણ જવાનીને મહત્વ અપાયું છે અને તેને લગતા અનેક ગીતો છે. બધા ગીતો એક લેખમાં આવી શકે તેમ નથી એટલે બે ભાગમાં રજુ કરૂ છું. ત્યાર પછી પણ લેખની મર્યાદાને કારણે કેટલાક ગીતો બાકાત રહેશે. તો ચાલીસના દાયકાના કેટલાય ગીતોનો ઓડીઓ હોવાથી તે પણ સામેલ નથી કર્યા. કોઈ ખાસ ઓડીઓ લેખને અનુરૂપ જણાયો તે અહીં સામેલ કર્યો છે.
શરૂઆતની ફિલ્મોમાં પણ જવાની પર ગીતો મળ્યા છે જેમાં ૧૯૪૧ની ફિલ્મ ‘સિકંદર’નું ગીત છે.
उठ जग जवानी आती है
આવતી જવાનીને આવકારતા વનમાલા આ ગીતના કલાકાર અને ગાયક છે વનમાલા જ. જેના શબ્દો છે પંડિત સુદર્શનના અને સંગીત આપ્યું છે રફીક ગઝનવીએ.
૧૯૪૭ની ફિલ્મ ‘રોમિયો જુલિયેટ’નું ગીત છે
मस्त जवानी आई मस्त जवानी आई
आओजी प्यार करो लो दिल का पैमाना भर दो
આ ઓડીઓ ગીત છે એટલે ગીતમાં કલાકાર કોણ છે તે જણાતું નથી પણ ફિલ્મના કલાકારોમાં નામ છે નિસાર એટલે તેના ઉપર રચાયું હોય તેમ માનીએ. ગીતને સ્વર આપ્યો છે ઝોહરાબાઈ અમ્બાલેવાલીએ. મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને સંગીત છે હુસ્નલાલ ભગતરામનું.
૧૯૪૭ની ફિલ્મ ‘શેહનાઈ’નું ગીત છે
जवानी की रेल चली जाए रे जवानी की रेल चली जाए
ये चली ये चली ये चली जाए रे
કલાકાર છે મુમતાજ અલી અને અન્ય સ્ત્રી કલાકારો. મેળાના દ્રશ્યનું આ ગીત લખ્યું છે પ્યારેલાલ સંતોષીએ અને સંગીત છે સી. રામચંદ્રનું. ગાનાર કલાકાર સી. રામચંદ્ર અને ગીતાદત્ત.
૧૯૪૮ની ફિલ્મ ‘બંજારે’નું ગીત જોઈએ.
ये जवानी दीवानी बना गयी
આ પણ ઓડીઓ છે એટલે કલાકારોની જાણ નથી થતી. ગીતકાર ઝાકીરહુસેન અને સંગીતકાર અનુપમ ઘટક. ગાનાર કલાકાર સાબિત્રી ઘોષ.
૧૯૪૯ની ફિલ્મ ‘અમર કહાની’નું ગીત છે
उमंगो पर जवानी छा गई
अब तो चले आओ चले आओ
આ પણ એક ઓડીઓ છે જેમાં આશિકને આમંત્રણ અપાતું હોય તેવો આ ગીતનો ભાવ છે જે સુરૈયા પ૨ રચાયું હોય તેમ જણાય છે. સ્વર પણ સુરૈયાનો. રાજીન્દર ક્રિશ્નના શબ્દો અને સંગીત હુસ્નલાલ ભગતરામનું
૧૯૫૪ની ફિલ્મ ‘મનોહર’નું આ ગીત જોઈએ.
रुतु है सुहानी रात जवां है
दिल में मोहब्बत होठो पे आहे
यूं ना कहो तुम दूर रहो
આ પણ એક ઓડીઓ છે એટલે કલાકારો કોણ છે તે જણાતા નથી પણ ફિલ્મના મુખ્ય કલાકારો છે ટી.આર. રાજકુમારી અને શિવાજી ગણેશન. વિશ્વામિત્ર આદીલ લિખિત આ ગીતને સંગીત મળ્યું છે એસ વી વેન્ક્ટરામન પાસેથી. હેમંતકુમાર અને સંધ્યા મુકરજીના સ્વર.
૧૯૫૬ની ફિલ્મ ‘એક હી રાસ્તા’નું એક જુદા જ પ્રકારનું ગીત છે
भोला बचपन दुखी जवानी
लम्बी सुनी राहो में
આ ગીત કોઈ જુદા ભાવ દર્શાવતું આ એક પાર્શ્વગીત ગીત છે જેમાં મીનાકુમારી અને ડેઈઝી ઈરાની રસ્તે રઝળતા હોય છે અને ગીતમાં તેમના મનોભાવને દર્શાવાય છે. ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી જેના ગાયક અને સંગીતકાર છે હેમંતકુમાર
૧૯૬૩ની ફિલ્મ ‘આજ ઓર કલ’નું આ ગીત જુદા જ ભાવ દર્શાવે છે.
इतनी हसीं इतनी जवां रात क्या करे
जागे है कुछ अजीब जस्बात क्या करे
રાતના માહોલને કારણે પ્રગટ થતા મનોભાવ વ્યક્ત કરતાં આ ગીતના કલાકર છે સુનીલ દત્ત. સાહિર લુધિયાનવીના શબ્દો અને રવિનું સંગીત જેને સ્વર આપ્યો છે રફીસાહેબ
૧૯૬૩ની ફિલ્મ ‘રઝિયા સુલતાન’નું ગીત છે
कहना न मानु मै जवानी का
नाम बदनाम है दीवानी का हो
બે મિત્રોના મિલન પ્રસંગે યોજાયેલ સમારંભમાં મધુમતી આ નૃત્યગીત રજુ કરે છે. જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લછીરામ તમરનું. ગીતના ગાનાર કલાકાર છે આશા ભોસલે.
૧૯૬૬ની ફિલ્મ ‘ઇન્સાફ’નું આ ગીત મનોભાવ દર્શાવે છે
जब से है आई जवानी
दुनिया हुई है दीवानी
જુવાની આવતા થતા મનમાં વિચારોને નૃત્યગીતમાં રજુ કરે છે હેલન જેના શબ્દો છે અસદ ભોપાલીના અને સંગીત છે ઉષા ખન્નાનું. ગાયક કલાકાર આશા ભોસલે.
૧૯૬૯ની ફિલ્મ ‘ઉસ્તાદ ૪૨૦’નું ગીત છે
दिल जवानी में संभालो नया है रिश्ता
આ એક છેડછાડભર્યું ગીત છે જેના કલાકર છે શેખ મુખ્તાર અને મીનાક્ષી શિરોડકર. શબ્દો છે અસદ ભોપાલીના અને સંગીત આપ્યું છે એન. દત્તાએ. સ્વર છે રફીસાહેબનો
૧૯૭૦ની ફિલ્મ ‘પેહચાન’નું ગીત જવાનીને જુદા રૂપમાં રજુ કરે છે.
लो आई है जवानी रूप के नगमे गाती
જવાનીના ગુણગાન ગવાતા આ ગીતના કલાકાર છે બબીતા. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાનાર કલાકર છે આશા ભોસલે.
૧૯૭૦ની ફિલ્મ ‘હોલી આઈ રે’નું ગીત એક કોથા પર ગવાયું છે.
जवानिया के दिन दुई चार
रसिया रस लइ ले
કોઠા પરનું આ નૃત્યગીત કુમુદ છુગાની પર રચાયું છે જેમાં જુવાની ચાર દિવસની છે તે ફિલસુફી દર્શાવે છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર છે હંસા દવેનો.
૧૯૭૧ની ફિલ્મ ‘લડકી પસંદ હૈ’માં પણ કોથા પરનું ગીત છે.
जवानी फिर न आएगी मोहब्बत फिर न पाओगे
ગીત દ્વારા વીતેલી જવાની પાછી નહિ આવે તો શું? એવો પ્રશ્ન કરાયો છે. ગીત મુમતાઝ પર રચાયું છે. ગીતકાર જી.એસ.રાવલ અને સંગીતકાર સોનિક ઓમી. સ્વર આપ્યો છે હેમલતાએ.
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘આન મિલો સજના’માં જવાનીને જુદા રૂપમાં વર્ણવી છે.
यहाँ वहा सारे जहाँ में तेरा राज है
जवानी ओ दीवानी तू जिन्दाबाद
જવાનીના વખાણ કરાતાં આ ગીતના કલાકાર છે રાજેશ ખન્ના. આનંદ બક્ષી રચિત આ ગીતના સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને સ્વર છે કિશોરકુમારનો.
૧૯૭૨ની ફિલ્મ ‘માનવતા’નું આ ગીત પણ મોજ કરવાનું જણાવે છે.
मस्त जवानी फिर नहीँ आनी
जी भर के एश करो
મસ્તીભર્યું આ ગીત એક બારમાં ડાંસ રૂપે રજુ થયું છે જે રમેશ દેવ પર રચાયું છે. ઇન્દીવર ગીતના રચયિતા છે જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને સ્વર છે કિશોરકુમારનો.
૧૯૭૨ની ફિલ્મ ‘જવાની દીવાની’નું છેદ્ચાદ્ભર્યું ગીત છે
ये जवानी है दीवानी
हट मेरी रानी, रूक जाओ रानी
આ ગીતમાં રણધીર કપૂર જયા ભાદુરીને સતાવે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આર. ડી. બર્મનનું. ગાનાર કલાકાર કિશોરકુમાર.
૧૯૭૨ની ફિલ્મ ‘બાજીગર’નું ગીત છે.
मेरी जम के नाचे जवानी तो घूंघरू टूट गए
આ એક નૃત્યગીત છે જેના કલાકાર છે બિંદુ. નક્ષ લાલપુરીનાં શબ્દોને સંગીત આપ્યું છે સપન જગમોહને અને તેના ગાનાર કલાકર છે આશા ભોસલે.
૧૯૭૨ની ફિલ્મ ‘આંખો આંખો મેં’નું ગીત છે.
गया बचपन जो आई जवानी तो चुनरी पतंग हो गई
આ એક પાર્ટી ગીત છે જે રાખી પર રચાયું છે. વર્મા મલિકનાં શબ્દો અને શંકર જયકિસનનું સંગીત તથા લતાજીનો સ્વર.
લગભગ આટલા જ ગીતો હવે પછીના લેખમાં…..
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Nice collection and commentary.