ગમ, શોક દર્શાવતા ફિલ્મીગીતો (૨) – हाय रे हाय गम की कहानी तेरी

નિરંજન મહેતા

આ લેખનો પહેલો ભાગ અહી ૨૨.૧૦.૨૦૨૧ના મુકાયો હતો. બાકી રહેલા કેટલાક ગીતો આ લેખમાં સમાવવાનો પ્રયાસ છે કારણ કદાચ કોઈક ગીત હજી મારી ધ્યાન બહાર હોઈ શકે. આ સંદર્ભમાં સુજ્ઞ મિત્રો તરફથી થોડા ગીતોની જાણકારી મળી જેનો પણ આ લેખમાં સમાવેશ કર્યો છે.

૧૯૫૩ની ફિલ્મ ‘આહ’ના ફિલસુફીભર્યા ગીતથી શરૂઆત કરીએ.

छोटी सी ये जिंदगानी रे
हाय चार दिन की जवानी तेरी
हाय रे हाय गम की कहानी तेरी

ખુદ મુકેશ ઘોડાગાડી હાંકતા પોતાના સ્વરમાં આ ગીત ગાય છે જેના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીત છે શંકર જયકિસનનું. ઘોડાગાડીમાં રાજકપૂર દેખાય છે.

૧૯૬૪ની ફિલ્મ ‘શગુન’નું જાણીતું ગીત છે જેમાં પિયાનો પર નિવેદિતા ગાય છે

तुम अपना रंजो गम अपनी परेशानी मुझे दे दो
तुम्हे गम की कसम इस दिल की वीरानी मुझे दे दो

સાહિર લુધિયાનવીનાં શબ્દો અને ખય્યામનું સંગીત. સુંદર સ્વર છે જગજીત કૌરનો.

ફરી એકવાર એક ફિલસુફીભર્યું ગીત જે ૧૯૬૬ની ફિલ્મ ‘સુશીલા’નું છે.

गम की अँधेरी रात में
दिल को ना बेकरार कर
सुबह जरूर आएगी
सुबह का इन्तेजार कर

ગીતમાં કલાકારોની જાણ નથી થતી પણ રચયિતા છે જાનનિસાર અખ્તર અને સંગીત છે સી. અર્જુનનું. ગાયક કલાકારો તલત મહેમુદ અને રફીસાહેબ.

૧૯૬૮ની ફિલ્મ ‘મેરે હુઝુર’ના ગીતમાં એક તડપતા પ્રેમીની લાગણીઓ દર્શાવાઈ છે

गम उठाने के लिए मै तो जिए जाऊँगा
सांस की ले पे तेरा नाम लिए जाऊँगा :

જીતેન્દ્ર પર રચાયેલ આ ગીતનાં રચયિતા છે હસરત જયપુરી જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૯ની ફિલ્મ ‘પ્યાસી શામ’માં નશામાં ચૂર સુનીલ દત્તને માટે શર્મિલા ટાગોર ગાય છે

ये कैसा गम सजना प्यासा दिन प्यासी शाम

ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. કંઠ મળ્યો છે લતાજીનો.

૧૯૭૦ની ફિલ્મ ‘માય લવ’નું ગીત છે

वो तेरे प्यार का गम एक बहाना था
अपनी किस्मत ही कुछ ऐसी थी के दिल टूट गया

શશીકપૂર પર રચિત આ ગીતનાં ગાયક છે મુકેશ શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે દાન સિંઘે.

૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નું આ ગીત મધ્યમ વર્ગની કહાની દર્શાવે છે જ્યાં લગ્ન બાદ નવપરણિતને જુદા જુદા સુવું પડે છે.

ये जीवन है इस जीवन का
यही है यही है यही है रंग रूप
थोड़े गम है थोड़ी खुशिया
यही है यही है यही है छाव धुप

ગીત પાર્શ્વગીત રૂપે છે જેમાં અનિલ ધવન અને જયા ભાદુરી દર્શાવાયા છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર કિશોરકુમારનો.

૧૯૭૩ની ફિલ્મ ‘સમજૌતા’નું ગીત એક સંદેશાત્મક ગીત છે

समजौता गमो से कर लो समजौता गमो से कर लो
ज़िंदगी में गम भी मिलते है

જેલમાં કેદીઓ આગળ આ ગીત અનિલ ધવન ગાય છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. કિશોરકુમાર ગાયક કલાકાર.

આ જ ગીત બીજી વાર યોગિતા બાલી પર રચાયુ છે જેમાં તે અનિલ ધવનને ઉદ્દેશીને ગાય છે.
समजौता गमो से कर लो समजौता गमो से कर लो
ज़िंदगी में गम भी मिलते है

૧૯૭૩ની ફિલ્મ ‘દિલ કી રાહે’નું ગીત એક ફરિયાદના રૂપમાં છે

रश्मे उल्फत को निभाए तो निभाए कैसे
बोज होता जो गमो का तो उठा भी लेते
ज़िन्दगी बोज बनी तो उठाये कैसे

કલાકાર છે રેહાના સુલતાન. નક્ષ લાલપુરીનાં શબ્દોને સજાવ્યા છે મદન મોહને અને તેને સ્વર આપ્યો છે લતાજીએ.

સાધારણ રીતે ગમ એટલે દુઃખ દર્શાવતા ગીતો જોવા મળે છે પણ ૧૯૭૪ની ફિલ્મ ‘મનચલી’નું આ ગીત એક મસ્તીભર્યું ગીત છે

गम का फ़साना बन गया अच्छा
सरकारने आके जो हाल तो पूछा

લીના ચંદાવરકર આગળ દેખાડેલી સંજીવકુમારની અદાકારી માણવા લાયક છે. ગીતના રચયિતા આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયક કિશોરકુમાર. લીના ચંદાવરકરનો હોંકારો પણ તેના સ્વરમાં

૧૯૭૫ની ફિલ્મ ‘અમાનુષ’નું ગીત નશા વિરુદ્ધ છે

गम की दवा तो प्यार है
गम की दवा शराब नहीं

નશામાં ચૂર ઉત્તમકુમારને ઉદ્દેશીને ગવાતું આ ગીત પ્રેમા નારાયણ પર રચાયું છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત શ્યામલ મિત્રનું. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૮૦ની ફિલ્મ ‘નજરાના પ્યાર કા’નું ગીત પણ સંદેશાત્મક ગીત છે

गम छुपाते रहो गम छुपाते रहो
मुस्कुराते रहो मुस्कुराते रहो

રાજ બબ્બર અને અરુણા ઈરાની આ ગીતના કલાકાર છે. ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે. નિદા ફાઝલીનાં શબ્દો અને હેમંત ભોસલેનું સંગીત.

૧૯૮૧ની ફિલ્મ ‘આસપાસ’નું ગીત જોઈએ.

हम को भी गम ने मारा तुम को भी गम ने मारा

નશાયુકત હેમામાલીની એક હોટેલમાં આ ગીત ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજીનો.

૧૯૮૩ની ફિલ્મ ‘કૂલી’માં પણ નશામાં ગવાતું ગીત છે

मुझे पिने को शौक नहीं पीता हु गम भूलाने

નશામાં છે રીશીકપૂર અને સાથે છે શોમાં આનંદ. રચયિતા આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાનાર કલાકારો શબ્બીરકુમાર અને આશા ભોસલે.

૧૯૮૩ની ફિલ્મ ‘અર્થ’નું આ ગીત કોઈ વ્યક્તિ ગમ ભૂલાવવા પ્રયત્ન કરે ત્યારનું છે.

तुम इतना जो मुस्कुरा रही हो
क्या गम है जो चुप रही हो

શબાના આઝમીનું ગમ ભૂલાવવા કરાતું બનાવટી હાસ્ય જોઈને રાજ કિરણ આ ગીત ગાય છે જેના શબ્દો છે કૈફી આઝમીના. સ્વર અને સંગીત જગજીતસિંઘનાં.

૧૯૮૬ની ફિલ્મ ‘અમૃત’નું આ ગીત એક હકારાત્મક ગીત કહી શકાય.

दुनिया में कितना गम है मेरा गम कितना कम है

આ ગીત પાર્શ્વગીત છે જે મહમદ અઝીઝે ગાયું છે. રાજેશ ખન્ના અને સ્મિતા પાટીલ પર રચિત આ ગીતના શબ્દકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આ ગીત ફરી એકવાર અનુરાધા પૌડવાલનાં સ્વરમાં આવે છે.

૧૯૮૭ની ફિલ્મ ‘નજરાના’નું ગીત પોતાની જાત પર અફસોસ વ્યક્ત કરતુ ગીત છે

इस से पहेले की तू याद आये

ત્યાર બાદ અંતરામાં આવતા શબ્દો છે

मुज को गम है तेरी जुदाई का
रंज है अपनी बेवफाई का

સ્મિતા પાટિલને ઉદ્દેશીને રાજેશ ખન્ના આ ગીત ગાય છે. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે કિશોરકુમારનો.

૧૯૮૮ની ફિલ્મ ‘ખૂન ભરી માંગ’માં ફરી એક હકારાત્મક ગીત આવે છે.

हसते हसते कट जाए रस्ते जिन्दगी यु ही चलती रहे
खुशी मिले या गम, बदलेगे ना हम, दुनिया चाहे बदलती रहे

રાજેશ રોશન અને રેખા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ઇન્દીવર જેને સંગીત આપ્યું છે રાકેશ રોશને. ગાનાર કલાકારો સાધના સરગમ અને નીતિન મુકેશ.

આટલા ગીતો મુક્યા બાદ પણ ક્યાંક કોઈ ગીત રહી ગયું હશે તે બદલ ક્ષમસ્વ.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “ગમ, શોક દર્શાવતા ફિલ્મીગીતો (૨) – हाय रे हाय गम की कहानी तेरी

 1. ज़िन्दगी प्यार का गीत है
  इसे हर दिल को गाना पड़ेगा I
  ज़िन्दगी ग़म का सागर भी है
  हँसके उस पार जाना पडेगा I
  Movie: Souten (1983)

  1. આપે સૂચવેલ ગીત હવે પછીના લેખમાં સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.