જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ…વો ફીર નહીં આતે…

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

એકવાર જીવાઈ ગયેલો પ્રસંગ ફરી પાછો જીવી શકાતો નથી. જીવનના સફરમાં જે સ્ટેશન પસાર થઈ જાય છે ત્યાં પાછા ફરીને જવાની કોઈ સગવડ કે શક્યતા નથી. કોઈ વેર વિખેર થઈ ગયેલા સંબંધને સરખો સમેટીને ગોઠવી પ્રેમના ગંજીપાના ફરી ચીપવાં શક્ય નથી

શું તમારી જિંદગીમાં એક રીવાઈન્ડ બટન હોય તેવું તમે ઇચ્છો છો ? આ એવું બટન કે જે દબાવવાથી વિતી ગયેલાં વર્ષો ફરીથી જીવવાનો અવસર મળે. ભૂતકાળની ઘટનાઓને તમારા મનમાં તમે વાગોળ્યા કરો છો એ તમામ દ્રશ્યો ને ઇીબિીચાી કરી તમે દિવાસ્વપ્નોમાં જીવ્યા કરો છો પણ ભૂતકાળની ઘટનામાં થોડો ફેરફાર કરી આખી ઘટના ઇીબિીચાી કરી તેનું છર્બૌહ ઇીૅનઅ કરી આપે એવા બટનની શોધ થઈ જાય તો ?

જો આવું ખરેખર શક્ય બને તો કરોડો લોકોના જીવનમાંથી અભાવ અને અસંતોષને નેસ્તનાબૂદ કરી શકાય. કેટલાંયે લોકોના અફસોસને સંપૂર્ણપણે નીવારી શકાય. બસ પછી તો જીવનમાં કોઈ દુ:ખ કે હતાશા જ ન રહે.

પરંતુ આવાં રીવાઈન્ડ, રીક્રીએટ અને રીપ્લેના બટન હજી શોધાયાં નથી.

શીલાને પોતાના જીવનનો પ્રથમ બોયફ્રેન્ડ ગુમાવ્યાનો અફસોસ છે. તેના ગયા પછી જીવનમાં સાવ સન્નાટો છવાઈ ગયો. ઉંમર થવાથી લગ્ન થયાં અને પૈસાદાર તથા ઇજ્જતદાર પતિ પણ મળ્યો. કાર, બંગલો, નોકર ચાકરની કોઈ કમી ન હોવા છતાં શીલા પ્રેમની પહેલી હૂંફ, પહલું પાગલપન ભૂલી નથી શકતી એને ભૂતકાળની યાદોમાં જ પડયા રહેવું છે અને જેટલી તે ભૂતકાળને રીવાઈન્ડ, રીક્રીએટ તથા રીપ્લે કરતી જાય છે તેટલી વર્તમાનથી વિખૂટી પડતી જાય છે. તેને ભૂતકાળમાં રહેવું ગમે છે પણ જિન્દગીમાં રીવાઈન્ડ બટન નથી. એટલે કલ્પનાઓ કે સ્વપ્નાઓમાં સુખ માણ્યા પછી વર્તમાનની સમસ્યા વધતી જાય છે.

શીલાના ભૂતકાળની વિપરિત નવ્વાણું ટકા લોકોનો ભૂતકાળ પીડાદાયક હોય છે અને એને વાગોળવાથી હતાશા, પીડા અને અફસોસ સિવાય કંઈ જ મળતું નથી.

રેખા પરણીને આવી ત્યારથી સાસુથી દબાઈને રહી છે. પોતાની વ્યાજબી વાતમાં પણ તે પોતાના હિતની રક્ષા કરી નથી શકી. પતિ પાસેથી અપેક્ષા મુજબનો તેનો બચાવ ક્યારેય થયો નથી હવે તો લગ્નને વર્ષો વીતી ગયાં છે. સાસુમા સ્વર્ગે સિધાવી ગયાં છે. પતિ-પત્ની બાળકો સાથે એકલાં રહે છે. પણ રેખાના મનમાં ભૂતકાળ છે. જ્યારે જરૂર હતી ત્યારે કોઈનો સાથ અને સહકાર ન મળ્યો. હવે તે કોઈને સાથ અને સહકાર આપવા માંગતી નથી. પતિને કોઈપણ પ્રકારનું સુખ આપવા માંગતી નથી. કારણ તેને વીતી ગયેલાં વર્ષો તેની મરજી મુજબ ફરીથી જીવવાં છે. અન્યાય સામે પોતે અવાજ ઉઠાવતી હોય અને પતિ તેની મદદ કરતો હોય. તેવી ઘટનાઓ એને ફરી જીવવી છે પણ જિન્દગીમાં રીવાઈન્ડ, રીક્રીએટ અને રીપ્લેનું બટન નથી. પરિણામ સ્વરૂપ તે કાયમી હતાશ રહે છે.

શૈલની વાત કંઈક જુદી છે. ભણવામાં તે હોંશિયાર હતો. બારમું પાસ કરી માસ્ટર્સ કરવા કેનેડા ગયો ત્યાં ખરાબ સોબતે ચડી ગયો. કોલેજ જવાને બદલે  ડ્રગ્સના નશામાં પડયો રહ્યો. આખરે તેને કોલેજ અને પી.જી.માંથી રૂખસદ મળી. તે ફરી પાછો ઇન્ડિયા આવ્યો. સીગરેટ, ડ્રગ્સની લતમાંથી તેનો છૂટકારો તો સારવારથી કરાયો પણ હવે તેને અફસોસ છે. તે કેટલાયે લોકોથી પાછળ રહી ગયો. પપ્પાના પૈસા બગાડયા પછી ફરી તેને કેનેડા મોકલાય તેવી શક્યતા નથી. હાથમાં કોઈ ડિગ્રી નથી. ભણવામાં કે ધંધામાં મન લાગતું નથી બસ તેને તો એમ જ થાય છે કે તેની જિંદગીમાં એક રીવાઈન્ડ બટન હાથ લાગી જાય. વીતી ગયેલ વર્ષો એ ફરીથી જીવે. વ્યસન કર્યા વગર કેનેડામાં અભ્યાસ કરે અને સાથી મિત્રોથી આગળ નીકળી જાય. પણ જીવનમાં રીવાઈન્ડ, રીક્રીએટ અને રીપ્લેના બટન નથી. બસ મનમાં પડયાં રહે છે ભૂતકાળની યાદોની પસ્તી. કોઈક એને મૂડી સમજી સાચવી રાખે છે તો કોઈક સમયાંતરે મનના કબાટમાં સાફ સૂફી કર્યા કરે છે. પણ એમાં શું રાખવું અને શું કાઢવું એ નથી સૂઝતું.

માથામા ભાર લાગે છે. મનમાં બહુ કચરો ભરાઈ ગયો છે હવે થોડો ભાર ઓછો કરવો છે. પીડા ઘટાડવી છે. અભાવ, અસંતોષ, અપરાધભાવ અને અફસોસ હવે કચરાના ડબ્બામાં નાંખી દેવાં છે. મનનો કચરો સાફ કરવાની. મનની થોડી સંવેદનશીલતા ઘટાડવાની કોશિષ કરીએ છીએ. હવે બદલાવું જ છે એવો નિરાધાર કરી સાફસૂફી કરીએ છીએ. પણ ફરીથી બધું ત્યાં ને ત્યાં જ ગોઠવાઈ જાય છે.

સુનંદાબેન આમ સ્વર્ગે સિધાવી જાય છે. અને મનહરભાઈને અફસોસ રહી જાય છે કે એ જેને લાયક હતી એ બધું હું ક્યારેય એને ન આપી શક્યો. ભગવાન એક મોકો આપ વિતેલાં વર્ષો એકવાર માત્ર એકવાર જીવવા દે બસ જીવનમાં એકવાર એને અહેસાસ કરાવવા દે કે હું પણ એને ચાહતો હતો અને એના માટે કંઈપણ કરી છૂટવા તૈયાર હતો.

આવા સંખ્યાબંધ હતાશ લોકોના સત્ય કીસ્સા છે. ભૂતકાળની યાદોને ડીલીટ કરી શકાય એવું કોઈ બટન પણ નથી શોધાયું.

તો શું જીવન નિ:સાસા નાંખીને અભાવ અને અસંતોષમાં જીવ્યા કરવાનું ? ના ભૂતકાળની યાદો એક અમુલ્ય મૂડી છે. આપણે સારી કે ખરાબ મીઠી કે કડવી યાદો ને વાગોળવા એ પસંદગી આપવી છે. સૌના મનમાં યાદોને સંઘરી રાખવાની એક સરખી જગ્યા છે. આપણે કેવી યાદોને સાચવી રાખવી છે ? મનમાં કડવાશ પેદા કરે તેવી કે ચહેરા પર સ્મિત લાવે તેવી ?

માણસ જાતને સ્વાર્થી કહેવામાં આવી છે. એ પહેલાં પોતાના જ સુખનો વિચાર કરે છે.

તો ચાલો ભૂતકાળની યાદોમાંથી ઉભા થતા અભાવ, અસંતોષ અને પીડાને મૃતપ્રાય કરવા થોડો સ્વાર્થી થઈ જઈએ. જે યાદો સંઘરી રાખવાથી પીડા થાય હતાશા આવે એની સાફસૂફી કરી નાંખીએ. અને જે યાદથી પ્રિયજન સાથે જીવન જીવ્યાનો સંતોષ થાય. વિતેલી ક્ષણોની મધુરયાદ મનને આનંદથી ભરી દે એવી યાદોને વાગોળ્યા કરીએ.

ન્યુરોગ્રાફ :

સુખ અને દુ:ખ માટે સરખો સમય ન રાખો. દુ:ખને ફાસ્ટ ફોરવર્ડ કરી નાંખીએ અને સુખને સ્લોમોશનમાં જોતાં જોતાં નિરાંતથી વર્તમાનને માણીએ.


Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.